Saturday, 27 July, 2024

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા?

133 Views
Share :
ગિરનારના ૯૯૯૯ પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા?

ગિરનારના ૯૯૯૯ પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા?

133 Views

જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનાર પર શ્રી નેમિનાથદાદાની ટુંક ( કુલ 14 ટુંક ), શ્રી અંબિકા માતા અને ટોચ પર શ્રી નેમિનાથદાદાની મોક્ષ કલ્યાણક ટુંક અને શ્રી દત્તાત્રેય ભગવાનનો વાસ છે.

તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને યાત્રા કરવા માટે ગયા હશો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે….
આ બધા પગથિયા કોણે બનાવ્યા ?
કેવી રીતે બનાવ્યા?
તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ.

ગીરનાર તથા તેના પગથિયા ના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમા નો પણ આનંદ માણે છે.

આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા. પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું. યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો.

જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું.” પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું. એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી.

તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા. અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા. તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો. તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી.

બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો. ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવા ના પગથિયા બનાવી શકુ. જેથી હું મારા પિતા ને આપેલ વચન માંથી મુક્ત થઈ શકું.

તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો, દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રી ને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે. અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે.

આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણ ની અંદરટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો. આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાટ કઈંક સહેલી થઈ.

તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બેહદ મંત્રીના કારણે ગિરનાર ની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ. એ માણસને ખુબ ખુબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથીયા બનાવડાવ્યા.જેના લીધે આપણે ખૂબ આસાનીથી શ્રી નેમિનાથદાદા, શ્રી અંબિકા માં તથા દત્તાત્રેયનાં દર્શન કરી શકીએ છીએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *