Sunday, 8 September, 2024

ભારતીય તહેવારોનું મહત્વ: જીવનને માણો!

116 Views
Share :
ભારતીય તહેવારોનું મહત્વ

ભારતીય તહેવારોનું મહત્વ: જીવનને માણો!

116 Views

એક સમય હતો કે, ભારતીય સંસ્કૃતિમાં, દરરોજ કોઈનો કોઈ તહેવાર માનાવાતો, આખું વર્ષ તહેવારો મનાવાતા, કારણ તહેવારો મનાવવાથી જીવનમાં ઉત્સાહ અને ઉમંગ આવે છે. માટે જ તહેવારોનું મહત્વ હતું. આપણી સંપૂર્ણ સંસ્કૃતિ ઉત્સવ પ્રેમી હતી. જેમાં ખેતર ખેડવા થી લઈ વાવણી અને લણણી સુધી વિવિધ પ્રસંગો માટે તહેવારો મનાવાતા હતા. આમ આખું વર્ષ  વિવિધ ઉજવણી ચાલ્યા કરતી.

આજે પણ લણણી વખતે ઉત્સવ મનાવાય છે. પરંતુ છેલ્લા 400, 500 વર્ષથી આપણે રોજ ઉત્સવો મનાવવાનું ઓછું કરી દીધુ. કારણે કે દેશના ઉમરે ગરીબી આવીને ઉભી રહી. આથી આપણે ઉજવણી માટે અક્ષમ થયા. બસ પેટભરીને ભોજન મળતા લોકો સંતોષ પામવા લાગ્યા. આમ ધીમે ધીમે ઉત્સવોની ઉજવણી મર્યાદીત થવા લાગી. હવે તો, વર્ષ દરમિયાન માત્ર 30 થી 40  તહેવારો જ રહ્યાં છે. અને તે પણ આપણે યોગ્ય રીતે ઉજવી શકતા નથી. આજની વ્યસ્ત જીવનમાં ઓફિસના કામ અથવા અન્ય કામોમાં પરોવાયેલા હોવાથી આપણે વર્ષ દરમિયાન માત્ર 8 થી 10 જ તહેવારો સારી રીતે ઉજવી શકીએ છીએ.

આજે તો, તહેવાર એટલે રજાનો દિવસ, બસ આરામથી ઉઠવાવું (બપોરના 12 વાગ્યે). પછી શાંતિથી જમવાનું, અને ઘરે ટીવી અથવા ફિલ્મ જોવા જવાનું ,બસ. પણ પહેલા આવું ન હતું. પહેલાના લોકો એક સ્થાને મેળાવાડો કરતા અને બધા હળીમળીને ઉજવણી કરતા’તા.  લોકો સવારે વહેલા ઉઠી (ચાર વાગ્યે) જતા, ઘર સજાવતા અને ધામધુમથી તહેવાર મનાવતા હતા.

આપણી સંસ્કૃતિમાં લોકોને પાછા લાવવા, ઇશા ફાઉન્ડેશન ચાર મહત્વપૂર્ણ તહેવારોની ભવ્ય ઉજવણી કરે છે: જેમાં પોંગલ (મકરસંક્રાંતિ), મહાશિવરાત્રી , દશેરા અને દિવાળી છે. જો આપણે આપણા તહેવારો નહીં મનાવીએ તો, આગામી પેઢી આ તેહવારો વિશે જાણશે નહી, અને તેઓ જાણશે નહીં તો, આ મહત્ત્વપૂર્ણ તહેવાર કેવી રીતે મનાવશે. તહેવારો ખાવાં-પીવા અને ઊંઘવા માટે નથી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તહેવારોની ઉજવણી પાછળના અનેક કારણો છે. જેનો મુખ્ય અને પ્રમુખ વિચાર માણસમાં ઉત્સાહ અને ઉમંગ બની રહે તે છે.

આપણા તહેવારોનું મહત્ત્વ

મારું માનવું છે કે, જો આપ તહેવારની ઉજવણીમાં સંપૂર્ણપણે સામેલ થશો તો, આપ જીવનમાં ઉત્સાહી અને આનંદી બનતા શીખશો. આજના મોટાભાગના લોકો સાથે એક સમસ્યા છે, તેઓ માને છે કે, કંઈક મહત્વનું કામ તેમની સામે આવે એટલે તેઓ ગંભીર બની જાય છે. પણ આનાથી વિરુદ્ધ તેઓ સ્વીકારે કે, સામે આવેલી બાબત મહત્વની નથી, તો તેઓ શાંત થઇ જશે. જો કે ગંભીર ન હોય તેવી બાબતોમાં આપણે ઉત્સાહ પણ નથી દર્શાવતા. આપને ખ્યાલ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે, “તે ખૂબ જ વ્યસ્ત છે,” તેનો અર્થ તમને ખ્યાલ છે ? મોટાભાગના લોકો આ જ સ્થિતિમાં છે.

મહત્ત્વનું આવે એટલે એક જ વસ્તુ થવાની છે. બાકીની બધી બાબતોની દરગુજર કરવામાં આવશે. કારણ કે, તેઓ અન્ય વસ્તુ માટે ગંભીરતા નથી અનુભવતા. આથી તેઓ રસ અને સમર્પણ બતાવવા પણ અસમર્થ હોય છે. આ એક મુખ્ય સમસ્યા છે. પણ જો તમે તમામ વસ્તુઓને હળવાશથી લો તો, તમારા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ બની રહેશે. આ જ જીવનનું મોટું અને ઊંડું પાસું છે.  જે માટે તહેવારો ઉજવવામાં આવે છે. જો જો આ ચૂકી ન જવાય.

સદગુરુ દરેક ઉત્સવની ઉજવણી પાછળનું મહત્વ અને વિજ્ઞાન સમજાવે છે.

મહાશિવરાત્રી શા માટે આપણે ઉજવીએ છીએ?
મહાશિવરાત્રી, ભારતના તમામ તહેવારોમાં સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે, કારણ કે, આધ્યાત્મિકતાના અનેક માર્ગને સશક્ત કરવાની સંભાવનાઓ પેદા કરે છે.

ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા, જે દક્ષિણાયણ અથવા ગ્રીષ્મસંક્રાંતિ પહેલી પુનમે આવે છે. આ તહેવાર આદિ ગુરુ અથવા પ્રથમ ગુરુ, શિવ અથવા સપ્તત્રુષીઓના યોગ અને તેમના પ્રથમ સાત શિષ્યોની યાદમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

મકરસંક્રાંતિ (ઉત્તરાયણ)નું મહત્ત્વ

પરંપરાગત રીતે લણણી થયા પછી મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. જ્યારે સુર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને દિવસો લાંબા થાય છે.

સદગુરુનો ઉગાદીના તહેવાર પર સંદેશો

ઉગાદીથી તેલુગુ લોકોનું  નવું વર્ષ પ્રારંભ થાય છે, આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ અમુક સમુદાયના લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. સદગુરુ ભારતીય કેલેન્ડરની પ્રકૃતિ સમજાવે છે. કે આ સમયને નવા વર્ષ તરીકે શા માટે પસંદ કરવામાં આવ્યો છે.

મહાલ્યા અમાવસ્યા અથવા પિતૃપક્ષનું મહત્ત્વ

આપણી સંસ્કૃતિમાં મહાઅમાવસ્યા અથવા પિતૃપક્ષ મહત્ત્વ ઘણું છે. આ દિવસે આપણે આપણા પૂર્વજોને માન આપી તેમના પ્રત્યેનું ઋણ અદા કરીએ છીએ. સદગુરુ આ વિધિઓ પાછળનું વિજ્ઞાન સમજાવે છે.

દશેરા – શા માટે આપણે ઉજવીએ છીએ?

ભારતીય પરંપરા પ્રમાણે દશેરા અથવા વિજયાદશમી સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. આ અંગે સદગુરુ સમજાવે છે કે, આ દશ દિવસોમાં દરેક દિવસ ખાસ છે. કેવી રીતે આપણે જીવનમાં સફળતા અને વિજય મેળવી શકીએ. ધર્મનો અર્ધમ પર વિજયનો તહેવાર એટલે વિજયાદશમી.

આયુધા પૂજાનું મહત્ત્વ શું છે?

ભારતીય પરંપરા પ્રમાણે આપણા અસ્ત્ર અને શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. જેને આયુધા પૂજા કહેવામાં આવે છે. આપણા જીવનમાં ભક્તિ અને આદરની ભાવના લાવવા માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે..

દિવાળી – જીવન એક ઉત્સવ છે.

દિવાળી, પ્રકાશનો તહેવાર, નકારાત્મક અંધકારને દૂર કરી સકારાત્મક પ્રકાશ તરફ જવાનો તહેવાર. જીવનનામાં સનાતન પ્રકાશ માટે આ તહેવાર મનાવવામાં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *