Sunday, 22 December, 2024

Bhodi Re Bharvaran Hari Ne Lyrics in Gujarati

130 Views
Share :
Bhodi Re Bharvaran Hari Ne Lyrics in Gujarati

Bhodi Re Bharvaran Hari Ne Lyrics in Gujarati

130 Views

ગિરિવરધારીને ઊપાડી, મટુકડીમાં ઘાલી રે
ભોળી રે ભરવાડણ હરિને
એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને

આ શેરીએ શેરીએ સાદ પાડે છે જી હો જી
કોઈને લેવા મોરારી રે
શેરીએ શેરીએ સાદ પાડે છે જી એ જી
કોઈને લેવા મોરારી રે

નાથ-અનાથનો રે વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે
ભોળી રે ભરવાડણ હરિને
એ ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને

હા વ્રજનારી પૂછે શું છે માંહી
ક્યાં મોરલી મધુરી વાગી રે
વ્રજનારી પૂછે શું છે માંહી જી એ જી
ક્યાં મધુરી મોરલી વાગી રે

મટુકડીને ઉતારી જોતાં
મટુકડી ઉતારી જોતાં, મૂર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને

આ બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા જી હો જી
કૌતુક ઊભા પેખે રે
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા જી એ જી
કૌતુક ઊભા પેખે રે

ચૌદ લોકમાં ન માય તેને
ચૌદ લોકમાં ન માય તેને મટુકડીમાં દેખે રે
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને

આ ભક્તજનોના ભાગ્યે વ્રજમાં જી હો જી
ઓને પ્રગટ્યા અંતરજામી રે
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં જી એ જી
ઓને પ્રગટ્યા અંતરજામી રે

દાસલડાને રે લાડ લડાવે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે
ભોળી રે ભરવાડણ હરિને

ગિરિવરધારીને ઊપાડી, મટુકડીમાં ઘાલી રે
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને
ભોળી રે ભરવાડણ હરિને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *