Friday, 20 September, 2024

Chapter 01, Verse 31-35

146 Views
Share :
Chapter 01, Verse 31-35

Chapter 01, Verse 31-35

146 Views

निमित्तानि च पश्यामि विपरीतानि केशव ।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ॥१-३१॥

nimittani cha pashyami viparitani keshava
na cha shreyonupashyami hatva swajanamahave.

લક્ષણ દેખાયે મને અમંગલ બધાંયે
સ્વજનોને માર્યે નહીં મંગલ કૈં થાયે.
*
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च ।
किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥१-३२॥

na kankshe vijayam Krishna na cha rajyam sukhani cha
kim no rajyene govinda kim bhogair jivitena va

yesham arthe kankshitam no rajyam bhogah sukhani cha
ta eme avasthita yuddhe pranams tyaktva dhanani cha

જેને માટે રાજ્ય ને વૈભવ સુખ ચહીયે,
પ્રાણ તજી રણમાં ઊભા સુખને છોડી તે.
*
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः ।
मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबन्धिनस्तथा ॥१-३४॥

acharyah pitarah putras tathaiva cha pitamahah
matulaha shvashuraha pautraha shyalaha sambandhinastatha

પિતૃ તેમ આચાર્ય ને પુત્ર, પિતામહ આ,
સસરા મામા પૌત્ર ને સંબધી સઘળા.
*
एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ।
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते ॥१-३५॥

etanna hantum ichhami ghnatopi madhusudana
api trailokya rajayasya hetoho kim nu mahikrite

ત્રિલોક કાજે તે હણે, હણું ન તો યે હું,
પૃથ્વી માટે તો પછી હણું તેમને શું?

Meaning
हे केशव, मुझे सभी लक्षण अमंगल और विपरीत दिखाई दे रहे हैं । हे केशव, मुझे अपने ही स्वजनों को मारने में किसी भी प्रकार का कल्याण दिखाई नहीं देता । हे कृष्ण, मुझे न तो युद्ध में विजय पाने की, ना हि राज्य लाभ तथा अन्य सुखों की कामना है । हे गोविंद, अपने प्रिय जनों की हत्या करके मिलने वाले राज्य से, भोगों से, अरे, उनके मृत्यु पश्चात हमारे जीने से भी क्या लाभ है । जिन के लिये हम ये राज्य, भोग तथा सुख और धन की कामना करते हैं, वे स्वयं युद्धभूमि में अपने प्राणों की बलि चढाने के लिए खडे हैं । मैं यहाँ अपने गुरुजन, पिता, पुत्र, तथा पितामह, मातुल, ससुर, पौत्र, साले आदि संबधी को देख रहा हूँ । हे मधुसूदन, इन्हें हम सारे त्रिभुवन का राज्य के लिये भी नहीं मारना चाहेंगें, तो फिर धरती के कुछ हिस्से के लिये क्यूँ मारेंगे । चाहे ये हमें क्यूँ न मार दें ।
*
હે કેશવ, મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે.  મારા સ્વજન અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું, હે કૃષ્ણ, મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે, ન તો રાજ્યગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે. હે ગોવિંદ, સ્વજનો અને હિતેચ્છુઓને મારીને મળનાર રાજ્ય અને ભોગોને ભોગવીને અમારે શું કરવું છે ? અરે, તેમને હણ્યા પછી અમારા જીવનનો પણ શું અર્થ બાકી રહેશે ? જેને માટે આ વૈભવ, રાજ્ય અને ભોગની કામના અમે કરીએ છીએ તેઓ સ્વયં આ યુદ્ધભૂમિમાં પોતાના પ્રાણોનું બલિદાન આપવા ઊભેલા છે. મારા ગુરુજન, પિતા, પુત્ર, પૌત્રો, શ્વસુર પક્ષના સગાસંબંધીઓ – આ બધાને ત્રિભુવનના રાજ્ય માટે પણ મારવાની કલ્પના હું કરી શકું એમ નથી તો ધરતીના ટુકડા માટે એમને શા માટે મારવા ? ભલેને તેઓ અમને મારી નાખે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *