Saturday, 21 September, 2024

તું મને ગમે છે Lyrics in Gujarati

303 Views
Share :
તું મને ગમે છે Lyrics in Gujarati

તું મને ગમે છે Lyrics in Gujarati

303 Views

હા ઘડીક થાય કે દિલને વાત કહીં દઉં
પછી થાય હમણા કહેવાનું રહેવા દઉં
ઘડીક થાય હાથ પકડીને લઈ જઉં
પછી થાય કે દૂર તો નહીં થઈ જઉં

તુ મને ગમે છે ને વિચારોમાં રમે છે
હા મને ગમે છે પણ ના મને નડે છે
હા ઘડીક થાય ઉઠાવી તને લઈ જઉં
પછી થાય તને ખોય તો હું નહીં દઉં
હા પછી થાય તને ખોય તો હું નહીં દઉં

હો પરીયોના દેશથી આઈ એક પરી
નઈ માને તો મનાવી હું અને કરગરી
હા કરું શું એના માટે કોઈ કહો તો ખરી
હા રૂપથી મઢેલી ઢીંગલી થઈ જાય મારી
આવું રૂપ ક્યાં મળે છે જાંખો ચાંદ પણ પડે છે
કેમ કહેવી વાત મારે દિલ કહેવાથી ડરે છે
હા ઘડીક થાય ઈશારોમાં તને કહી દઉં
પછી થાય કે એકલો તો નહીં રહી જઉં
હા પછી થાય કે એકલો તો નહીં રહી જઉં

હા ના કોઈ નિહાળો કે ના પુછો વાત એને
એ પ્રેમ તો કરે છે પણ મારી જેમ ડરે છે શાને
ઓ ગોરી કરવી વાત મારે ભલે થાય છાને-માને
જીવવું મારે તારામાં તું હાથ મુજને દેને
કેમ દૂર તું હટે છે મારુ દિલ મને વઢે છે
કેને શું તને ખટકે છે એનું નામ તું રટે છે
હા થવું હોય જે થાય આજે કહી દઉં  
તારી હા હોઈ તો લઈ જવું બાકી આ રાહે કોઈ દી નહીં જઉં 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *