Friday, 20 September, 2024

ભોળી રે ભરવાડણ

384 Views
Share :
ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ

384 Views

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી રે … ભોળી

શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઇને લેવા મુરારિ રે,
અનાથના નાથને વેચે, આહિરની નારી રે … ભોળી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે;
મટુકી ઉતારી માંહે જોતાં, મૂર્છા સૌને લાગી રે … ભોળી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઉભા પેખે રે;
ચૌદ લોકમાં માય ન તેને મટુકીમાં બેઠા દેખે રે … ભોળી

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે;
દાસલડાંને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે … ભોળી

 – નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *