Saturday, 27 July, 2024

હોળી

94 Views
Share :
હોળી

હોળી

94 Views

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે.
હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે(ભેગા) એકઠા થાય છે. અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની(ફરતે)પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ,પાણી વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ વિસ્તાર અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વો નો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથાપણ બહુ જાણીતી છે.હોળી, જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખવા માં આવે છે. તેમજ હોલીધુળેટી ના નામથી અને હુતાસનીના નામ થી પણ આ તહેવાર ઓળખાય છે.

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ

હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે. હિન્દુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશિપુ એ દાનવો નો રાજા હતો. એને બ્રહ્માજીનું વરદાન હતુંકે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’.આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું.આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો.આ સમયે તેનો પૂત્ર, પ્રહલાદ, ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.એને હિરણ્યકશિપુ એ કંઇ કેટલાં ય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા.છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિમાં પરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીંપ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી.અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તકપરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી,આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.આવી એક હિન્દુ સંષ્કૃતિ ની વાર્તા છે.

હિરણ્યકશિપુના વધની કથા

હિરણ્યકશિપુના વધની કથા માં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે.આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે. ભગવાનના આ રૂપનું વર્ણન હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બે રાક્ષસ ભાઇઓ હતા. હિરણ્યાક્ષ દેવોને હાથે મરણો આથી હિરણ્યકશિપુ બહુ દુઃખી થયો. પોતાના ભાઇના મોતનુ વેર લેવા અને પોતાની તાકાત વધારવા માંટે તેણે આકરુ તપ કર્યુ. ઘણા વર્ષઓના તપ બાદ બ્રહ્મા પ્રસન્ન થયા. અને હિરણ્યકશિપુને વરદાન માંગવા કહ્યું તેણે કહયું “મારે અમર થવુ છે, મૃત્યુ ઉપર વિજય મેળવવો છે. માટે મને અમર નું વરદાન આપો.” બ્રહ્મા કહે, “ જે જન્મે તેનુ મૃત્યુ નિશ્ચિત છે, માટે હું તને અમર થવાનુ વરદાન નઆપી શકુ, બીજુ કોઈ પણ વરદાનમાંગ.” માંગ ભલે” મને એવુ વરદાન આપો કે મને પશુ,પક્ષી, માનવી કે દેવ ન મને કોઇ ઘરમાં મારી ન શકે, મને ઘરબહાર મારી ન શકે, મને કોઇ જમીનપર, કે આકાશમાં કે પાતાલમાં પણ મારી ન શકે”.બ્રહ્મા કહે “તથાસ્તુ” .

આમ હિરણ્યકશિપુએ એવુ વરદાન માંગ્યુ કે જેથી તેના મૃત્યુ થવાના બધા દ્વાર બંધ થઇ ગયા. તેને કોઇ મારી શકે તેમ ન હતુ.આમ હિરણ્યકશિપુએ એવુ વરદાન માંગ્યુ કે જેથી તેના મૃત્યુ થવા ના કોઈ દ્વાર ખુલ્લા રહ્યા નહીં અને તેણે કોઈ મારી પણ શકે નહીં. હવે મૃત્યુનો ડર ન રહેતા તેણે ત્રિલોકના રાજ્યો જીતિ લીધા. તેણે દેવોને રંજાડવા માંડ્યા. કોઇ પણ ભગવાનની ભક્તિ ન કરવી કિન્તુ હિરણ્યકશિપુની જ ભક્તિ કરવી જે ભગવાનની ભક્તિ કરતા પકડાય તેને આકરી સજા કરવામાં આવતી.સમય જતાં અસુરને પ્રહલાદ નો જન્મ થયો. તેને નાનપણથી જ ભગવાન પ્રત્યે અતુટ ભક્તિભાવ. છાનોમાનો કોઇને ઘેર જઇને ભજન સાંભળવા પણ બેશી જાય. આ ભક્તિભાવ ની વાત પિતાને ગમે નહીં. તેણે તેના પુત્રને પહેલા સમજાવ્યો પણ બાળકે ભક્તિ છોડી નહીં. આજોઈ હિરણ્યકશિપ ભારે દુખી થતો. આ ભાઇનું દુખ બહેન થી જોઈ શકાયું નહીં ને આખરે તેણે તેના ભાઇને એક યુક્તિ સુઝાડી. એવુ નક્કિ થયુ કે હોલી દહનનો ઉત્સવ ઉજવવો. અને જ્યારે હોળિ બરોબર પ્રગટે ત્યારે હોલિકા પૂજનવિધિના એક ભાગ રૂપે પ્રહલાદને ખોળામાં લઇને પ્રગટેલી હોલિ પર ચડી જાય. જેથી પ્રહલાદ બળીને ભસ્મ થઇ જાય અને હોલિકાને વરદાન હોવાથી હોલિકાને કંઇ ન થાય. જેથી તેણે કહ્યું હોળિ બરોબર પ્રગટિ એટલે પ્રહલાદને ખોળામાં લઇને હોલિકા સળગતિ હોળિ પર ચડવા તૈયાર થાય ગઈ આ સમયે પ્રહલાદને એમ કે તેની ફઈ બા જ્યારે તેને ખોળામાં લઇને અગ્નિ પર ચડે છે, તો આવી કોઇ વિધી કરવાની હશે તેથી તે કોઇ પણ વિરોધ વગર તેની ફૈબાનાં ખોળામાં બેસી ગયો. તેને લઇને હોલિકા સળગતા લાકડા ઉપર ચડી ગઇ. બન્યુ ઉંધુ. ભગવાનની કૃપાથી તેના ભક્ત પ્રહલાદના શરીરને અગ્નિએ સ્પર્શ ન કર્યો, ફઈ બા હોલિકા બળી ને ખાખ થઇ ગયા.

તે સમયથી આ દિવસ હોલિકા દહન તરીકે આખા ભારતમાં ઉજવવામાં આવે છે. ખાસ કરી ગુજરાત સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે.

હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. અમુક આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ નો રમવાનો રિવાજપણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા તેનીઆસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. તેમજ ઘણા વિસ્તારમાં પારંપારિક રમતો રમાડવામાં પણ આવે છે.ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરા ને વરરજો કર્યો કહેવામાં આવે છે.પોતાના બાળકને હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તાર ના લોકો પોતપોતાના ગાડા કે વાહન શણગારી તેમાં બેસાડી હુતાસની ફરતે આટાં ફરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *