Saturday, 12 April, 2025

Dwarkesh Lyrics in Gujarati

192 Views
Share :
Dwarkesh Lyrics in Gujarati

Dwarkesh Lyrics in Gujarati

192 Views

ગોકુળમાં જવ તોઈ નથી રે મળતા
મથુરા ગયા તોય નથી રે જડતા
દ્વારકા ગયા તોઈ નથી  હાંભળતા
ડાકોર ના ઠાકોર કેવા ઉતરતા

 હે કોઈ કેજો કાનાના કાનમાં
કેજો કાનાના કાનમાં
વાલા લેજો અમને ધ્યાનમાં

હે કોઈ કેજો કાનાના કાનમાં
કેજો કાનાના કાનમાં
વાલા લેજો અમને ધ્યાનમાં

અરે સમજાવુંશું શાન માં
સમજાવુંશું શાન માં
વાલા લેજો અમને ધ્યાનમાં

હો દ્વારકા તારું દૂર છે પણ જાવું તો જરૂર છે
લઇજા એ જા તું મનેતો કહી એ મંજુર છે
હો જીવું છું બેભાનમાં
જીવું છું બેભાનમાં
વાલા લેજો અમને ધ્યાનમાં

હે કોઈ કેજો કાનાના કાનમાં
કેજો કાનાના કાનમાં
વાલા લેજો અમને ધ્યાનમાં

હે લેજો અમને ધ્યાનમાં
મારા ઠાકર લેજો ધ્યાનમાં

હો દુનિયાને જોવી તારી હારે મારે વાલીડા
પકડી લે હાથ રેજો સાથ મારી કાનુડા
હો તું મારો નાથ માઇ બાપ અમે છોરુડા
સંસારી સાગર માં આગળ રેજો ભેરુડા

જશોદાનો જાયો કાનજી કાળો
બની ગયો છે ભઈબંધ મારો
જુદા ના પડતો જોજે કોઈ દાડો
વિખરાઈ જાશે અમારો માળો

હો લાખો નમે તારા ધામમાં
લાખો નમે તારા ધામમાં
વાલા લેજો અમને ધ્યાનમાં

અરે કોઈ કેજો કાનાના કાનમાં
કેજો કાનાના કાનમાં
વાલા લેજો અમને ધ્યાનમાં

હે લેજો અમને ધ્યાનમાં
મારા ઠાકર લેજો ધ્યાનમાં

હો દોડ્યા હતા રે તમે જયારે આવ્યા સુદામા
એવી રીતે રે આવજો અમારી હમા
હો માંગુ જો કોઈની પાસે હું તારા સરનામાં
કહે છે કણ કણ માં વસે છે સુંદર શ્યામા

ગયો ગોપીને ગ્વાલા ને છોડી
દ્વારકા વાળા આવોને દોડી
આવોને દોડી ભક્તિના રસમાં
રંગોને ઘોળી ભગવાનના ભેળું   
રમવું છે હોળી

હે તારો જીગો બેઠો તારા ગામમાં
રાજલ ધવલ ગામમાં
વાલા લેજો અમને ધ્યાનમાં

હે કોઈ કેજો કાનાના કાનમાં
કેજો કાનાના કાનમાં
વાલા લેજો અમને ધ્યાનમાં

અરે સમજાવુંશું શાન માં
સમજાવુંશું શાન માં
વાલા લેજો અમને ધ્યાનમાં

લેજો દ્વારકા વાળા ધ્યાનમાં
મારા વાલા લેજો  ધ્યાનમાં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *