Friday, 10 January, 2025

Deevaar Lyrics in Gujarati

118 Views
Share :
Deevaar Lyrics in Gujarati

Deevaar Lyrics in Gujarati

118 Views

પ્રેમ વિજોગણ હું તારી છું
ને રેહશુ સદાયે સંગાથ
દુનિયા કરી લે સિતમ હજારો
નહિ છૂટે તારો મારો સાથ
નહિ છૂટે તારો મારો સાથ

કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ
હે કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો પડ ઓ ભગવાન
હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો તો પડ ભગવાન

હો પ્રેમ અમારો હતો નિર્દોષ પ્રેમી જેવો
ગમ્યો ના આ સંસાર ને
પ્રેમી ઓ ના રસ્તા માં કાંટા પાથરી ને
શું મળશે એમને, શું મળશે એમને..

હે તોયે જુદા કરવા ઝુલમ એ કરે
જોવા ભૂલો પડ ઓ ભગવાન
હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો ઓ પડ ભગવાન
જોવા ભૂલો તો પડ ભગવાન

હો જીવીશું સાથે મરીશું સાથે
ડરશું ના અમે કોઈ ની રે વાતે
હો ઓ છોડીશું ના અમે તારો સાથ
ભલે ને આવે માથે મોત ની રે ઘાત

હો દુનિયા કરે ભલે સિતમ હજારો
છોડીશું ના પ્રેમ નું મૈદાન
ઝુલ્મી દુનિયા ને બતાવી દઈશું
ભલે ને દેવા પડે પ્રાણ
ભલે દેવા પડે પ્રેમ માં રે પ્રાણ

હે નોતો ખોટો અમારો આ પ્યાર
જોવા ભૂલો પડ ઓ ભગવાન
હા કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો પડ ઓ ભગવાન
જોવા ભૂલો પડ તો ભગવાન

હો એકબીજા માટે જીવ દઈ દઈશું
જીવતા જીવે કદી જુદા ના થઈશું
હો ઓ પ્રેમ ને અમર કરી રે દઈશું
ભલે ને દુનિયા થી જતા રે રઈશુ

હો ખોડિયા જુદા પણ જીવ જેના એક છે
જીવ ના ટુકડા ના થાય
કર્મે લાખણાં જેને મળવાના લેખ છે
જુદા કરનારા થાકી જાય
એને જુદા કરનારા થાકી જાય

હે પ્રેમ પ્રેમ માં ખેર રે હોય
જોવા ભૂલો પડ ઓ ભગવાન
હા કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલ પડ ઓ ભગવાન
હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ
જોવા ભૂલો પડ ઓ ભગવાન

જોવા ભૂલો પડ ઓ ભગવાન
જોવા ભૂલો પડ તો ભગવાન
જોવા ભૂલો પડ તો ભગવાન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *