Wednesday, 25 December, 2024

ક્રિસમસ ટ્રી નો ઈતિહાસ

231 Views
Share :
ક્રિસમસ ટ્રી નો ઈતિહાસ

ક્રિસમસ ટ્રી નો ઈતિહાસ

231 Views

૧૯૪૭થી દરવર્ષે નોર્વેના ઓસ્લો શહેરના નાગરિકો દ્વારા ક્રિસમસ ટ્રીની ભેટ ઈંગ્લેન્ડના વેસ્ટમિનિસ્ટરને આપવામાં આવે છે. ભેટ આપવાનું મુખ્ય કારણ બીજા વિશ્ર્વયુદ્ધ સમયની કટોકટી વખતે બ્રિટનની સરકાર દ્વારા નોર્વેના નાગરિકોને મદદ કરવામાં આવી હતી. સમયસર મળેલી મદદની કૃતજ્ઞતા સ્વરૂપે દરવર્ષે ક્રિસમસ ટ્રીને ભેટ સ્વરૂપે મોકલવામાં આવે છે.

૧૯૯૩માં રૉકફેલર સેન્ટર ખાતે પારંપારિક નાતાલ વૃક્ષને મૂકવામાં આવ્યું છે. જેની ઉપર સ્વારોસ્કીના હીરાથી તેને સજાવવામાં આવતું હતું. ૨૦૦૭ની સાલથી સોલાર એનર્જીથી ચાલતી ૩૦ હજાર એલઈડી બલ્બ તેમાં ગોઠવવામાં આવે છે.

દુનિયાનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી બ્રાઝિલના ‘રીઓ ડી જાનેરો’માં બનાવવામાં આવ્યું છે. ૮૫ મીટરની લંબાઈ ધરાવતા આ વૃક્ષમાં થતી રંગબેરંગી લાઈટિંગ જોવા લાખો લોકો ઊમટે છે. નાતાલ વૃક્ષની લાઈટો જોવાનું આકર્ષણ આ શહેરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. આ વર્ષ માટેનો વિષય છે ‘ક્રિસમસ ઓફ લાઈટિંગ’

જેમાં વીજળીની શોધથી શરૂઆત કરીને ધીમેધીમે તારાના પ્રકાશની વિગતોની જાણકારીથી તેનું સમાપન કરવામાં આવશે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાની જગ્યા સૌથી ઊંચા વૃક્ષ તરીકે બનાવી છે.૧૮૭૭-૧૯૩૩ માછલી પકડવા માટેના મોટા વહાણમાં શિકાગોથી મિશીગનમાં ‘સ્પર ટ્રી’નું વેચાણ કરવામાં આવતું.

નાતાલ વૃક્ષને પરિપકવ થતાં છ થી આઠ વર્ષ લાગે છે. સૌથી વધુ વેચાતા ક્રિસમસ ટ્રીમાં સ્કૉચ પાઈન, ડગ્લાસ ફર, ફ્રેઝર ફર, બાલ્સમ ફર, તથા સફેદ પાઈન વૃક્ષોનો સમાવેશ થાય છે. વૃક્ષનો જીવનકાળ ૮૦થી ૧૦૦ વર્ષનો જોવા મળે છે. ૧૮૯૦ની સાલથી ક્રિસમસમાં સજાવટ માટે મળતાં ઘરેણાં જર્મનીથી આવતાં. જ્યારે ક્રિસમસ ટ્રીનો ક્રેઝ અમેરિકનોમાં વધુ જોવા મળતો. જર્મનીમાં વૃક્ષની લંબાઈ ત્રણથી ચાર ફૂટની જોવા મળતી. જ્યારે અમેરિકામાં ઘરની છત સુધી પહોંચે તેવા મોટાં નાતાલ વૃક્ષ જોવાં મળતાં.

ક્રિસમસ ટ્રી હવાઈ અને અલાસ્કા સહિત હવે વિશ્ર્વના બધા જ દેશોમાં ઉગાડવામાં આવે છે. એક લાખથી પણ વધુ લોકોને આ વૃક્ષ રોજગારી પૂરી પાડે છે. ૯૦ટકાથી પણ વધુ વૃક્ષો ખેતરમાં ઉગાડવામાં આવે છે.ક્રિસમસની ઉજવણી ભારતમાં પણ મોટા પાયે કરવામાં આવે છે. દક્ષિણનાં રાજ્યોમાં કેળા અને કેરીના વૃક્ષને સજાવાતા હોય છે. ગોવામાં ૨૬ ટકા છે. મુંબઈમાં ખ્રિસ્તી પ્રજા સૌથી વધુ જોવા મળે છે. મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ, અને મિઝોરમમાં ખ્રિસ્તી પ્રજા વધુ જોવા મળે છે. ગોવામાં ક્રિસમસની ઉજવણી કરવા દેશવિદેશથી પ્રવાસીઓ આવે છે. હવે કૃત્રિમ ક્રિસમસ ટ્રી બજારમાં મળતા થયાં છે. ડ્રોઈંગરૂમમાં સજાવીને તેને રાખવામાં મુલાકાતીઓને વધાવવા રંગબેરંગી લાઈટો અને વિવિધ ચોકલેટ અને ઘરેણાથી સજાવવામાં આવે છે. જે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી રાખવામાં આવે છે.

વર્ષભર લીલું છમ રહેતું ક્રિસમસ ટ્રી જીવનનું પ્રતીક ગણાય છે. માનવીના જીવનને ટકાવી રાખવા ફળફૂલ અને વૃક્ષો મહત્ત્વનો ભાગ ભજવે છે. બરફની ચાદર ધરતીએ ઓઢી લીધી હોય તેમ છતાં નાતાલ વૃક્ષ ઉપરથી બરફ ખરી પડે છે. આમ ખ્રિસ્તી ધર્મનો મહત્ત્વનો તહેવાર ગણાતા નાતાલમાં ક્રિસમસ ટ્રી પ્રાણ પૂરે છે.માનવજાતિના મસીહા કહેવાતા ઈશુનો જન્મદિવસ એટલે ક્રિસમસ. ક્રિસમસની ઊજવણી દુનિયાભરમાં વૈભવીઠાઠ-માઠથી કરવામાં આવે છે. પશ્ર્ચિમી દેશોના ઉત્સવ તરીકે ખ્યાતિ મેળવેલ આ ઉત્સવે, ભારતીયોમાં પણ ગજબનું આકર્ષણ પેદા ર્ક્યું છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં ક્રિસમસની ઉજવણી નિહાળો તો આપ કદાચ ભૂલી જાવ કે આપ વિદેશમાં છો કે ભારતમાં!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *