જાણી લો ફેસબુકનું જૂનું એકાઉન્ટ ડિલીટ કરવા માટે ની આખી પ્રોસેસ
By-Gujju05-03-2024
જાણી લો ફેસબુકનું જૂનું એકાઉન્ટ ડિલીટ કરવા માટે ની આખી પ્રોસેસ
By Gujju05-03-2024
આજે ડીઝીટલ યુગમાં મોટાભાગના લોકો નવી ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. જેમા ફેસબુક પણ લોકોની પસંદગીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. પરંતુ ક્યારેક ફેસબુક યૂઝર એક કરતાં વધારે એકાઉન્ટ બનાવી લે છે, અને તે દરેક એકાઉન્ટનો ઉપયોગ નથી કરી શકતા. અને તેના માટે જૂનું એકાઉન્ટ ડિલીટ કરવાનું ઓપ્શન છે.
તો વળી કેટલાક લોકો ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરવું એક જટિલ પ્રક્રિયા જેવું કામ ગણે છે. જો તમે તમારુ કોઈ ફેસબુક એકાઉન્ટ કાયમી ધોરણે ડિલીટ કરવા ઈચ્છો છો તો અમે તમને તેની સરળ પ્રક્રિયા બતાવવા જઈ રહ્યા છીએ.
આ રીતે કરો એકાઉન્ટ ડિલીટ
- તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલ ડિવાઈસ પર Facebook એકાઉન્ટ ઓપન કરો.
- ઉપર જમણી બાજુના ખૂણામાં તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો.
- સેટિંગ્સ અને પ્રાઈવેસી પસંદ કરો.
- સેટિંગ્સ પર ક્લિક કરો.
- તમારા Facebook માહિતી પર ક્લિક કરો.
- ડીએક્ટિવેટ કરવું અને ડિલીટ કરવું પર ક્લિક કરો.
- તમારું એકાઉન્ટ ડિલીટ કરો પર ક્લિક કરો.
- તમને તમારો પાસવર્ડ ફરીથી દાખલ કરવા કહેવામાં આવશે.
- ફરીથી “તમારું એકાઉન્ટ ડિલીટ કરો ” પર ક્લિક કરો.
30 દિવસમાં ચાહો તો ડિલીટ એકાઉન્ટ પાછુ લાવી શકો છો
Facebook તમને તમારુ એકાઉન્ટ ડિલીટ કરવા માટે 30 દિવસનો સમય આપે છે. આ સમયગાળાની અંદર જો તમે ઈચ્છો તો એકાઉન્ટ પાછુ લાવી શકો છો. પરંતુ 30 દિવસ પછી તમારુ આ એકાઉન્ટ બિલકુલ હટાવી લેવામાં આવશે.
ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરતાં પહેલા આટલુ કરી લેજો
એકાઉન્ટને ડિલીટ કરતાં પહેલા એ નક્કી કરવું મહત્ત્વપૂર્ણ છે કે, તમે તમારો ડેટા ડાઉનલોડ કરી લેવો જોઈએ. આવુ કરવાથી તમારી દરેક પોસ્ટ, ફોટો, વીડિયો અન્ય ડેટાને ગુમાવી શકો છો. એટલા માટે એકાઉન્ટ ડિલીટ કરતાં પહેલા તમારો ડેટા ડાઉનલોડ કરીને સેવ કરી નાખો.