Saturday, 27 July, 2024

Bal Kand Doha 320

99 Views
Share :
Bal Kand  							Doha 320

Bal Kand Doha 320

99 Views

लग्न का वर्णन
 
(चौपाई)
मिले जनकु दसरथु अति प्रीतीं । करि बैदिक लौकिक सब रीतीं ॥
मिलत महा दोउ राज बिराजे । उपमा खोजि खोजि कबि लाजे ॥१॥

लही न कतहुँ हारि हियँ मानी । इन्ह सम एइ उपमा उर आनी ॥
सामध देखि देव अनुरागे । सुमन बरषि जसु गावन लागे ॥२॥

जगु बिरंचि उपजावा जब तें । देखे सुने ब्याह बहु तब तें ॥
सकल भाँति सम साजु समाजू । सम समधी देखे हम आजू ॥३॥

देव गिरा सुनि सुंदर साँची । प्रीति अलौकिक दुहु दिसि माची ॥
देत पाँवड़े अरघु सुहाए । सादर जनकु मंडपहिं ल्याए ॥४॥

(छंद)
मंडपु बिलोकि बिचीत्र रचनाँ रुचिरताँ मुनि मन हरे ॥
निज पानि जनक सुजान सब कहुँ आनि सिंघासन धरे ॥
कुल इष्ट सरिस बसिष्ट पूजे बिनय करि आसिष लही ।
कौसिकहि पूजत परम प्रीति कि रीति तौ न परै कही ॥

(दोहा)
बामदेव आदिक रिषय पूजे मुदित महीस ।
दिए दिब्य आसन सबहि सब सन लही असीस ॥ ३२० ॥
 
લગ્નનું વર્ણન
 
(દોહરો)          
વૈદિક લૌકિક વિધિ કરી દશરથ જનક મળ્યા,
શોભાની કવિજન શક્યા શોધી ના ઉપમા.
 
ઉપમા મળી ન ક્યાંય તો માની હૈયે હાર
માન્યું કે ઉપમા નથી શોધવામહીં સાર.
 
દેવો એ સંબંધને દેખી બની પ્રસન્ન
બોલ્યા, જે દિનથી થયું જગત સકળ ઉત્પન્ન
 
વિવાહ જોયા સાંભળ્યા અનેક એ દિનથી
આવા સર્વપ્રકાર ના જોયા સમ સમધી.
 
પ્રીતિ છવાઇ દેવની વાણીને સુણતાં,
દશરથને લાવ્યા જનક સાદર મંડપમાં.
 
મંડપની રચનાથકી મુનિમન મુગ્ધ બન્યાં,
જનકે સિંહાસન વિવિધ નિજ હસ્તે જ ધર્યાં.
 
વસિષ્ઠ પૂજી ઇષ્ટસમ આશિષ પ્રાપ્ત કરી
પૂજ્યા વિશ્વામિત્રને પ્રીતે પરમ વળી.
 
વામદેવ જેવા પરમ પૂજ્ય ઋષિવરને
પ્રસન્ન મનથી આસનો અર્પ્યાં ને સહુને.
 
પ્રીતરીતનો કાવ્યમાં કહેતાં ના’વે પાર;
શુભેચ્છા સહજ પાઠવી સૌએ વારંવાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *