દિવાળી 5 દિવસનો તહેવાર શું છે
By-Gujju11-10-2023
દિવાળી 5 દિવસનો તહેવાર શું છે
By Gujju11-10-2023
દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વવાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિન પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે. દરરોજનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ પાંચ દિવસીય જગમગાતા તહેવારની વિશેષતાઓ..
પહેલો દિવસ
પહેલા દિવસને ધનતેરસ કહે છે દિવાળી મહોત્સવની શરૂઆત ધનતેરસથી થયા છે. તેને ધન ત્રયોદશી પણ કહે છે. ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજ, ધનના દેવતા કુબેર અને આયુર્વેદાચાર્ય ધન્વંતરિની પૂજાનુ મહત્વ છે. આ દિવસે સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરિ અમૃત કળશની સાથે પ્રગટ થયા હતા અને તેમની સાથે આભૂષણ અને બહુમૂલ્ય રત્નો પણ સમુદ્ર મંથન દ્વારા પ્રાપ્ત થયા હતા. ત્યારથી આ દિવસનુ નામ ‘ધનતેરસ’ પડ્યુ, અને આ દિવસે વાસણ, ધાતુ અને ઘરેણા ખરીદવાની પરંપરા શરૂ થઈ.
બીજો દિવસ
બીજા દિવસને નરક ચતુર્દર્શી, રૂપચૌદશ અને કાળીચૌદસ કહે છે. આ દિવસે નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રીકૃષ્ણએ 16100 કન્યાઓને કેદમાંથી મુક્ત કરીને તેમને સન્માન આપ્યુ હતુ. આ જ ઉપલક્ષ્યમાં આ દિવસે અસંખ્ય દિવાઓ પ્રગટાવવામાં આવે છે. આ દિવસને લઈને માન્યતા છે કે આ દિવસે સૂર્યોદય પહેલા ઉબટન લગાવીને સ્નાન કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આ દિવસ સાથે વધુ એક માન્યતા જોડાયેલી છે, જેના મુજબ આ દિવસે ઉબટન લગાવીને સ્નાન કરવાથી રૂપ અને સૌદર્યમાં વૃદ્ધિ થાય છે.
ત્રીજો દિવસ
ત્રીજા દિવસને દિવાળી કહે છે આ જ મુખ્ય પર્વ હોય છે. દિવાળીનો તહેવાર વિશેષ રૂપે મા લક્ષ્મીની પૂજા કરવાનો પર્વ હોય છે. કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્ર મંથન દ્વારા માતા લક્ષ્મી પ્રગટ થયા હતા. જેમને ધન, વૈભવ, એશ્વર્ય અને સુખ-સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. તેથી આ દિવસે માતા લક્ષ્મીના સ્વાગત માટે દીવા પ્રગટાવવામાં આવે છે. જેથી અમાસની રાતના અંધારામાં દિવાઓથી વાતાવરણ પ્રકાશિત થઈ જાય.
આ દિવસે ભગવાન રામચંદ્રજી માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ સમાપ્ત કરીને ઘરે પરત ફર્યા હતા. શ્રીરામના સ્વાગત માટે અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે દીપ પ્રગટાવ્યા હતા અને આખી નગરીને દિવાઓની હારમાળાઓથી ઝગમગ કરી હતી. ત્યારથી જ દિવાળીના દિવસે દિવા પ્રગટાવવાની પરંપરા છે. 5 દિવસીય આ તહેવારનો મુખ્ય દિવસ લક્ષ્મીપૂજન અથવા દિવાળી હોય છે.
ચોથુ દિવસ
ચોથો દિવસ કાર્તિક શુક્લ પડવાને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. તેને પડવો કે પ્રતિપદા પણ કહેવાય છે. આ દિવસને લઈને માન્યતા છે કે ત્રેતાયુગમાં જ્યારે ઈન્દ્રદેવએ ગોકુલવાસીઓથી ગુસ્સે થઈ મૂસળધાર વરસાદ શરૂ કરી હતી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમના નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડીને ગામડાના લોકોને ગોવર્ધનની નીચે સુરક્ષિત કર્યો. ત્યારથી આ દિવસને ગોવર્ધન પૂજનની પરંપરા પણ ચાલી રહી છે.
પાંચમો દિવસ
આ યમ દ્વિતીયા કે ભાઈબીજના નામે પણ ઓળખાય છે. દિવાળી તહેવારનો આખરે દિવસ હોય છે. ભાઈ બીજનો તહેવાર ભાઈ-બેનના સંબંધને ગાઢ બનાવવા અને ભાઈની લાંબી ઉમ્ર માટે ઉજવાય છે. રક્ષા બંધનના દિવસે ભાઈ તેમની બેનને ઘરે બોલાવે છે. પણ આ દિવસે બેન ભાઈને પોતાના ઘરે ભોજન કરાવીને ચાંદલો કરે છે અને તેમની લાંબી ઉમ્રની કામના કરે છે.