દશામાં આરતી | Dashama Aarti Gujarati Lyrics
By-Gujju18-08-2023
454 Views
દશામાં આરતી | Dashama Aarti Gujarati Lyrics
By Gujju18-08-2023
454 Views
દિવડા ઝગમગ ઝગમગ થાય
આરતી દશામાની થાય
દિવડા ઝગમગ ઝગમગ થાય
માંડી અમે લાવ્યા છે સાઢણીની જોડ
માંડી તમે બેસો તો આનંદ થાય
દિવડા ઝગમગ ઝગમગ થાય
માંડી અમે લાવ્યા છે ચુંદડી ની જોડ
માંડી તમે ઓઢો તો આનંદ થાય
દિવડા ઝગમગ ઝગમગ થાય
માંડી અમે લાવ્યા છે સોળે શણગાર
માંડી તમે પહેરોતો આનંદ થાય
દિવડા ઝગમગ ઝગમગ થાય
માંડી અમે લાવ્યા છે પૂજાનો થાળ
માંડી તમને ચડાવતા આનંદ થાય
માંડી અમે લાવ્યા છે ચુરમાના થાળ
માંડી તમે જમોતો આનંદ થાય
દિવડા ઝગમગ ઝગમગ થાય
માંડી અમે લાવ્યા છે જેમના નીર
માંડી તમે આચમન કરો તો આનંદ થાય
દિવડા ઝગમગ ઝગમગ થાય
માંડી અમે લાવ્યા છે બીડલાના પાન
માંડી તમે મુખવાસ કરો તો આનંદ થાય
દિવડા ઝગમગ ઝગમગ થાય
માંડી તારા ભક્તો આરતી ગાય
માંડી તમે દશૅન આપો તો આનંદ થાય
દિવડા ઝગમગ ઝગમગ થાય