ગણેશ ચતુર્થી
By-Gujju09-09-2023
ગણેશ ચતુર્થી
By Gujju09-09-2023
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે.
ભગવાન શ્રીગણેશજીના જન્મ સાથે જોડાયેલી કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ ગારા માથી એક બાળક નું નિર્માણ કર્યુ. દેવી પાર્વતીએ વિચાર્યુ કે આ બાળકને જીવીત કરી દઉ તો.. દેવી પાર્વતીએ બાળકની મૂર્તિમાં પ્રાણ નાખી દીધા અને તેમને પોતાનો પુત્ર માની લીધો.આમ ગણેશશિવજીના પુત્ર, અને રિદ્ધિ સિદ્ધિના પતી તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ વિશેષ કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલિફન્ટ ગોડ્સ. ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન ઉંદર છે. ગણોનાં સ્વામી માનવાના કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાંઅધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.આવી માનીતા છે.
- સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક મોટા રાક્ષસોનાં વધની કર્યાની કથા છે.
- ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કર્યાની કથા છે.
- દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો ભારત ભરમાં ખુબજ જાણીતીજ છે.
- કળિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા ભારત ભરના સાધુ સંતો પાસે થી જાણવા મળે છે.
ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી ત્યાર ની પ્રચલિત કથા
દેવી પાર્વતીએ પોતાના આ પુત્રને પરમશક્તિશાળી અને અતિ બુદ્ધિમાન હોવાના આશીર્વાદ આપ્યા. જ્યારે આ ઘટના થઈ એ સમયે ભગવાનશિવ કૈલાશથી બહાર ગયા હતા. તેથી તેમને પુત્રગણેશ જન્મ વિશે માહિતી નહોતી. જ્યારે ભગવાન શિવ કૈલાશ પરત આવ્યા ત્યારે પોતાની ગુફાના દ્વાર પર એક બાળક ગણેશને ઉભેલો જોયો.ગણેશજીને ભગવાન શિવને ગુફામાં પ્રવેશ કરવાથી રોક્યા તેથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા. પછી તો દેવતાઓ અને ગણેશજી વચ્ચે ભયાનક યુદ્ધ થયુ. અંતમાં ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા. અને અહિયાં તમે પ્રેવેશ કેવી રીતે કર્યો તે જાણવા શિવજીને પુશયુ.
જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટ માં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો આ શ્રુષ્ટિ પર પુનર્જન્મ થયો.આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશ ચતુર્થીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હળવા થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.
શહેર માં ગણેશ ચતુર્થી કઈક આગવી રીતે મનાવવામાં આવે છે. શહેર માં લોકો ગણેશ જી ને પોતાની સોસાયટી માં પંડાલ બનાવી ને ભગવાન ગણેશ ની મુર્તિ ની સ્થાપના કરે છે.આ ગણેશ જી ની મુર્તિ 10 દિવસ અથવા તો 5 દિવસ સુધી રાખી ને તેની પુજા અર્ચના કરે છે.તેમજ રોજ સાંજે ભગવાન ગણેશ ની આરતી કરે છે તેમજ નાના નાના ભૂલકાં ઓ ને પ્રસાદ વહેચે છે.આમ આ રીતે રોજ ભગવાન ની આરતી કરવામાં આવે છે. આમ દસ દિવસ ના અંતે આ મુર્તિ નું વિસર્જન કરવામાં આવે છે. આ વિસર્જન માં ભગવાન ગણેશ ની મુર્તિ ને નદી અથવા પાણી માં પધરાવવા માં એટલે કે વીસેર્જિત કરવા માં આવે છે.આમ વિસર્જન સમયે મુર્તિ ને લોકો વાહન માં સ્થાપિત કરી ને લય જાય છે. આ વિસર્જન માં લોકો ડી.જે. ના સંગીત સાથે રસ ગરબા રમતા રમતા ભગવાન ગણેશ ને વિદાય આપે છે. એએમ આ રીતે સહર માં ગણેશ ચતુર્થી નું આયોજન જોવા મળે છે.આમ નાના બાળકો થી લય ને મોટેરા સૌ માં આ તહેવાર નો કઈક અનેરો જ આનંદ જોવા મળે છે.
આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતામાટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે આમ નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્નીનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્મી પૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા હોય. આમ દરેક કાર્યમાં અહોયા ગણપતિની સ્તુતિ પહેલા થયછે. અને ગણપતિનું સ્થાપન કરવામાં આવેછે. અમેરે અહિયાં રાત્રે ભજનના કાર્યકરમમાં પણ પહેલા ગણપતિ બેસાડવામાં આવે છે.
वक्रतुंड महाकाय सूर्यकोटी समप्रभ ।
निर्विध्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ।।
પ્રથમ પહેલા પૂજા તમારીમંગળ મુર્તિવાળા ગજાનન….
કોટિવંદન તમને સૂંઢાળા નમીયે નાથ રૂપાળાપ્રથમ પહેલા….
આપના મંગળ કાર્યના શુભઆરંભે બિરાજમાન ગણપતિ હિન્દુ સંષ્કૃતિ ના દરેકકાર્ય માં પ્રથમતો છેજ પરંતુ આપનીહિંદુ સંષ્કૃતિ ના માતાજીનું મંદિર હોય કે ઘરે બિરાજમાન ભગવાનનું મંદિર હોય તેમાં પણ આપની પરંપરા મુજબ ગણપતિની મુર્તિ પ્રથમપૂજનીય હોઈછે. લગ્ન હોય તો આવિધિમાં ગણપતિની પ્રથમ સ્થાપના કરવામાં આવે છે. આમ આપણી આ પરંપરા મુજબ દરેકકાર્ય માં ગણપતિની પુજા પ્રથમ કરવામાં આવે છે.
આમ શિવજી ના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા …….. પિતા તેરા શિવજી .. માતા પાર્વતિ. ….