Sunday, 22 December, 2024

Bhagwan No Bharoso Lyrics in Gujarati

179 Views
Share :
Bhagwan No Bharoso Lyrics in Gujarati

Bhagwan No Bharoso Lyrics in Gujarati

179 Views

હો જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
હો જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા
હો પરિવાર થી દૂર રહી કરે સૌની સેવા
પરિવાર થી દૂર રહી કરે સૌની સેવા
એને હચવજો તમે સોમનાથ મહાદેવા
શું કરે કોઈ જયારે કુદરત છે રૂઠી
રાત દિવસ અધિકારી છે ઓન ડ્યૂટી
હો ભર બપોરે પણ હાજર બાળી નાખે તાપ
ભર બપોરે પણ હાજર બાળી નાખે તાપ
એને છોયો દેજે અંબાજી આપો આપ
એ મારા ડાકોર ના ઠાકર હાચવજો ગુજરાત

હો મુશ્કેલી માં મારગ ગોતે આખી દુનિયા
પરદેશ માં ગુજરાતી ને હાચવજો રે ઉમિયા
હો કચ્છ માં જયારે જયારે મુશ્કેલી આયી
ત્યારે દોડી આશાપુરા ને આઈ મોમાઈ
હો મન માં અમારા વિશ્વાસ ધ્રડ છે
શક્તિ બેઠી બહુચરાજી ને પાવાગઢ છે
હો જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા
હે મારી મોગલ મચ્છરાળી કરજો એમની રક્ષા

હો જાગતી જ્યોત છે વીરપુર બગદાણા
જૈનો અરજ કરે જઈને પાલીતાણા
હો દેશ પર અણધારી આફત આયી
એક થયા હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ
હો ભેગા થઇ કહે આજ સૌ રે ધર્મ
ઉપર વારા કરજો તમે દયા નું કર્મ
હો જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા
હે મારા વડવાળા વાળીનાથ કરજો સૌની રક્ષા

નરેન્દ્ર મોદી સાહેબ સાહેબ અમિત શાહ
મુસીબત માંથી નીકરવાની બતાવેશે રાહ
હો રૂપાણી સાહેબ ની ગુજરાત ને અરજ
જીતુ ભાઈ વાઘાણી સાહેબ સમજાવેશે ફરજ
હો પોલીસ ડૉક્ટર ને સફાઈ કર્મચારી
સદાયે અમે રહેશુ મીડિયા ના આભારી
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા
મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા
આબુ ની રે અર્બુદા કરજો એમની રક્ષા
મારી કુળદેવી કૃપાળી કરજો સૌની રક્ષા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *