Chakkardi Bhamardi Lyrics in Gujarati
By-Gujju24-04-2023

Chakkardi Bhamardi Lyrics in Gujarati
By Gujju24-04-2023
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં,
ચકરડીનો રમનાર દેજો રે ભવાનીમાં
ભમરડીનો રમનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં
સાવ રે સોનાનું મારે ઘેર પારણું ભવાનીમાં,
પારણાંનો પોઢ નાર દેજો રે ભવાનીમાં
પારણાંમાં પોઢ નાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં
લીપેલું ગુંથેલું મારૂં આંગણું ભવાનીમાં,
આંગણામાં ખેલનાર દેજો રે ભવાનીમાં
આંગણામાં ખેલનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં
ધોયેલો સોહેલો મારો સાડલો ભવાનીમાં,
ખોળામાં ખુંદનાર દેજો રે ભવાનીમાં
ખોળામાં ખુંદનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં
ગોળ મટોળ મારી રોટલી ભવાનીમાં,
મમ-મમ માંગનાર દેજો રે ભવાનીમાં
મમ-મમ માંગનાર દેજો રે ભવાનીમાં
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝે રે ભવાનીમાં …