Saturday, 21 December, 2024

ઘઉંના લોટના પાસ્તા બનાવવાની Recipe 

187 Views
Share :
ઘઉંના લોટના પાસ્તા બનાવવાની Recipe

ઘઉંના લોટના પાસ્તા બનાવવાની Recipe 

187 Views

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત – Ghu na lot na pasta banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે બજારમાંથી તૈયાર પાસ્તા નું પેકેટ લઈ આવતા ને ઘરે બનાવતા હતા, પણ એ પાસ્તા પણ બાળકો ને આપતા આપણે થોડો ખચકાટ આવતો હતો પણ આજ આપણે બાળકોના પસંદીદા પાસ્તા ઘરે ઘઉંના લોટ માંથી તૈયાર કરી વઘારી ને આપશું તો બાળકો પણ ખુશ થઈ ખાસે અને આપણે પણ બિન્દાસ આપી શકીશું તો ચાલો જાણીએ wheat flour pasta recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઘઉંના લોટના પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 ચમચી
  • ઘઉંનો લોટ ½ કપ
  • લીલા મરચા 1-2
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • ટમેટા 2 સુધારેલ
  • જીરું ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લાલ મરચાનો પાવડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત

ઘઉંના લોટના પાસ્તા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી લોટ ને ફરી બરોબર મસળી લ્યો ને નાની રોટલી થાય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવો લ્યો એને કોરા લોટ ની મદદ થી પાતળી રોટલી બનાવી લ્યો હવે રોટલી ના ત્રિકોણ થાય એમ સરખા છ કે આઠ ભાગ કરી લ્યો ને એક ભાગ ને વેલણ કે સ્ટ્રઓ માં ગોળ ફેરવી ને આકાર આપી દયો.

 આમ બધા લોટ માંથી રોટલી બનાવી એના કટકા કરી રોલ બનાવી લ્યો ને એક બાજુ મૂકો હવે ગેસ પર એક તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે બે ચમચી તેલ નાખો ને સાથે રોલ કરેલ પાસ્તા નાખી બે ચાર મિનિટ પાણીમાં ઉકાળી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એક બાજુ મૂકો.

હવે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો ને મિક્સર જાર માં સુધારેલ ટમેટા, લીલા મરચા અને આદુ નાખી એની પેસ્ટ બનાવી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન શેકી લ્યો.

ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં પીસી રાખેલ ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી ફૂલ તાપે ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુંધી અથવા તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો,

 ત્યાર બાદ એમાં બાફી રાખેલ પાસ્તા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ધીમા તાપે ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સોસ સાથે મજા લ્યો ઘઉંના લોટ ના પાસ્તા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *