Saturday, 21 December, 2024

ભગત સિહ 

178 Views
Share :
ભગત સિહ 

ભગત સિહ 

178 Views

ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ભગત સિંહ અગ્રિમ સ્થાને આવે છે
તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો. ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો.

આ સમયે ભારતના આગળ પડતાં સ્વતંત્ર સેનાની લાલાલજપતરાય હતા. લાલાલજપતરાય પર લાઠીચાર્જ તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના દિવસે ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો.ત્યાર બાદ અંગ્રેજોએ ભગત સિહ ધરપકડ કરી અને તેના પર કેશ ચલાવ્યો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ રાજગુરુને ફાંસીની સજા સંભળાવવામા આવી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના બીકથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે પગલે સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

ભગતસિહ એક જાટ ખેડૂત પરીવારમાં થયો હતો. તેઓના પિતાનો વ્યવસાય ખેતી ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું. ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી હાઈસ્કૂલમાં ભણ્યા હતા.અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો.

ભગતસિહે ઇ.સ. ૧૯૨૫ માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી જેથી જેમાં તેમને સુખદેવ, યશપાલ, ભગવતીચરણ , ચંદ્રશેખર આઝાદ, જતિન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ જતિન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા અને ૧૯૨૬ માં દશેરાના દિવસે એક બોમ્બ ફેકયો જેમાં તેમની ધરપકડ કરવામાં આવી પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈપુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા ભગતસિંહ માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની તથા અન્ય મોટી ક્રાંતિઓ વિષે ઊંડો અભ્યાસ કર્યો હતો. અને આ અંગે તેમના સાથીને પણ ક્રાંતિ વિષે અભ્યાસ કરવાનું કહેતા.

સમય જતાં તેમના પિતાએ તેમના લગ્નની તૈયારી કરી આ ખબર ભગતસિહ ને થતાં તેઓ લાહોરથી નાસી છૂટ્યો હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈ રહ્યા. થોડા સમય બાદ કાનપુર ગયા અને ત્યાં ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી ગુજરાન ચલાવ્યું હતું.

જલિયાવાલાબાગ હત્યાકાંડ

ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ વાતની જાણ થતાં ભગતસિંહ ૧૨ કી.મી પગે ચાલી જલિયાવાલા બાગ પહોચ્યા હતા. અને ત્યાની દૈનિય સ્થિતિ જોઈને ભગતસિહ ર્હદય દ્રવીઉઠ્યું હતું. જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજ હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો 10 મિનિટમાં 1650 રાઉંડ ગોળીબાર કરી સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહી લાલ રંગની બનાવી હતી. આ કાળો દિવસ ભગત સિહ ક્યારેય ભૂલે તેમ નહતા.

મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહભગતસિંહ જેવા ન તો કોઇ કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે.ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે. જે માત્ર 23 વર્ષની નાની ઉમરે દેશ માટે શહીદી વહોરી લીધી. આથી તેને આજે પણ શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે.

ભારત તો વીરોની ભુમી કહેવાય છે. ભગતસિંહદરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની ગુલામી વિના.તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે.

ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ સરકારે ફાંસીએ લટકાવી દીધા હતા.
આ ઘટનાએ સમગ્ર દેશના હચમચાવી દીધો હતો. ભગત સિંહ અને તેના સાથીઓ હસતાં હસતાં લોકોએ ફાંસીના ફંદાને ચૂમ્યા હતા અને ઇન્કલાબ- ઝિંદાબાદના સૂત્રને બુલંક કરતાં તેમણે દેશની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપી દીધું હતું.

‘ઈન્કલાબ ઝિંદાબાદ’

ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો ભારત દેશ સુરક્ષીત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેની જનની(માંતાઓ )ને જેઓ આવા વીર પુરૂષોને જન્મ આપે છે.

“સર્ફરોશિકી તમન્ના અબ હમારે દિલ મેં હૈ
દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલમે હૈ”

જય ભારત… જય હિન્દ… જય શહિદ..

ભગત,સુખદેવ,રાજગુરુ… કાયમી ભારત ના ઈતિહાશ માં અમર એવા શહીદોને…. ભારત ની ભૂમિ ક્યારેય ભૂલશે નહીં…………..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *