Wednesday, 6 November, 2024

મોરારજી દેસાઇ 

188 Views
Share :
મોરારજી દેસાઇ 

મોરારજી દેસાઇ 

188 Views

મોરારજી દેસાઈ ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન હતા. તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા. જેઓ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહપ્રધાન,નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન. આવા ઘણા અગત્યના હોદ્દાઑ તેમણે સાંભળેલા હતા.

મોરારજી દેસાઈ જન્મ 29 ફેબ્રુઆરી, 1896 ના રોજ ગુજરાતમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. તેમનો કાર્યકાલ ભારતના વડાપ્રધાન (1977 થી 1979),અને નાયબવડાપ્રધાન (1967 થી 1969) રહી ચૂકેલા છે. મોરારજી દેસાઈ નું આખું નામ મોરારજી રણછોડજી દેસાઈ હતું. તે દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન હતા. તેમનો જન્મ ફેબ્રુઆરી ની ૨૯ તારીખ સને ૧૮૯૬ ના રોજ ભડેલી, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિસ રાજ માં થયો હતો. મોરારજી દેસાઈ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણએશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયત્નો માટે જાણીતા છે. ૧૯૭૪ માં ભારતના પ્રથમ અણુધડાકા પછી, મોરારજીભાઈએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને ભારત-પાકિસ્તાનનાં ૧૯૭૧ યુધ્ધજેવી પરિસ્થિતી નીવારી હતી. ઘરઆંગણે, તેમણે ૧૯૭૪ના અણુધડાકા પછી ભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન ૧૯૯૧ તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન ૧૯૯૦ થી તેને સન્માનિત કરવામાં આવ્યા હતા. માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે.

તેઓ બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના તેમજ તાલુકામાં ના ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં ગુજરાત રાજ્યમાં આવે છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં કુંડલા શાળા, સાવરકુંડલા જે અત્યારે જે.વી. મોદી શાળા તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તેઓએ બાઇ અવાંબા હાઇસ્કૂલ, વલસાડમાં શિક્ષણ લીધું. મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, મુંબઈ, મહારાષ્ટ્રથી સ્નાતકની પરીક્ષા પાસ કરી ત્યાર પછી તેઓ ગુજરાત માં નાગરીક સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા.

એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા ના સંગ્રામ માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણોસમય જેલમાં વિતાવ્યો હતો.તેની નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારી
ઓ નિભાવી હતી.

તેઓનું રાજકીય જીવન ની યાત્રા

ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. ભારતની આજદી પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ની ચૂંટની માં ચૂંટાઇ આવ્યા હતા૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા આ “મહારાષ્ટ્ર” રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દૂલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની બીજી સમિતિએ “ગુજરાત” રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઈ ત્રણ દિવસમાં તે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય ની દ્વિભાજનની પરવાનગી આપી હતી. દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ.અને ફ્લોરા ફાઉન્ટેનને માર્યા ગયેલા ૧૦૫ લોકોની યાદમાં પાછળથી “હુતાત્મા ચોક”નામ આપવામાં આવ્યુ હતું. બાદમાં તેમને કેબિનેટમાં નિમણુંક મળતા તેઓ દિલ્હી ગયા હતા.

ઈન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યા બાદ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં જનતા પાર્ટીએ ભારે બહુમત મેળવ્યો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા.અને દેસાઈએ પડોશી અને કટ્ટર હરીફ એવાં દેશ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની શરુઆત કરી તેમજ ૧૯૬૨ નાં યુધ્ધ પછી પહેલી વાર ચીન સાથેનાં સંબંધો સામાન્ય બનાવ્યા. તેઓએ ઝીઆ-ઉલ-હક સાથે સંવાદો કર્યા અને મૈત્રીભર્યા સંબંધો સ્થાપ્યા. ચીન સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપવામાં આવ્યા. સરકારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવા અંગે બંધારણમાં ઘણાં ફેરફારો કર્યા અને તેને પછીની સરકારો માટે મુશ્કેલ બનાવી. તેમ છતાં જનતા પાર્ટીનો મોરચો, અંગત અને નિતી અંગેના ભેદભાવોથી ભરેલો હતો, એટલે વિવાદો વગર વધુ કંઇ પ્રાપ્ત કરી શક્યો નહી. મોરચામાં કોઇ પણ પક્ષ નેતૃત્વ ન લઇ શકવાને કારણે વિરોધી પક્ષો એ મોરારજી દેસાઈને દરખાસ્ત કરવાના પ્રયત્નો કર્યા. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચલાવેલા વિવાદી ખટલાને કારણે પરિસ્થિતી વધુ ગંભીર બની.૨૮ જુલાઇ ૧૯૭૯ ના રોજ તેનો કાર્યકાલ પૂરો કર્યો. સને 1991માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ દેસાઇ હતા.

સને 1911માં શ્રી દેસાઇ અને ગુજરાબેનના લગ્ન થયા હતા. તેમના પાંચ સંતાનો પૈકી એક પુત્રી અને એક પુત્ર હાલ હયાત છે.મોરારજી દેસાઈના પુત્ર કાંતિ દેસાઈ ને બે પૌત્ર ભરત અને જગદીપ અને ૪ પ્રપૌત્રો છે. આમાંથી રાજકીય ક્ષેત્રે મા મધુકેશ્વર દેસાઈ નું નામ છે, જે તેમનો પ્રપૌત્ર અને જગદીપ દેસાઈ દેસાઈના પુત્ર છે.વિશાલ દેસાઈ, જેઓ ભરત દેસાઈના પુત્ર છે,તેનો વ્યવસાયી લેખક અને ફિલ્મ નિમાર્ણકર્તા તેઓ ૨૦૦૯માં લંડન ફિલ્મ સ્કૂલમાંથી સ્નાતક થયા હતા.

પ્રધાનમંત્રી શ્રી દેસાઇએ સ્થિતિને જોવા તત્પર હતા કે ભારતના લોકો એટલા ભયમુક્ત હોવા જોઇએ કે દેશની સર્વોચ્ચ વ્યક્તિ પણ ભૂલ કરે તો નબળામાં નબળો વ્યક્તિ પણ એ દિશામાં આંગળી નિર્દેશ કરવા સક્ષમ હોવો જોઇએ. તેઓ વારંવાર કહેતા કે ‘કોઇ પણ નહીં, દેશના પ્રધાનમંત્રી પણ દેશના આ કાયદાથી પર ના હોવો જોઇએ.તેમન માટે સત્ય જ શ્રેષ્ઠ રહ્યું હતું. તેમણે પોતાના સિદ્ધાંતોને કદી પરિસ્થિતિને વશ નહોતા થવા દીધા. અત્યંત કપરા સંજોગોમાં પણ તેઓ પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા હતા. તેઓ પોતે કહેતા હતા કે “પ્રત્યેકે જીવનમાં સત્ય અને શ્રદ્ધા મુજબ વ્યવહાર કરવો જોઇએ.”1969 માં તેમનું આત્મગૌરવ હણાવાનો અહેસાસ થતાં ભારતના નાયબ પ્રધાનમંત્રીપદેથી ત્યાગપત્ર દેસાઇ એ શ્રીમતી ઇન્દિરા ગાંધીને આપી દીધું હતું. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી મોરારજી તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા.

ભારત સરકારે એમની છબીવાળી ટપાલ ટિકિટ બહાર પડેલી છે.સુવર્ણ કન્ટ્રોલ એક્ટના કારણે સુવર્ણ કન્ટ્રોલ એક્ટના કારણે પ્રજામાં ઘણા અપ્રિય થયેલા. એમણે જાહેર કર્યુ હતું કે એમની છેવટ સુધીની તંદુરસ્તીનું કારણ દૈનિક સ્વમૂત્ર પિવાનો પ્રયોગ હતો. તેઓ આ તેમની આદત માટે કેટલાય ભારતીયો અને વિદેશીઓ દ્વારા અણગમો પામ્યા હતા. એ વિશે ડાન રાથેર જોડે ૬૦ મિનિટો સુધી સ્વમૂત્ર પીવાથી થતા મોટા ફાયદા વિશે ચર્ચા કરી હતી. આમ આવા ઉચવિચાર અને સત્ય પાલક શ્રી મોરારજીભાઈ 10 એપ્રિલ 1995 ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો.
તેઓ નો જન્મ દિવસ 29 ફેબ્રુઆરીએ થયો હોવાથી દર ત્રણ વરસે એકવાર આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *