Dwarkadhish Ne Arji Lyrics in Gujarati
By-Gujju29-04-2023

Dwarkadhish Ne Arji Lyrics in Gujarati
By Gujju29-04-2023
એ દિલની વાત કહેવી જઈને મારે દ્વારકા
એ દિલની વાત કહેવી જઈને મારે દ્વારકા
હે વાત મારી સાંભળે બીજા કોણ પારકા
હે દલડાં કેરી વાત મારી સાંભળો મારા નાથ
દલડાં કેરી વાત મારી સાંભળો મારા નાથ
હે દ્વારકા આવી લઈને હું તો ઓરતા
હે દિલની વાત કહેવી જઈને મારે દ્વારકા
હે રૂપિયો પૈસો એક આનો નહીં પાહે
ખબર નથી હવે મારૂં શું થાહે
આ દિલની વાત બધી કહેવી મારે કોને
કહેવા જવું તોય કોણ મારૂં માને
ગરીબની વાત ગળે ઉતરે કોઈને ના
ગરીબની વાત ગળે ઉતરે કોઈને ના
હે માટે દોડી આવી છું હું દ્વારકા
દિલની વાત કહેવી જઈને મારે દ્વારકા
હે સપોટ કરે એવું નથી કોઈ મને
એટલે તો હાથ જોડી કહું છું વાલા તને
હે ઘણાને આપ્યું તે તો મને પણ આપજે
યાદીના ચોપડે નામ મારૂં લખજે
મનુ કે સાંભળો વાલા કાન ખોલી આજ
મનુ કે સાંભળો વાલા કાન ખોલી આજ
હે પારકા નથી આ છે તારા ઘરના
દિલની વાત કહેવી જઈને મારે દ્વારકા
હે વાત મારી સાંભળે બીજા કોણ પારકા
હે દલડાં કેરી વાત મારી સાંભળો મારા નાથ
દલડાં કેરી વાત મારી સાંભળો મારા નાથ
હે દ્વારકા આવી લઈને હું તો ઓરતા
હે દિલની વાત કહેવી જઈને મારે દ્વારકા