Sunday, 23 February, 2025

દલડા દુભ્યા દલ ની રોણી Lyrics in Gujarati

2548 Views
Share :
Dalada Dubhya Dal Ni Rani

દલડા દુભ્યા દલ ની રોણી Lyrics in Gujarati

2548 Views

એ દિલ થી દિલ નો તોડી નાતો
અને છોડ્યો મારો સંગાથ
કોને જઈને કહેવી આ દિલ ની વાત
હે મારી જાનુડી નીકળી દગાબાજ
કે કોને કોને જઈને કરું હું ફરિયાદ
હે મારી જાનુડી નીકળી દગાબાજ

હે દલડા દુભ્યા દલ ની રાણી
હે દલડા દુભ્યા દલ ની રાણી
દલડા દુભ્યા દલ ની રાણી
છૂટ્યો તારો સાથ અરે કઈ દે કઈ દે શું હતો મારો વાંક

હે મારી ઓંખ માં જોને ઓંહુઁ આયા
ઓંખ માં જોને ઓંહુઁ આયા
જોયા ચોમહાર હે કઈ દે કઈ દે શું હતો મારો વાંક

એ મારા જીવથી વધારે મેં તો તને રાખ્યું
દલ ની દગાળી મન માં પાપ કેવું રાખ્યું

પછી આ દલ ને ચ્યોંય ચેન ના પડે દલ ને ચ્યોંય ચેન ના પડે
માથે કાળી રાત બોલી જાવ બોલી જાવ શું હતો મારો વાંક
કઈ દે કઈ દે શું હતો મારો વાંક

હો જા રે જા ઓ દગાળી તને આવી નતી ધારી
કુણા મારા કાળજા તું તો ગઈ છું રે બાળી

હા હા મને છોડીને તું તો થઇ સુ બીજાને વાલી
મારા આ દિલ ને દર્દ તૂ તો ઘણા આલી

હો તારું કીધેલું શું અમે નતા કરતા
તારા ઈશારે અમે જીવ હતા ધરાતા

એ હૈયે હાથ મેલી ચમ હૈયા બાળ્યા હાથ મેલી ચમ હૈયા બાળ્યા
કાળજું બની ને રાખ એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક
બોલી જાવ બોલી જાવ ચમ રાખ્યું મન માં પાપ

હો તારી વાહે ઘણું બધું અમે તો ખોઈ બેઠા
તું થઇ બીજાની અમે તો જોયી રહ્યા
હો હો સુ મળ્યું તને ગોજારી મારી હારે દગો કરી
સમણાં સતાવશે તારા મયલા ના ધોળા દાડે

હો મારુ દઝાડ્યું દલ તે તારું પણ દાજસે
આજે નઈ તો કાલે તારું પાપ પોકારશે

અરે મારા મનડાં મુંજયા મન ની રોણી મનડાં મુંજયા મન ની રોણી
છૂટ્યો તારો સાથ હા કઈ દે કઈ દે શું હતો મારો વાંક

હે બોલી જાવ બોલી જાવ ચમ છોડ્યો મારો સાથ
હા લાગ સે લાગ સે મારા ઓતરડા ની હાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *