નાતાલ
By-Gujju18-09-2023
નાતાલ
By Gujju18-09-2023
ભગવાન ઈશુ ના જન્મ વિશે ની વાત કર્યે તો, ખ્રિસ્તી ધર્મ વિશ્વના ઘણા બધા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દીવસ ને નાતાલ અથવા નાતાલદિન તરીકે ઉજવવામાં આવેછે. આ દિવસ ની ઉજવણી ભગવાન ઈશુખ્રિસ્ત ના જન્મ દિવસ ને યાદ કરવામાં તેમજ તેમના કર્યો યાદ કરવામાટે ઉજવાય છે. આ દિવસ ની ઉજવણી 25 ડિસેમ્બર ના રોજ કરવામાં આવે છે. આ પવિત્ર દિવસ ને લોકો અંગ્રેજીમાં ક્રિસમસ અને હિન્દીમાં બડા દિન તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવમાં આવે છે કે આજથી અંદાજે 2000 વર્ષ પહેલા બેથલહેમ સિટી ના નાજરેથ ગામમાં એક સામાન્ય સુથાર પરિવારમાં થયો હતો. અને તે તેના જન્મ સમયે તેમની માતા મરિયમ અને પિતા યુસુફ ભગવાન ઈશુ ના જન્મ માટે આમ તેમ ભટકતા હતા. તેવામાં તેને એક માલ ઢોર બાંધવાની ગમાણમાં આશરો લીધો ત્યાં ભગવાન ઈશુ એ બાળ સ્વરૂપે સાધારણ માણસને ત્યાં મનાવ સ્વરૂપ ધારણ કરી અવતરિયા.
ત્યારની વાત મુજબ એમ કહેવાયું છે કે તે સમયે ભરવાડ લોકો ત્યાં પોતાના ઘેટાં બકરા લઈને રાત્રિના સમયે આરામ માટે આવ્યા હતા. તેજ સમયે ત્યાં ભગવાનનો દેવદૂત પ્રગટ થાં યછે. તેને કહ્યું મરાથી ડરો નહીં હું તમને સંદેશો આપવામાટે આવ્યો છૂકે નાજરેથ ગામમાં ભગવાન ઇસુ નો જન્મ થઈ ચૂક્યો છે. જે સમગ્ર માનવજાતના ઉદ્ધાર કરવા માટે આવ્યાછે આ ધરતી પર. આ સમાચાર સાંભળતાજ રાત્રે ભરવાડ લોકો ત્યથી ઇશું ના દર્શન કરવા દોડિયા આવી અંધારી રાતે તેમની મદદ કરવા એક તારો ખુબજ પ્રકાશીત થયો અને તે ભરવાડ લોકો ના ટોળાં સાથે આગળ વધ્યો અને ભગવાન ઈશુ નો જ્યાં જન્મ થયો હતો ત્યાં અટકી ગાયો. ત્યાં જોયું તો ચારે કોર ખુબજ પ્રકાશ ફ્લાયેલો હતો.
આમ તારાના સાથસહકારથી લોકો ત્યાં પહોચીયા તેથી આ તારા નુપણ ખુબજ મહત્વ ખ્રિસ્તી ધર્મમાં ગણવામાં આવે છે. આમ બાળ ઈશુ નો શુંભ સંદેશો આપવા માટે તેમજ વધામણી આપવામાટે ઘરે ઘરે જાય છે અને ગીતો ગાય છે તેમજ શુભેચ્છા પાઠવેછે. તેમજ પ્રેમ આનંદ અને લાગણી નો સંદેશો આપે છે. આવા માનવ આપની વચ્ચે અવતરિયા છે. તેમનું સ્વાગત કરે છે. આવીરીતે આનંદથી આ શુભ તહેવાર ધામ ધૂમ થી ઉજવે છે.
આમ આ તહેવાર આનંદ અને પરમ સુખ આપનારો તહેવાર છે. ખ્રિસ્તીનો આ મોટામાં મોટો તહેવાર તહેવારછે. આ દિવશે ખ્રિસ્તીઓ ચર્ચ માં જયછે અને ભગવાન ઈશુ ને ખાસ પ્રાર્થના કરે છે. ખ્રિસ્તી ધર્મના લોકો આદિવશે ઘર, શેરી, મહોલ્લા અને ચર્ચ ને રંગ રોગાન થી સજાવે છે. તેમજ આ દિવશે નાતાલ નું વૃક્ષ બનાવે છે. આ કૃત્રિમ વૃક્ષ ને સુશોભિત કરેછે. જેમાં તેના પર તારાઓ, ફૂલો, ફુગ્ગાઓ, રમકડાં અને રંગબેરંગી રીબીનથી શણગારવામાં આવે છે.શાંતાકલોજ એ બાળકોના મિત્રનું પ્રતિક છે. તે ઘરમાં આવે છે અને બધા બાળકોને ભેટો આપે છે. આવીરીતે ગીતગાઈ , નૃત્ય કરી એકબીજાને મળવાથી નાતાલની ઉજવણી કરવામાં આવે છે. આમ આ દિવશે લોકો તેમના મિત્રો તથા સગા વ્હાલને “મેરી ક્રિસમસ ” કહીને ઉજવેછે.
આમ આ તહેવાર માં બનાવવામાં આવતું ક્રિસમસ ટ્રી (નાતાલ નું વૃક્ષ ) 121 ફૂટનું 1950 માં ગ્રીનીશ વલ્ડ રેકર્ડ મુજબ વોશીંગટનના ઉતાર ગેટ શોપિંગ સેન્ટર માં દર્શાવવામાં આવ્યું હતું.
- 1962 માં યુનાઇટેડ સ્ટેટસ માં પ્રથમ વખત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
- 1882 માં એડવર્ડ જહોનશન દ્વારા ક્રિસમસ લાઇટની શોધ કરવામાં આવી હતી.
ભગવાન ઈશુના જન્મ ની યાદ…
ભગવાન ઈશુ ખ્રિસ્તી નો જન્મ નાજરેથ ગામમાં તેનીમાતા કૂવારી હતી ત્યારે થયો હતો તેવું બતાવેલ છે. તેમની માતા મારિયા(મેરી) નો સબંધ એક બેથલહેમ ગામના યોસેફ નામના તરુણ સાથે થયું હતું. સમય જતાં યોસેફ પણ ધંધામાટે મારિયા ના ગામમાં રહેવા ગયો હતો. તે સમયે હજુ તેમના વિધિસર લગ્ન થાય તે પહેલા જ ભગવાન ઈશુ નો જન્મ થયચુક્યો હતો. આથી મારિયા “કુમારી માતા મેરી” તરીકે ઓળખાય છે. પછી ભગવાન ઈશુ ની તેના ગામમાં જન્મનોંધણી થાય માટે તેઓ પોતાના એએમ બેથલહેમ પરત આવ્યા. અને ત્યાં 24/25 નાતાલ ની મધ્ય રાત્રીએ થયેલો મનાય છે.
જેમ હિન્દુ ધર્મ માં ભગવાન શ્રી ક્રુષ્ણ વિષે પૌરાણિક કથા છે. તેમ ભગવાન ઈશુ વિશે પણ આવીજ પૌરાણિક કથા છે. હેરોદને તેના જોષી એ કહ્યું કે તારા નાશ માટે તારો શત્રુ બેથલહેમ માં જન્મી ચૂક્યો છે. જે જાણ થતાં હેરોદે બેથલહેમ માં 2 વર્ષ ના તમામ બાળકોને મારી નાખ્યા આ સમયે યોસેફ પોતાના બાળકને લઈને હેરોદ ખબર ના પડે તેમ પાછો નાજરેથ નાસી ગયો. આ સમય ના 12 વર્ષ ના સમય ગાળાનો ભગવાન ઈશુ નો કોઈ ઈતિહાશ ની માહિતી મળતી નથી.
આમ બાર વર્ષબાદ યુસુફ અને મારિયા પોતાના પરિવાર સાથે પાછા પોતાના વતનમાં આવ્યા. અહિયાં આવ્યા બાદ જાણવા મળિયુ કે ઈશુ સાથે નથી. તેમના પિતા એ એકદિવશ રાહ જોયા બાદ તેઓ યરૂસાલેમ પાછા ગયા ત્યાં ભગવાન ઈશુ એકમંદિર માં શાસ્ત્રી સાથે ધર્મની ચર્ચા કરતાં હતા. ત્યાં મરિયાએ અને યુસુફે ઠપકો આપ્યો ને પોતાની સાથે પાછા ઘરે લાવ્યા. આમ લગભગ 18 વર્ષ સુધી ની ઉમર ની કોઈ હકીકત નોંધાયેલ નથી.
આવા આપણાં ભગવાન ઈશુ એ 30 વર્ષ ની ઉમર સુધી આધ્યાત્મિક ચિંતન કર્યું હોય તેવું માનવમાં આવે છે. અને 30 વર્ષની ઉમરે યોહાનને હાથે દિક્ષા લીધી તેવો ઉલ્લેખ્છે. ત્યાર બાદ તેઓએ 40 દિવશ એક પહાડમાં રહી સાધના કરી. અને ધર્મ તત્વનો બોધલીધો અને સિદ્ધિ પ્રાપ્ત કરી આમ તેને પોતાનું જીવન જગતના હિત માટેના કર્યો કરવામાં અર્પણ કર્યું. વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે
જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં આ તહેવાર ખૂબ જ લોકપ્રિય થયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટ અને નાતાલ નાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે.
આમ નાતાલ વિશ્વમાં ઘણા દેશો ધામ ધૂમ થી આ તહેવારની ઉજવણી કરે છે.