ગોવિંદના ગુણ ગાશું
By-Gujju09-05-2023
341 Views
ગોવિંદના ગુણ ગાશું
By Gujju09-05-2023
341 Views
ગોવિંદના ગુણ ગાશું,
રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું.
ચરણામૃતનો નિયમ હમારે,
નિત્ય ઊઠી મંદિર જાશું … રાણાજી અમે.
રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,
પ્રભુજી રૂઠે રે મરી જાશું … રાણાજી અમે.
વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું … રાણાજી અમે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ પર વારી જાશું … રાણાજી અમે.
– મીરાંબાઈ