અન્ન બચાઓ દેશ બચાઓ અભિયાન
By Gujju16-02-2024
175 Views


સંકલ્પ અને સૌગંધ પત્ર
‘અન્ન બચાવો જીવ બચાવો’ના સૂત્ર સાથે સુરતમાં સામાજિક કાર્યકર નિલેશ ધીરૂભાઈ જીકાદરા છેલ્લા બે વર્ષથી આ લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. જેઓ શહેરના સમુહલગ્ન, સ્નેહમીલન વિવિધ શુભ પ્રસંગોમાં ભોજન સમારોહમાં પબ્લિકની સામે જમતી વખતે પોસ્ટર લઈને ઊભા રહે છે લોકોને માહિતગાર કરે છે કે, જેટલું જોઈએ એટલું જ થાળીમાં લેવું. લીધું હોય તેટલું રસોઈયા કે પીરસનારની ભુલ કાઢ્યા વગર ખાઈ જવું.
તેમની આ રીતે 10 થી 12 ટીમો છે અને જમણવારમાં જે પણ ભોજન રસોડામાં બચે છે. પ્રસંગ કરનાર વ્યક્તિને તે ભોજન જરૂરીયાત મંદ લોકોને પોંહચાડવા માટે જેતે સંસ્થાને કોન્ટેક્ટ કરી ભોજન પોહચાડવામાં આવે છે.