Thursday, 20 June, 2024

ભગવાન કૌટિલ્ય (ચાણક્ય)

199 Views
Share :
ભગવાન કૌટિલ્ય (ચાણક્ય)

ભગવાન કૌટિલ્ય (ચાણક્ય)

199 Views

ચાણક્યનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના જન્મસ્થળ અંગે હજુ પણ એક વિવાદ છે અને તેમનાં જન્મને માટે કેટલાંય મતમતાંતરો પ્રવર્તે છે. બૌદ્ધ ગ્રંથ મહાવમસ મુજબ, તેમનું જન્મસ્થળ તક્ષશિલા છે. જૈન શાસ્ત્રોમાં જેવાકે અદ્વીઘ્ન ચિંતામણીમાં એમનું નામ દ્રમિલા બતાવવામાં આવ્યું છે જે દક્ષિણ ભારતથી આવેલાં છે. તેમના પિતાનું નામ ચાણીન છે અને માતાનું નામ ચન્નેશ્વરી છે. કેટલાક તથ્યો ચાણક્યને ઉત્તર ભારતના કહે છે, જે ભગવાન વિષ્ણુના ભક્ત હતા. જૈન શાસ્ત્રોમાં ચાણક્ય બુજુર્ગાવસ્થામાં ચંદ્રગુપ્ત મૌર્યની જેમ જૈન ધર્મ અપનાવી લે છે.

ચાણક્યનું પ્રારંભિક જીવન

ઇતિહાસના મહાન કૂટનીતિક એવં રાજનીતિજ્ઞ ચાનાક્યનો જન્મ ઇસવીસન પૂર્વે ત્રીજી કે ચોથી શતાબ્દીમાં થયો હતો એવું માનવામાં આવે છે. એમણે મૌર્ય સ્મ્રાજ્યની સ્થાપના અને ચંદ્રગુપ્તને સમ્રાટ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એમનાં પિતાનું નામ ચણક હતું જેનાં કારણે એમને ચાણક્ય કહેવામાં આવે છે. ચણકને દરેક ઘડીએ દેશની ચિંતા સતાવતી હતી. એક વાર જ્યાં યુનાની અજ્રનાબ થઇ રહ્યું હતું તો બીજી તરફ પડોશી રાજ્ય માળવા, પારસ ,સિંધુ અને પર્વતીય દેશના રાજા પણ મગધનું શાસન હડપવા માંગતા હતાં

ચણકે એજ ઘડીએ નિર્ણય કર્યો “હું મારા પુત્રને એવું શિક્ષણ આપીશ કે રાજ્ય અને રાજા તેમની સામે સમર્પણ કરશે”. ચણક કોઈપણ રીતે મહામાનવના પદ સુધી પહોંચવા માંગતા હતાં. કોઈ પ્રકારની મહાન માણસના પદ સુધી પહોંચવું છે. આ માટે, તેમણેપોતાનાં મિત્ર અમાત્ય શકટારને મનાવીને એની સાથે મંત્રણા કરીને ધનનંદને ઉખાડીને પદભ્રષ્ટ કરવાની યોજના બનાવી. અમાત્ય શકટારમહેલના દ્વારપાળોનો પ્રમુખ હતો. પરંતુ ગુપ્તચર દ્વારા મહામાત્ય રાક્ષસ અને કાત્યાયનને આ ષડ્યંત્રની ખબર પડી ગઈ. એમણે ધનનંદને આ ષડ્યંત્રની જાણકારી આપી. આ બધી ગુપ્ત સૂચના શકટારના ભરોસાપાત્ર દ્વારપાળ દેવીદત્ત આગળ પહોંચાડી. જેનાં કારણે ચણકને બંદી બનાવી લેવાનો આદેશ આપ્યો.

જ્યારે ચણકને બંદી બનાવી લેવામાં આવ્યો ત્યારે ચાણક્ય બહુજ નાની ઉંમરના હતાં. રાજ્દ્રોહનાં અપરાધમાં ચણકનું માથું કાપીને રાજધાનીના ચોકમાં લટકાવી દેવામાં આવ્યું. પોતાનાં પિતાનું કપાયેલું માથું જોઇને ચાણક્યની આંખોમાંથી આંસુ છલકાઈ ઊઠયાં. પરંતુ તે વખતે ચાણક્ય માત્ર ૧૪ જ વર્ષના હતાં. રાતના અંધારામાં એમણે વાંસ પર ટીંગાડેલા પોતાનાં પિતાના માથાને નીચે ઉતાર્યું અને એને એક કપડામાં લપેટ્યુ. એકલાં પુત્રે જ પિતાનો દાહ સંસ્કાર કર્યો.
એજ સમયથી એમણે ધનનંદ પાસે પિતાનાં મૃત્યુનો બદલો લેવાની શપથ ખાધી !!!

પ્રતિશોધની જવાળામાં જલી રહેલો ચણકપુત્ર ચાણક્ય જ્યારે એક જંગલમાં મૂર્છિત પડયો હતો. ત્યારે એક પંડિતે એનાં ચહેરા પર પાણી છાંટીને એને ભાનમાં લાવ્યા ત્યારે એમની ચેતના જાગ્રત થઇ.

ઋષીએ પૂછ્યું
“દીકરા તારું નામ શું છે ?”
કૌટિલ્યે વિચાર્યું કે જો હું મારું નામ કૌટિલ્ય કે ચાણકય કહીશ તો ધનનંદને એની સારી સચ્ચાઈની ખબર પડી જશે
એટલાં માટે કૌટિલ્યે એ સમયે પોતાનું નામ વિષ્ણુગુપ્ત બતાવ્યું……….
વિષ્ણુગુપ્તે બતાવ્યું
” હું કેટલાંય દિવસોથી ભૂખ્યો છું …….. આપ મને અનાથને કાંઇક ખાવાનું આપવાની કૃપા કરો !!!!”

એ પંડિતે કહ્યું, કંઈ વાંધો નહીં , તું મારી સાથે ચાલ. હું એક ગામમાં અધ્યાપક છું અને હું પણ એકલો જ છું. એ વિદ્વાન પંડિતનું નામ રાધામોહન હતું. રાધામોહને વિષ્ણુગુપ્તને સહારો આપ્યો. થોડાં દિવસ રહીને એમણે વિષ્ણુગુપ્તને કહ્યું
” મારાં સહપાઠી પુંડરીકાક્ષ તક્ષશિલામાં આચાર્યના પદ પર છે
હું તને એમનાં નામે એક પત્ર લખીને આપું છું જો ઈશ્વરે ચાહ્યું તો તારી પ્રતિભાના આધારે તારું ચયન ત્યાં થઇ જશે !!!”
આ સમયે ચાણકયે તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કરવાં માટે પોતાનાં જીવનનું પહેલું કદમ બઢાવ્યુ !!!!

ચાણક્યની શિક્ષા – દીક્ષા

હવે ચાણક્યની શિક્ષા -દીક્ષા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં શરુ થઇ ગઈ. તક્ષશિલા એ સમયનું વિશ્વ પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય હતું જ્યાં દેશ -વિદેશના વિભિન્ન છાત્રો શિક્ષા પ્રાપ્ત  કરવાં આવતાં હતાં. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં છાત્રોને ચાર વેદ , ધનુરવિદ્યા , હાથી ઘોડાનું સંચાલન, અઢાર કલાઓની સાથે સાથે ન્યાયશાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર અને સામાજિક કલ્યાણની શિક્ષા આપવામાં આવતી હતી. ચાણક્યે પણ એવી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી કે એની ફલશ્રુતિ રૂપે બુદ્ધિમાન ચાણક્યનું વ્યક્તિત્વ હીરાની જેમ ચમકી ઉઠયું !!!!

તક્ષશિલામાં પોતાની વિદ્વત્તા અને બુદ્ધિમત્તાનો પરચમ ફહેરાવીને એ રાજનીતિ શાસ્ત્રના આચાર્ય બની ગયાં. દેશભરમાં એમની ચર્ચા થવાં લાગી…. ચાણક્યનું જીવન બે શહેરો તક્ષશિલા અને પાટલીપુત્ર થી જોડાયેલું હતું. પાટલીપુત્ર માંફધની રાજધાની હતો જે ઉત્તરાપથ નામના માર્ગથી તક્ષશિલાથી જોડાયેલી હતી. એ સમયે પાટલીપુત્રમાં ધનનંદનામનો રાજા રાજ્ય કરતો હતો……
મગધ દેશનું સૌથી મોટું રાજ્ય હતું અને ધનનંદ એનો શક્તિશાળી રાજા હતો પરંતુ ધનનંદ અત્યંત લોભી અને અત્યંત ભોગ્વીલાસી હતો !!!!! પ્રજા એનાથી સંતુષ્ટ નહોતી !!!!

ચાણ્ક્યનો નિરાદર અને પ્રતિશોધની શપથ 

ચાણક્ય એકવાર રાજા ધનનંદને મળવાં પાટલીપુત્ર ગયાં. એ દેહહિત માટે ધનનંદને પ્રેરિત કરવાં માટે આવ્યાં હતાં. જેથી કરીને જે નાનાં નાનાં રાજ્યો છે એ પોતાની અંદરોઅંદરની વેર ભાવના ભૂલી જઈને દેશને એકસૂત્રે બાંધી શકે. પરંતુ ધનનંદે ચાણ્ક્યનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને એમને અપમાંનીત કરીને દરબારમાંથી કાઢી મુક્યાં. આનાથી ચાણક્યના સ્વાભિમાનને બહુજ ઊંડી ચોટ પહોંચી અને એ બહુજ ક્રોધીત અને ઉત્તેજિત થઇ ગયાં. પોતાનાં સ્વભાવની વિરુદ્ધ જઈને એમણે પોતાની ચોટી ખોલીને દ્રઢ સંકલ્પ કર્યો કે ” જ્યાં સુધી એ ધનનંદનો સમૂળગો વિનાશ ના કરી દે ત્યાં સુધી એ ફરીથી પોતાની ચોટી નહીં બાંધે !!!!”

જયારે ધનનંદને ચાણક્યના આ સંકલ્પની ખબર પડી તો એણે ક્રોધિત થઈને ચાણક્યને બંદી બનાવવામો આદેશ આપ્યો. પણ જ્યાં સુધીમાં એ ચાણક્યને બંદી બનાવે શકે ત્યાં સુધીમાં તો ચાણક્ય ત્યાંથી નીકળી ચુક્યા હતાં. મહેલની બહાર આવતાં જ એમણે સન્યાસીનો વેશ ધારણ કરી લીધો હતો અને તેઓ પાટલીપુત્રમાં છુપાઈને રહેવાં લાગ્યાં !!!!!

ચાણક્યની ચંદ્રગુપ્ત સાથે મુલાકાત

એક દિવસ ચાણક્યની મુલાકાત બાળક ચંદ્રગુપ્ત સાથે થઇ, જે એ સમયે પોતાનાં સાથીઓ સાથે રાજા અને પ્રજાની રમત રમી રહ્યો હતો. રાજાના રૂપમાં ચંદ્રગુપ્ત જે કૌશલ્યથી પોતાના સાથી મિત્રોની સમસ્યા સુલ્ઝાવી રહ્યો હતો એ ચાણક્યનાં અંતરને પ્રભાવિત કરી ગયું. ચાણક્યને ચન્દ્ર્ગુપ્તમાં ભાવિ રાજાની ઝલક દેખાઈ !!! ચાણક્યે ચંદ્રગુપ્ત વિષે વિસ્તૃત જાણકારી હાંસલ કરી અને એને પોતાની સાથે તક્ષશિલા લઇ ગયાં. જ્યાં ચાણક્યે ચંદ્રગુપ્તને વેદ શાસ્ત્રોથી લઈને યુદ્ધ અને રાજનીતિ સુધીની શિક્ષા આપી !!!!

લગભગ ૮ વર્ષ સુધી પોતાનાં સંરક્ષણમાં ચંદ્રગુપ્તને શિક્ષિત કરીને ચાણક્યે એને બહુજ શુરવીર બનાવી દીધો. આજ દિવસોમાં વિશ્વવિજય અર્થે નીકળેલો યુનાની સમ્રાટ સિકંદર વિભિન્ન દેશો પર વિજય પ્રાપ્ત કરતો કરતો ભારત તરફ આગળ વધી રહ્યો હતો. ગાંધારના રાજા આમ્ભી સિકંદરને સાથ આપીને પોતાનાં પુરાણા શત્રુ રાજા પુરુને સબક શીખવાડવા માંગતા હતાં. ચાણક્યને આમ્ભીની આ યોજનાની ખબર પડી તો તેઓ એને સમજાવવા માટે ગયાં
આમ્ભી જોડે ચાણક્યે આ સંદર્ભમાં વિસ્તારપૂર્વક વાત કરી અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિદેશી હુમલાખોરોથી દેશની રક્ષા કરવાં માટે એને પ્રેરીત કરવાં ચાહ્યો. પરંતુ આમ્ભીએ ચાણક્યની એક પણ વાત ના માની !!!! એ સિકંદરને સાથ આપવાં માટે કટિબદ્ધ હતો !!!

થોડાક દિવસો પછી સિકંદરે ગાંધારમાં પ્રવેશ કર્યો તો આમ્ભીએ એનું જોરદાર સ્વાગત કર્યું. આમ્ભીએ એના સન્માનમાં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું ………
આ સભામાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત પણ હાજર રહ્યાં હતાં. આમ્ભીએ સભા દરમિયાન સિકંદરની સામે એની ખુબ જ પ્રશંસા કરી ……. એને મહાન દર્શાવીને એની તુલના દેવતાઓ સાથે કરી. સિકંદરે પોતાનાં વ્યાખ્યાનમાં સભાના અધ્યક્ષ તરીકે એણે ભારતીયોને ધમકી આપી કે ” એમની ભલાઈ એમાં જ છે જે એની સત્તા સ્વીકારી લે !!!”

ચાણક્યે સિકંદરની આ ધમકીનો ખુલ્લેખુલ્લો વિરોધ કર્યો
ચાણક્યના વિચારોથી સિકંદર પ્રભાવિત થયો હતો પણ વિશ્વવિજયની લાલસાને કારણે એ યુદ્ધથી વિનુખ થવાં નહોતો માંગતો !!!!!

મુદ્રારાક્ષસ આનુસાર ચંદ્રગુપ્ત મીરાં નામની રખેલનો પુત્ર હતો અને એને પોતાનું બાળપણ નંદ મહેલમાં જ વિતાવ્યું હતું !!!! બૌધ શાસ્ત્રો અનુસાર ચંદ્રગુપ્ત પિપલીવનનાં મોરિય વંશના પ્રમુખનો પુત્ર હતો. ચાણક્ય એક દિવસ એને નવજવાનોનાં દળને નેતૃત્વ કરતો જોઇને બહુજ પ્રભાવિત થયાં. એમણે ચંદ્રગુપ્તને નંદ સામ્રાજ્યનો વિરોધ કરવાં માટે તૈયાર કર્યો !!!

ચાણક્ય અને ચંદ્રગુપ્તે ઉત્તર – પશ્ચિમ ભારતના પ્રવર્તકા ( રાજા પોરસ ) સાથે સંધિ પર હસ્તાક્ષર કરી લીધા કે એ નંદ સામ્રાજ્ય વિરુદ્ધ જીતી જશે !!!! ચાણક્યના અનુયાયીઓ માટે નેપાળ એ સમયે યુદ્ધની રણનીતિ માટે સુરક્ષિત શરણસ્થાન હતું ……. જાતા એમણે શક, યવન, કીરત , કામ્બોજ અને વહ્રિક સૈનિકોને એકત્રિત કર્યાં ……. નંદ સામ્રાજય વિરુદ્ધ યુદ્ધમાં એમની જીત થઇ !!! જીત પશ્ચાત નંદ સામ્રાજ્યને બે ભાગોમાં એક પ્રવર્તકા અને બીજો ચાણક્યના સહયોગી ચંદ્રગુપ્તમાં વહેંચી દીધો !!!

પર્વતકાનાં મૃત્યુ પછી એનાં પુત્ર મલય કેતુએ એ બધાં જ પૂર્વ નંદ પ્રદેશોને પોતાનાં કબજામાં લઇ લીધાં. આ કાર્યમાં નંદ સામ્રાજ્યનાં પૂર્વ અમાત્ય રાક્ષસે એમને સહાયતા કરી અને એમણે ઘણીવાર ચંદ્રગુપ્તને મારી નાંખવાની કોશિશ કરી પરંતુ ચાણક્યે એ બધી કોશિશ નાકામીયાબ કરી દીધી. ચાણક્ય અને ચંદ્રગુપ્તે એક યોજના અનુસાર એકબીજાં વચ્ચે ખોટેખોટી લડાઈની રચના કરી. આ યોજનામાં ચંદ્રગુપ્તે ચાણક્યને મંત્રીપદ પરથી હટાવવાનો દેખાડો કર્યો અને રાક્ષસને ચાણક્ય કરતાં સારો બતાવ્યો !!!!!

મલયકેતુના દરબારમાં ચાણક્યના ગુપ્તચરોએ, ચંદ્રગુપ્તના દરબારમાં ચાણક્યના સ્થાને રાક્ષસ મંત્રીની નિયુક્તિની સુચના આપીને રાજાને રાક્ષસ મંત્રીની વિરુદ્ધ કરી દીધાં. આ ઘટનાને ચાણક્યના ગુપ્તચરોએ ફેલાવીને મલયકેતુ અને રાક્ષસ વચ્ચે દરાર પેદા કરી દીધી. તદઉપરાંત ચાણક્યના ગુપ્તચરોએ મલયકેતુને મુર્ખ બનાવ્યો કે એના પાંચ સહયોગી પણ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે મળીને એને મારવાની યોજના બનાવી રહ્યાં છે !!!! અંતમાં રાક્ષસ મંત્રીને ચંદ્રગુપ્ત પાસે આવવું જ પડયું અને ચાણક્ય નીતિથી મલયકેતુ સાથેની ગઠબંધન તૂટી ગયું !!!!

ચાણક્યે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરીને ચંદ્રગુપ્તના મુખ્ય સલાહકારનાં રૂપમાં કામ કર્યું. જૈન શાસ્ત્રોના બતાવ્યા અનુસાર ચાણક્ય ચંદ્રગુપ્તને ભોજનમાં થોડી થોડી માત્રામાં વિષ આપતાં હતાં …… જેથી કરીને દુશ્મનો દ્વારા વિષ આપવાંના પ્રયાસોમાં એ પ્રતિરક્ષિત રહે !!!! આવતથી અજાણ ચંદ્રગુપ્ત એક દિવસ પોતાનાં ભોજનનો થોડોક હિસ્સો પોતાની ગર્ભવતી પત્ની દુર્ધરાને આપી દે છે જેના વિષથી પ્રતિતક્ષ ના થવાનાં કારણે એનું તરતજ મૃત્યુ થઇ જાય છે !!!! વંશના ઉત્તરાધિકારીને બચાવવાં માટે ચાણક્ય રાણીનાં મૃત્યુ પછી તરત જ એનું પેટ ચીરીને નવજાત શિશુને બહાર નિકાળી દે છે !!!! રક્તમાં વિષનું એક બિંદુનાં સ્પર્શને કારણે એ શિશુનું નામ બિંદુસાર રાખવામાં આવે છે. ચાણક્ય બિંદુસારના દરબારમાં પણ કેટલાંય વર્ષો સુધી સલાહકાર રહ્યાં હતાં !!!

ચાણક્યના મૃત્યુ સાથે જોડાયેલાં વિવિધ તથ્યો 

ચાણક્યના મૃત્યુ વિષયક પણ વિવાદ છે એક કિવદંતી અનુસાર ચાણક્ય સેવામુક્ત થઈને જંગલ જતાં રહ્યાં હતાં. જ્યાં એમણે ભૂખ્યા રહીને પોતાની જાતને જ મારી નાંખી !!!! એક બીજાં મત પ્રમાણે ચાણક્ય બીન્દુસારના એક મંત્રી સુબંધુના ષડ્યંત્રના કારણે માર્યા ગયાં જેણે બિંદુસારની માતાના મૃત્યુને આમાં કારણભૂત માન્યું હતું !!! બિંદુસારે એમની દાજથી આ વાતની પુષ્ટિ પણ કરી અને એ સાંભળીને એ ભયભીત અને નારાજ થઇ ગયાં હતાં !!!!

જ્યારે ચાણક્યને આ વાતની ખબર પડી કે રાજા એમનાંથી નારાજ છે તો એમણે પોતાની જાતને ભૂખથી જ મારી કાઢી. બિંદુસારને જયારે પાછળથી ખબર પડી કે ચાણક્ય એમની માતાના મૃત્યુ માટે જવાબદાર નથી પણ આ તો દુર્ઘટનાવશ થઇ ગયું હતું. ત્યારે મોડુ થઇ ચૂકયું હતું. ચંદ્રગુપ્તની પૂછપરછ દરમીયાન સુબંધુએ ચાણક્યની હત્યાની યોજના બતાવી કે એ એક વિરાન જગ્યાએ ચાણક્યને બોલાવીને એમને જીવતાં કાળવી દેવાનો હતો !!!!

ચાણક્યને ભારતના સૌથી મહાન વિચારક અને કૂટનીતિજ્ઞ માનવામાં આવે છે. ઘણાં બધાં રાષ્ટ્રવાદી ઇતિહાસકારોનું એ માનવું છે કે ચાણક્ય ભારતવર્ષમાં એક માત્ર એવા માણસ થયાં જેમણે અખંડ ભારતનું સ્વપ્ન જોયું અને એને પૂરું પણ કર્યું. ચાણક્યને બે પુસ્તકો અર્થશાસ્ત્ર અને ચાણક્ય નીતિના જનક માનવામાં આવે છે !!!! ચાણક્યના સન્માનમાં દિલ્હીમાં એક વિસ્તારનું નામ ચાણક્યપૂરી પાડવામાં આવ્યું છે. આ સિવાય પણ હજની સંસ્થાઓના નામ એમનાં નામ પરથી પાડવામાં આવ્યાં છે

આવાં વિચક્ષણ ,વિલક્ષણ અને વિચારશીલ માનવીને
શત શત વંદન !!!!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *