Ambe Maa Dhun Maala With Gujarati Lyrics
By-Gujju01-07-2023
Ambe Maa Dhun Maala With Gujarati Lyrics
By Gujju01-07-2023
પ્રથમ પુજુ શ્રી પાર્વતી નંદન, દયો સદબુદ્ધિ ના દાન
પ્રથમ પુજુ શ્રી પાર્વતી નંદન, દયો સદબુદ્ધિ ના દાન
જય જગદંબા જય માં ભાવની
અર્પો એનું ધ્યાન, ઓ મૈયા, અર્પો એનું ધ્યાન
શિવ બ્રમ્હા ને વિષ્ણુ ગાયે, નારદ નમન કરે
શિવ બ્રમ્હા ને વિષ્ણુ ગાયે, નારદ નમન કરે
તુજ લીલા ના પાર ના આવે
ભક્તો સ્મરણ કરે. ઓ મૈયા, ભક્તો સ્મરણ કરે
ત્રિભુવનની હે સ્વામીની, તું નવદુર્ગા રૂપ
ત્રિભુવનની હે સ્વામીની, તું નવદુર્ગા રૂપ
ભાવભયહારિણી તું ભવાની
તું સુખદાયી સ્વરૂપ, ઓ મૈયા તું સુખદાયી સ્વરૂપ
પ્રથમ તમે શૈલ પુત્રી છો માડી, દ્વિતીય છો બ્રમ્હચારીણી
પ્રથમ તમે શૈલ પુત્રી છો માડી, દ્વિતીય છો બ્રમ્હચારીણી
ત્રીજા ચંદ્ર ઘંટા તમે માં
કુષ્માન્ડામનમોહના, ઓ મૈયા કુષ્માન્ડામનમોહના
પાંચ માસ્કન્દ માતા છો માડી, છઠ્ઠા કાત્યાયાણી કહું
પાંચ માસ્કન્દ માતા છો માડી, છઠ્ઠા કાત્યાયાણી કહું
સપ્તમ કાળ રાત્રી છો તમે માં
અષ્ટમ મહા ગોરી કહું, માં, અષ્ટમ મહા ગોરી કહું.
નવ માં સિદ્ધદાત્રી છો માડી, બ્રમ્હા જી એ વદી રહ્યા
નવ માં સિદ્ધદાત્રી છો માડી, બ્રમ્હા જી એ વદી રહ્યા
નવદુર્ગા ના નામ સાંભળી
પાર્વતી મંદ મંદ હસી રહ્યા, માં, પાર્વતી મંદ મંદ હસી રહ્યા
ભક્તિ ભાવે સ્મરણ કરું, માં નવદુર્ગા માતનું
ભક્તિ ભાવે સ્મરણ કરું, માં નવદુર્ગા માતનું
તવ રક્ષા નું કવચ હું માંગુ
હે જગજનની માતનું, મૈયા, હે જગજનની માતનું
સર્વ દેવો માં તેજ પ્રગટી, વિશુદ્ધ શક્તિ સ્વરૂપ
સર્વ દેવો માં તેજ પ્રગટી, વિશુદ્ધ શક્તિ સ્વરૂપ
અષ્ટ ભુજાળી માં ભવાની
દેતી દર્શન ખુબ, ઓ મૈયા, દેતી દર્શન ખુબ
તું વિશ્વેશ્વરી જગતધાત્રી તું, સૌમ્ય તારું રૂપ
તું વિશ્વેશ્વરી જગતધાત્રી તું, સૌમ્ય તારું રૂપ
તું મહામાયા જગદીશ્વરની
અતુંલા ઈશ્વરી તું, ઓ મૈયા, અતુંલા ઈશ્વરી તું
સ્તવરજસ ને તમસ કુળ નું, મૂળ તમે છો માં
સ્તવરજસ ને તમસ કુળ નું, મૂળ તમે છો માં
કાલ રાત્રી ને મોહ રાત્રી,
મહા રાત્રી તું માં, ઓ મૈયા,મહા રાત્રી તું માં
ભક્તિ ભાવ થી, સ્મરણ કરે એને, સિદ્ધિ દેતી માં
ભક્તિ ભાવ થી, સ્મરણ કરે એને, સિદ્ધિ દેતી માં
સ્મરણ કરે જો ભાવે ભક્તો
રક્ષણ દેતી માં, ઓ મૈયા, રક્ષણ દેતી માં
તુજથી છે આ સૃષ્ટિ રચાયી, કરતી પાલન માં
તુજથી છે આ સૃષ્ટિ રચાયી, કરતી પાલન માં
તું બ્રહ્મા તું વિષ્ણુ સ્વરૂપી
શિવ સ્વરૂપી માં, ઓ મૈયા, શિવ સ્વરૂપી માં
આજગ તુજવિણ સુન્ય ઓ માડી, તું જગત નું રૂપ
આજગ તુજવિણ સુન્ય ઓ માડી, તું જગત નું રૂપ
મહિમા તારો કેમ વર્ણવું
તું છે શબ્દ સ્વરૂપ, ઓ મૈયા, તું છે શબ્દ સ્વરૂપ
સોળ સહસ્ત્ર શૃંગાર સજ્યા માં, દીપે છે તવ રૂપ
સોળ સહસ્ત્ર શૃંગાર સજ્યા માં, દીપે છે તવ રૂપ
સ્તવન કરું હું માડી તમારું
રુહ્દય ધરી એ રૂપ, ઓ મૈયા, રુહ્દય ધરી એ રૂપ
હેમ હિંડોળે જુલે મળી, ચોસઠ જોગણી સંગ
હેમ હિંડોળે જુલે મળી, ચોસઠ જોગણી સંગ
સિંહ સવારી ન્યારી તમારી
બહુચર માને સંગ, ઓ મૈયા,બહુચર માને સંગ
ગબ્બર ગોખે સોહે અંબિકા, પાવાગઢ, મહાકાળી
ગબ્બર ગોખે સોહે અંબિકા, પાવાગઢ, મહાકાળી
ચુંવાળ ચોકે બહુચર વાળી
દક્ષિણ દુર્ગાભવાની, ઓ મૈયા,દક્ષિણ તુળજાભવાની
વિષ્ણુ સંગે લક્ષ્મી રૂપે, બ્રહ્મા સંગ ભ્રામ્હણી
વિષ્ણુ સંગે લક્ષ્મી રૂપે, બ્રહ્મા સંગ ભ્રામ્હણી
શિવજી સંગ તું ગૌરી રૂપે
સોહે માત ભાવની, ઓ મૈયા, સોહે માત ભાવની
દયામયી તું કરુણામયિ તું, કોમળ હૃદયી ભાવની
દયામયી તું કરુણામયિ તું, કોમળ હૃદયી ભાવની
દિવ્ય આનંદ તવ દર્શન થી થાય
માયાળુ હે ભાવની, ઓ મૈયા, માયાળુ હે ભાવની
સચરાચર ની ગતિવિધિથી, તું તો નથી અજાણ
સચરાચર ની ગતિવિધિથી, તું તો નથી અજાણ
દુષ્ટો ને ભય દેનારી માંડી
તુજથી સઘળાં સુજાણ, ઓ મૈયા,તુજથી સઘળાં સુજાણ
તુછે આદિ તુછે અનાદિ, આદિ રૂપા માં
તુછે આદિ તુછે અનાદિ,આદિ રૂપા માં
મોમાયા તું જોગણી તું
યોગ શક્તિ તું માં, ઓ મૈયા, યોગ શક્તિ તું માં
સોળ સૂક્ષ્મ જળ ચેતન માં, સદા તું વસતી માં
સોળ સૂક્ષ્મ જળ ચેતન માં, સદા તું વસતી માં
પાપ નાશિની ભાવભય હરિણી
તુછે શક્તિ માં, ઓ મૈયા, તુછે શક્તિ માં
તુજથી છે ઉદ્ધાર જગતનો, જાગને સર્જ્યું માં
તુજથી છે ઉદ્ધાર જગતનો, જાગને સર્જ્યું માં
લાલન પાલન તુજ કરે માંડી
આધાર તું સહુ નો માં, ઓ મૈયા,આધાર તું સહુ નો માં
અલંકાર થી શોભે મૈયા, શિવશક્તિ તું માં
અલંકાર થી શોભે મૈયા, શિવશક્તિ તું માં
સૂર્ય કિરણસી જ્યોતિ તમારી
પ્રસન્ન થાઓ માં, ઓ મૈયા, પ્રસન્ન થાઓ માં
અમે માનવી શક્તિ વિહોણા, ચંચળ મનને વશ
અમે માનવી શક્તિ વિહોણા, ચંચળ મનને વશ
સદબુદ્ધિ ના દાન દઈ દે
તુજમાં રહે મનરથ, ઓ મૈયા, તુજમાં રહે મનરથ
હે મહિસાસુર મર્દિની માં, ત્રિશુલ ધારિણી માં
હે મહિસાસુર મર્દિની માં, ત્રિશુલ ધારિણી માં
પાયો નું તું શય કરનારી
જય હો તારી માં, ઓ મૈયા,જય હો તારી માં
જય જય જય વરદાયિની મૈયા, તું ૐકાર સ્વરૂપ
જય જય જય વરદાયિની મૈયા, તું ૐકાર સ્વરૂપ
ૐ હ્રીં શ્રી કલીં ચામુંડાયે વિચ્ચે હ્રીં
એ તુજ મંત્ર સ્વરૂપ,ઓ મૈયા, એ તુજ મંત્ર સ્વરૂપ
અજાણ છું હું મંત્ર તંત્ર થી, આહવાહન કે સ્ત્રોત્ર થી માં
અજાણ છું હું મંત્ર તંત્ર થી, આહવાહન કે સ્ત્રોત્ર થી માં
તારી ઘેલી કરું હું પૂજા
સ્વિકારીલો ઓ માં, ઓ મૈયા, સ્વિકારીલો ઓ માં
અધર્મ ઉધ્ધારણ કલેશ હારિણી, તું છે દુખનાશિની
અધર્મ ઉધ્ધારણ કલેશ હારિણી, તું છે દુખનાશિની
ભૂલ કદી જો થાય અમારી,
ક્ષમા કરો માં ભવાની, ઓ મૈયા, ક્ષમા કરો માં ભવાની
સાધક છું હું યાચક તારો, હું માંગુ તે આપ
સાધક છું હું યાચક તારો, હું માંગુ તે આપ
તારા નામનું સ્મરણ કરતા
મટે સઘળાં સંતાપ, ઓ મૈયા, મટે સઘળાં સંતાપ
ભીડભંજની વિભવતારિણી, ભવભયહારિણી માં
ભીડભંજની વિભવતારિણી, ભવભયહારિણી માં
હે મહાકાળી પાવાગઢ વાળી
વર દાયિની માં, ઓ મૈયા, વર દાયિની માં
પાવાગઢ વાળી હે મહાકાળી, રક્ષા કરજે માં
પાવાગઢ વાળી હે મહાકાળી, રક્ષા કરજે માં
ભક્તો ની વારે થનારી
જય જય મહાકાળી માં, ઓ મૈયા,જય જય મહાકાળી માં
અષ્ટ ભુજાળી વાઘેશ્વરી માં, મહા શક્તિ તું માં
અષ્ટ ભુજાળી વાઘેશ્વરી માં, મહા શક્તિ તું માં
હે વરદાયિની કૃપા નિધિમાં
શિવ શિવાની માં, ઓ મૈયા, શિવ શિવાની માં
ૐકાર થી શીગ્રહઃ પ્રસન્ની, ચૌદ ભુવન મહારાણી માં
ૐકાર થી શીગ્રહઃ પ્રસન્ની, ચૌદ ભુવન મહારાણી માં
નિશદિન રટું હું અંબા અંબા
જય હો ભવાની માં, ઓ મૈયા, જય હો ભવાની માં
તું મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયા તું, ગૌરી ગીતા માં
તું મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયા તું, ગૌરી ગીતા માં
તુળજાભવાની વરદ હસ્તીની
ભક્તોની તું માં, ઓ મૈયા, ભક્તોની તું માં
પાવાગઢની પાવાવાળી, ગબબર ગઢે અંબેમાં
પાવાગઢની પાવાવાળી, ગબબર ગઢે અંબેમાં
વીંધ્યાંચલ તું વીંદયવાસીની
બહુચર વાળી માં, ઓ મૈયા, બહુચર વાળી માં
ચૌદ લોક ને સપ્ત પાતાળો, રચિયાં રોગ અનુપ
ચૌદ લોક ને સપ્ત પાતાળો, રચિયાં રોગ અનુપ
ધરતીના કણ કણ માં વ્યાપી
તું તો બીજ સ્વરૂપ, ઓ મૈયા, તું તો બીજ સ્વરૂપ
નિત્ય નિરંજન નિરાકાર તું, ઈચ્છીત દે માં વર
નિત્ય નિરંજન નિરાકાર તું, ઈચ્છીત દે માં વર
અખે ચંદ ની વારે દોડી
એમ આવીને દે વર, ઓ મૈયા,એમ આવીને દે વર
પંચતત્વ માં તુંજ સમાણી, સગુણ નિર્ગુણ રૂપ
પંચતત્વ માં તુંજ સમાણી, સગુણ નિર્ગુણ રૂપ
પૂર્ણ બ્રમ્હ તું નિરાકાર તું
તારા અગણિત રૂપ, ઓ મૈયા, તારા અગણિત રૂપ