Sunday, 22 December, 2024

ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની Recipe

138 Views
Share :
ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની Recipe

ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની Recipe

138 Views

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત – Dungri tameta ni sandwich banavani rit શીખીશું, આ સેન્ડવીચ ખૂબ ઝડપથી ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે ને નાના મોટા બધા ને પસંદ આવતી હોય છે. આ સેન્ડવીચ કોઈ સેન્ડવીચ મશીન વગર ખૂબ જ ક્રિસ્પી બનાવતા શીખીશું જે ખૂબ લાંબો સમય સુંધી રહેશે. તો ચાલો જાણીએ Dungri tameta ni sandwich recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ડુંગળી ટામેટા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ 2-4
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • મરી પાઉડર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • માખણ જરૂર મુજબ
  • ચીઝ સ્લાઈસ / ચીઝ ક્યૂબ જરૂર મુજબ
  • ઓરેગાનો જરૂર મુજબ

ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત

ડુંગળી ટામેટા સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ બ્રેડ ની સ્લાઈસ ને તવી પર ધીમા તાપે એક બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. બ્રેડ શેકતી વખતે. એના પર કોઈ વજન મૂકી ને શેકાશો તો સ્લાઈસ સારી એવી ને ખૂબ ઝડપથી શેકાઈ જશે. આમ બધી જ બ્રેડ ની સ્લાઈસ ને એક બાજુ શેકી લ્યો.

હવે એક વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સુધારેલ લીલા મરચા, લીલા ધાણા સાફ કરી ધોઇ ને સુધારેલા, મરી પાઉડર  અને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે જે સાઈડ બ્રેડ ને શેકી હતી એ બાજુ માખણ લગાવી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ ડુંગળી ટામેટા નો મસાલો મૂકી એક સરખો ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો છાંટો સાથે ચીઝ ની સ્લાઈસ મૂકી બીજી બ્રેડ ની શેકેલ સાઈડ પર માખણ લગાવી ને પહેલી બ્રેડ પર મૂકો.

ત્યારબાદ ગેસ પર તવી માં માખણ મૂકી એના પર તૈયાર કરેલ સેન્ડવીચ મૂકો અને એના પર ડીશ મૂકી થોડી દબાવી એકાદ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ઉપર માખણ લગાવી ને ઉથલાવી લ્યો ને ફરી ડીશ મૂકી વજન મૂકી બીજી બાજુ પર ગોલ્ડન શેકી લ્યો.

આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર સેન્ડવીચ ને ઉતારી લ્યો. આમ બધી સેન્ડવીચ ને શેકી ને તૈયાર કરતા જાઓ  ને ચાકુ થી કટ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો ડુંગળી ટામેટા સેન્ડવીચ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *