Saturday, 27 July, 2024

જૂનું તો થયું રે દેવળ

229 Views
Share :
જૂનું તો થયું રે દેવળ

જૂનું તો થયું રે દેવળ

229 Views

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું … મારો હંસલો

તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું … મારો હંસલો

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં … મારો હંસલો

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *