Saturday, 28 December, 2024

Garba Kero Rang Jamiyo Lyrics in Gujarati

120 Views
Share :
Garba Kero Rang Jamiyo Lyrics in Gujarati

Garba Kero Rang Jamiyo Lyrics in Gujarati

120 Views

ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત
હો ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત
ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત
કુમકુમ પગલીએ આજ આવી મોરી માત

હો રૂપલે મઢેલી આવી આસોની આ રાત
રૂપલે મઢેલી આવી આસોની આ રાત
રૂમઝુમ રથડે આજ આવી મોરી માત

હો ઢોલના ધબકારે સૈયરો સથવારે
રમજો રાત આખી માંના દીવાના અજવાળે
ઢોલના ધબકારે સૈયરો સથવારે
રમજો રાત આખી માંના દીવાના અજવાળે

હો …ગરબા કેરો રંગ જામ્યો અજવાળી છે રાત
ગરબા કેરો રંગ જામ્યો અજવાળી છે રાત
મન મુકી ને રમજ્યો તમે નીરખે મોરી માત

ચાંચર ચોકે અંબે પાવાગઢ મહાકાળી
ચોટીલે ચામુંડ બહુચર બિરદાળી
હો ઉમિયા માં દયાળી ખોડલ માં ખમકારી
આશાપુરા કરે આશા પુરી રે તમારી

હો ધરતી ઝુમે ને આજ ઝુમે રે આકાશ
રમી લેજો ગરબા સૈયરો સંગાથ
ધરતી ઝુમે ને આજ ઝુમે રે આકાશ
રમી લેજો ગરબા દિવ્યા ચૌધરી સંગાથ

ગમન સાંથલના સુરે આજ રમે રે ગુજરાત
ગમન ન સુરે આજ રમે રે ગુજરાત
ચોરેને ચોકે જય અંબેનું છે નામ
કુમકુમ પગલીએ આજ આવી મોરી માત

રૂડા સાથિયા પૂર્યાને દીવડા પ્રગટાવ્યા
કંકુ પગલીએ આજ નવદુર્ગા આયા
હો …સમરૂં જોગમાયા રાખજે શીતળ છાયા
તારા ચરણોમાં ચારે ધામ રે દેખાયા

હો ફરી લેજો ફૂંદડી રમજ્યો રંગ તાળી
વીતી ના જાય આ રાત રઢિયાળી
હો ફરી લેજો ફૂંદડી રમજ્યો રંગ તાળી
વીતી ના જાય આ રાત રઢિયાળી

હો રૂપલે મઢેલી આવી આસોની આ રાત
રૂપલે મઢેલી આવી આસોની આ રાત
રૂમઝુમ રથડે આજ આવી મોરી માત
રૂમઝુમ રથડે આજ આવી મોરી માત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *