ગાંધી જયંતી નિબંધ
By-Gujju04-10-2023
ગાંધી જયંતી નિબંધ
By Gujju04-10-2023
દર વર્ષે બીજી ઑક્ટોબરે ગાંધીજયંતી આવે છે.
2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો. તે આઝાદીની લડતના નેતા હતા. તેમણે અંગ્રેજો સામે અહિંસક આંદોલન કર્યું હતું. તેમણે દાંડીકૂચ કરી કાનૂનભંગની લડત ચલાવી હતી. તેમનાં આંદોલનોન પરિણામે 1947ની પંદરમી ઑગસ્ટે આપણો દેશ આઝાદ થયો.
ગાંધીજી સાદાઈથી રહેતા. એક ટૂંકી પોતડી પહેરતા. સવાર-સાંજ પ્રાર્થના કરતા. તે દરરોજ રેટિયો કાંતતા. ઊંચનીચના ભેદભાવોમાં તે માનતા નહોતા. સ્વદેશીના તે હિમાયતી હતા.
ગાંધીજયંતીના દિવસે ઠેરઠેર પ્રાર્થનાસભાઓ યોજાય છે. ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કરવામાં આવે છે. ઠેરઠેર કાંતણના અને સફાઈના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે. આ દિવસે દેશનેતાઓ તેના પર ફૂલો ચડાવે છે. આપણે ગાંધીજીના મહાન ગુણોને આપણા જીવનમાં ઉતારીએ.