Ghat Ma Girdhari Ne Man Ma Morari Lyrics in Gujarati
By-Gujju14-06-2023
762 Views

Ghat Ma Girdhari Ne Man Ma Morari Lyrics in Gujarati
By Gujju14-06-2023
762 Views
ઘટમાં ગિરધારીને મનમાં મોરારી
રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારીને મનમાં મોરારી
મનમાં ગોકુલીયને મનમાં વનરાવન
મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
લીપ્યું ધુપ્યું રે મારા અંતરનું આંગણું
આંગણીયે તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
શ્યામ સલોણો મારા નેણોમા રહેતો
રજ રજમા વસનારો વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી