Sunday, 22 December, 2024

ધૂળેટી નિબંધ

348 Views
Share :
ધૂળેટી નિબંધ

ધૂળેટી નિબંધ

348 Views

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. 

જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

અમુક સ્થાનો જેમ કે મધ્યપ્રદેશ ના માલવા ના અંચલ માં હોળી ના પાંચમા દિવસે રંગપંચમી બનાવવા માં આવે છે, જે મુખ્ય હોળી થી પણ વધારે ઉત્સાહ થી રમવા માં આવે છે. આ પર્વ સૌથી વધારે ધુમધામ થી બ્રજ ક્ષેત્ર માં ઉજવવા માં આવે છે. ખાસ કરીને બરસાના ની લઠ્ઠમાર હોળી ઘણી મશહુર છે. મથુરા અને વૃંદાવન માં પણ પંદર દિવસ સુધી હોળી ની ધૂમ રહે છે. હરિયાણા માં ભાભી દ્વારા દેવર ને હેરાન કરવા ની પરંપરા છે. 

મહારાષ્ટ્ર માં પંચમી ના દિવસે સૂકા ગુલાલ થી રમવા ની પરંપરા છે. દક્ષિણ ગુજરાત માં આદિવાસીઓ માટે હોળી સૌથી મોટું પર્વ છે. છત્તીસગઢ માં લોકગીતો નો ઘણો પ્રચલન છે અને માલવાંચલ માં ભગોરીયા ઉજવવા માં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *