દિવાળીના ઉત્સવ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ
By-Gujju11-10-2023
દિવાળીના ઉત્સવ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ
By Gujju11-10-2023
દિવાળી (Diwali) નો તહેવાર વર્ષોથી દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારના મહત્વની સાથે તેનો ઇતિહાસ પણ છે. દિવાળીના દિવસે શ્રીરામ ફક્ત અયોધ્યા પરત ફર્યા ન હતા, પરંતુ આ દિવસે માતા દુર્ગાએ કાલીનું સ્વરૂપ લીધું હતું, ભગવાન મહાવીરે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. દિવાળીના દિવસે, પાંડવો તેમના દેશનિકાલ અને અજ્ઞાતવાસથી પાછા ફર્યા હતા….
લક્ષ્મી દિવાળીના દિવસે પ્રગટ થયા હતા
કારતક મહિનામાં અમાસના દિવસે ક્ષીર સાગર માંથી દેવી લક્ષ્મીજી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આથી લોકો આ દિવસે ઘરોને શણગારે છે અને માતા લક્ષ્મીનું સ્વાગત અને પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી-વિષ્ણુનાં લગ્ન પણ દિવાળીની રાતે થયાં હતા.
શ્રીરામના પરત આવતાં દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રામાયણ સાથે સંકળાયેલા કથાઓ અનુસાર, ત્રેતાયુગમાં કારતક મહિનાના અમાસના દિવસે ભગવાન શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ ગાળ્યા બાદ અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગત માટે દીપ પ્રગટાવી મીઠાઇનું વિતરણ કર્યુ હતું. શ્રીરામના પરત આવવાનાં પ્રસંગે દર વર્ષે દીવડાઓ પ્રગટાવી અને મીઠાઇ વહેંચીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
ગોવર્ધન પૂજા: ઇન્દ્રનો ઘમંડ તૂટયો
ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રની જગ્યાએ ગોવર્ધન પાર્વત (એટલે કે પ્રકૃતિ) ની ઉપાસના શરૂ કરતાં રોષે ભરાયેલા, ઇન્દ્રએ એટલો વરસાદ વરસાવ્યો કે વિનાશ થયો. શ્રી કૃષ્ણએ ત્યારબાદ ઇન્દ્રનું અભિમાન તોડવા માટે ગોવર્ધન પર્વતને આંગળી પર ઉંચકીને ગોકુળવાસીઓની રક્ષા કરી. ત્યારથી, કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદાને ગોવર્ધન પૂજનની પ્રથા મળી.
યમુનાને મળ્યું હતું વરદાન
માન્યતાઓ અનુસાર, યમુના ઘણી વાર તેના ભાઈ યમરાજને ઘરે આવવાની અને જમવાની વિનંતી કરે છે, પરંતુ યમરાજ આવી શકતા ન હતા. એકવાર, કારતક શુક્લ પક્ષના બીજા દિવસે, યમરાજ તેના ઘરે પહોંચ્યા, યમુનાએ યમરાજ પાસેથી વચન માંગ્યું કે તે દર વર્ષે આ દિવસે તેના ઘરે આવશે. આ કથા પરથી ભાઈબીજના તહેવારની આ પરંપરા માનવામાં આવે છે.
યમરાજે નચિકેતાને જ્ઞાન આપ્યું
કઠોપનિષદ મુજબ પિતા ઉદ્ધલ ઋષિએ નચિકેતાને યમરાજને દાન આપવાનું કહ્યું હતું. પિતાની આજ્ઞા પાળવા માટે નચિકેતા કારતક મહિનાની અમાસના દિવસે યમલોકમાં પહોંચ્યા, પરંતુ ત્યાં યમરાજ ન મળી શક્યાં, તો નચિકેતાએ ત્યાં રોકાઈ યમરાજના આગમનની રાહ જોવા લાગ્યા… આ જોઈને યમ ખુશ થયા અને ત્રણ વરદાન માંગવા કહ્યું. નચિકેતાએ તેના પિતાનો સ્નેહ, અગ્નિવિદ્યા અને મૃત્યુના રહસ્ય અંગેનું જ્ઞાન માંગ્યું…
માંએ ધર્યું મહાકાળીનું રૂપ
એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાએ દીપાવલીના દિવસે મહાકાળીનું સ્વરૂપ લીધું હતું. રાક્ષસોનો નાશ કરતી વખતે, તે દેવતાઓનો વિનાશ કરવા લાગી. ત્યારે મહાદેવ મહાકાળી સમક્ષ સૂઈ ગયા. ગુસ્સામાં શિવજીની છાતી ઉપર ચઢતાની સાથે જ તેમનો ગુસ્સો શમી ગયો. એટલા માટે જ દિપાવલી પર કાલી પૂજા પણ કરવામાં આવે છે.
વિષ્ણુ બન્યા હતા રાજા બલીના દ્વારપાળ
રાક્ષસોનો રાજા બલી દાનવીર હતો. તેનું રાજ્ય દયા, દાન, અહિંસા, સત્યથી ભરેલું હતું. આવા રાજ્યની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ રાજાના દ્વારપાળ તરીકેનું કાર્ય સ્વીકાર્યું. કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે, તેણે રાજાની ધર્મનિષ્ઠ સ્મૃતિને જાળવવા માટે ત્રણ દિવસ અહોરાત્રી ઉત્સવનું યોજવાનું નક્કી કર્યું. આ તહેવાર દીપમાલિકા તરીકે પ્રખ્યાત છે…
શ્રી રામ-સીતાના વ્રત સાથે જોડાયેલી છે છઠ પૂજા
દિવાળી સાથે સંકળાયેલ સૂર્યની ઉપાસનાનો મહાપર્વ ‘છઠ’ પણ શ્રી રામ સાથે સંકળાયેલ છે. એક માન્યતા અનુસાર ભગવાન રામ અને માતા સીતાએ રાવણ દહન પછી કારતક શુક્લ ષષ્ટિ પર વ્રત કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરી હતી. બીજા દિવસે એટલે કે સપ્તમીએ ઉગતા સૂર્યની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી… આ છઠપૂજા ભારતમાં ઉત્તરપ્રદેશ, ઝારખંડ, નેપાળ, બિહાર અને ઘણા વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવે છે.
મહાવીરે મોક્ષ પ્રાપ્ત કર્યો.
જૈન ધર્મ દિવાળીને ભગવાન મહાવીરના મુક્તિ દિવસ તરીકે ઉજવે છે. એવું માનવામાં આવે છે કે મહાવીરે કારતક મહિનાની અમાસના દિવસે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આમ, બૌદ્ધ ધર્મના લોકો સમ્રાટ અશોક દ્વારા બૌદ્ધ ધર્મ અપનાવવાની ઉજવણીમાં આ દિવસે દિવાળી ઉજવે છે. આ તહેવારને બૌદ્ધ ધર્મમાં અશોક વિજયાદશમી પણ કહેવામાં આવે છે અને આ તહેવાર મઠોની સજાવટ કરીને અને પ્રાર્થના કરીને ઉજવવામાં આવે છે…
હરગોવિંદ સાહેબને મુક્ત કરાયા
શિખોના ત્રીજા ગુરુ અમરદાસજીએ “લાલ પત્ર દિવસ” તરીકે દિવાળીની ઉજવણી કરી હતી. 1577 માં આ દિવસે અમૃતસરના હરિમંદિર સાહિબનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 1619 માં આ દિવસે, શિખોના છઠ્ઠા ગુરુ, હરગોવિંદને ગ્વાલિયરમાં જહાંગીરની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેના સ્મરણાર્થે શીખ લોકો દિવાળીને બંદી-છોડ દિવસ તરીકે ઉજવે છે.
પાંડવો દિવાળી પર પરત ફર્યા
મહાભારત મુજબ, જ્યારે ચોસર કૌરવો અને પાંડવો વચ્ચે રમાયો, ત્યારે પાંડવોએ તેમાં બધું ગુમાવ્યું. પછી પાંડવોને દેશનિકાલ અને અજ્ઞાતવાસ માંથી પસાર થવું પડ્યું. પાંડવો દિવાળીના દિવસે દેશનિકાલ અને વનવાસનો સમયગાળો પૂરો થયા પછી જ પાછા ફર્યા. તેમના પરત ફરવાની ખુશીમાં, નગરજનોએ દીપ પ્રગટાવી ઉત્સવની ઉજવણી કરી હતી એવી માન્યતા છે.
ક્યાંક સંખ વગાડવું, ક્યાંક ઝાડુ દાન કરવાની પ્રથા
દીપાવલી પર, માતા લક્ષ્મીને બ્રહ્મમુહુર્તમાં શંખ વગાડીને ઘણા રાજ્યોમાં પ્રાર્થના કરવામાં આવે છે. ઘણી જગ્યાએ લાકડાઓનો હુક્કો બનાવવામાં આવે છે, તેને સળગાવ્યા પછી આખા ઘરમાં ફેરવવામાં આવે છે અને છત પર ફેંકી દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરી દે છે. દીપાવલી પર મંદિરોમાં નવા ઝાડુ દાન કરવાની પરંપરા દેશના ઘણા વિસ્તારોમાં પણ છે.