Saturday, 27 July, 2024

અશ્વત્થામાનો ભયંકર નિર્ણય

232 Views
Share :
અશ્વત્થામાનો ભયંકર નિર્ણય

અશ્વત્થામાનો ભયંકર નિર્ણય

232 Views

{slide=Aswatthama’s terrifying decision}

The war of Mahabharat claimed many lives. Kauravas lost their principal warriors one after another. After Duryodhan’s death, Aswatthama was made commander-in-chief of Kauravas army. Desperate with losses on their side, Kripacharya, Kritvarma and Aswatthama went into seclusion. They entered into a forest and found a resting place under a banyan tree. Kripacharya and Kritvarma fell asleep while Aswatthama remained awake. He observed something strange. Numerous crows were rested on the banyan tree and it was already night. An owl flew over and arrived there. In no time, an owl attacked and killed many crows while they were sleeping. Aswatthama learned an important message from this incident: An attack on enemy while the enemy is not prepared mean great destruction and easy victory.
 
Gloomy Aswatthama began thinking on how to use similar tactics against Pandavas. He woke up Kripacharya and Kritvarma and presented his strategy. His plan was to attack Pandavas with all their might in the middle of the night when Pandavas army would be resting. Kripacharya and Kritvarma openly opposed Aswatthama’s idea and advised him not to put it into action. Unfortunately, Aswatthama ignored their advise. His mind was already made up to implement his plan. His terrifying decision made history.

મહાભારતની કથા આગળ ચાલે છે.

દુર્યોધનની આજ્ઞાનુસાર કૃપાચાર્યે અશ્વત્થામાનો સેનાપતિપદે અભિષેક કર્યો તે પછી કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા પાંડવોની છાવણીથી થોડે દૂર પૂર્વદિશામાં જઇને એક વનમાં પ્રવેશ્યા.

વનમાં પ્રવેશ કરીને તેમણે ચારે તરફ દૃષ્ટિ કરી તો હજારો શાખાઓવાળું એક વડનું વૃક્ષ દેખાયું.

તે મહારથીઓ એ વડના વિશાળ વૃક્ષ પાસે પહેંચીને પોતપોતાના રથો પરથી નીચે ઊતરી પડ્યા અને ઘોડાઓને છૂટા કરી દઇને વિધિપૂર્વક સ્નાન કરીને સંધ્યોપાસના કરવા લાગ્યા. એટલામાં તો સૂર્ય અસ્તાચળની પાછળ જઇ પહોંચ્યો.

રાત્રિનો આરંભ થઇ ચૂક્યો એટલે દુઃખ અને શોકથી આકુળ થયેલા કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા એકમેકની પાસે બેસીને કૌરવો અને પાંડવોના ઘોર સંહારનો શોક કરવા લાગ્યા.

કૃપાચાર્ય તથા કૃતવર્મા નિદ્રાવશ થઇ ગયા.

ક્રોધ અને અમર્ષને વશ થયેલા અશ્વત્થામાને નિદ્રા ના આવવાથી તે ભયંકર દેખાવવાળા વનને જોવા લાગ્યો. વનપ્રદેશને જોતાં જોતાં તેણે પેલા વડના વિશાળ વૃક્ષને કાગડાઓથી ભરેલું જોયું. તે વૃક્ષ ઉપર હજારો કાગડાઓ જુદી જુદી શાખાપ્રશાખાઓનો આશ્રય કરીને સુખપૂર્વક નિદ્રાવશ થયેલા.

થોડીવાર પછી ત્યાં એક ઘુવડ આવ્યું અને વડની શાખાઓ તરફ જોવા લાગ્યું.

તે ઘુવડે પ્રત્યેક શાખા પર બેસીને ત્યાં સૂતેલા કાગડાઓને મારવા માંડયા. તેણે કેટલાકની પાંખો ને પીંખી નાખી, કેટલાકના મસ્તકો કાપી નાખ્યાં, કેટલાકના પગોને ભાંગી નાખ્યા. જે જે કાગડાઓ તેની દૃષ્ટિએ પડ્યા તે બધાને એ બળવાન ઘુવડે એક ક્ષણવારમાં મારી નાખ્યા. તેથી એ આખોયે વડ કાગડાઓનાં શરીરોથી તથા શરીરોના અવયવોથી છવાઇ ગયો. એવી રીતે પોતાના શત્રુ-કાગડાઓનો સંહાર કરીને તે ઘુવડે પોતાના પૂર્વવેરનો બદલો લીધો.

એ ઘટનાને નિહાળીને અશ્વત્થામાએ પણ તેવી રીતે પોતાના શત્રુઓનું વેર વાળવા માટે મનમાં સંકલ્પ કર્યો. એણે વિચાર્યું કે આ પક્ષીએ મને આ પ્રમાણે જ મારા શત્રુઓ સામે યુદ્ધ કરવાનો ઉપદેશ આપ્યો છે. શત્રુઓનો સંહાર કરવા માટે મને અત્યારનો જ સમય સુયોગ્ય જણાય છે. પાંડવો વિજય મેળવીને પ્રકાશી રહ્યા છે, બળવાન છે, ઉત્સાહી છે, મોટા યોદ્ધાઓ છે, તેથી બીજા કોઇ ઉપાયથી હું તેમનો નાશ નહીં કરી શકું. રાજા દુર્યોધન આગળ મેં તેમનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે. જો હું તેમની સામે ન્યાયપૂર્વક યુદ્ધ કરીશ તો મારે પ્રાણનો ત્યાગ કરવો પડશે. માટે આવું કપટ કરવાથી મારું કાર્ય સિદ્ધ થશે, અને શત્રુઓનો સર્વનાશ થઇ જશે. વળી જે માર્ગ સંશયાત્મક હોય તેના કરતાં જે માર્ગ સંશયરહિત હોય તેનો જ આક્ષય લેવો જોઇએ. પાંડવોએ પણ ડગલે ને પગલે ધૃણાપાત્ર, નિંદનીય, કપટભરેલાં કાર્યો જ કરેલાં છે.

એવી રીતે વિચારીને અશ્વત્થામાએ રાતે નિદ્રાવશ થયેલા પાંડવોનો તથા પાંચાલોનો વિનાશ કરવા માટે મનમાં નિશ્ચય કર્યો. એવી ક્રૂરબુદ્ધિનો આશ્રય કરીને તેણે તે સંબંધમાં વારંવાર મનન કર્યું. પછી પોતાના મામા કૃપાચાર્યને તથા કૃતવર્માને જગાડ્યા.

કૃપાચાર્ય અને કૃતવર્મા બન્ને અશ્વત્થામાના સંકલ્પને જાણીને શરમાઇ ગયા. કાંઇપણ ઉત્તર આપી શક્યા નહીં. તેમની અવસ્થાને અવલોકીને અશ્વત્થામા એક મુહૂર્તભર વિચારમાં પડી ગયો અને બોલ્યો કે મહાબળવાન સર્વશ્રેષ્ઠ રાજા દુર્યોધનને શત્રુઓએ કપટ કરીને મારી નાખ્યો. પાંડવોએ કૌરવોનો મહાસંહાર કરી નાખ્યો છે. માત્ર આપણે ત્રણ જ એ ઘોર સંહારમાંથી બચી ગયા છીએ. હવે પ્રવર્તમાન પરિસ્થિતિમાં મારો સંકલ્પ સમુચિત છે.

કૃપાચાર્ય અને કૃતવર્માએ અશ્વત્થમાને એમની રીતે વારંવાર સમજાવી જોયો તો પણ એ માન્યો નહીં. એના સંકલ્પને એ વળગી જ રહ્યો.

ઘુવડ અને કાગડાઓની એ ઘટના પ્રમાણમાં ઘણી નાની, સાઘારણ અને પ્રાકૃતિક હોવાં છતાં અશ્વત્થામાએ એમાંથી કેવી પાશવી પ્રેરણાની પ્રાપ્તિ કરી તે સ્પષ્ટ છે. અશ્વત્થામા અધિક સમજદાર, તટસ્થ અને રાગદ્વેષરહિત હોત તો ઘુવડના કર્મને કુકર્મ માનીને એ કઠોર કુકર્મનું અનુકરણ કરવાનો નિર્ણય ના કરત, પરંતુ  એવા કુકર્મથી, એના વિચારથી પણ દૂર રહેત, ઘટના એક જ જાતની હોય પરન્તુ માનવ પોતાની રીતે એમાંથી પૃથક્ પૃથક્ પ્રકારની પ્રેરણા પામી શકે છે. એથી જ કોઇ વાર એ પ્રેરણા કલ્યાણકારક નીવડે છે તો કોઇક વાર અકલ્યાણકારક.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *