Sunday, 22 December, 2024

ગુજરાતનો ઈતિહાસ અને સુંદર શહેર સુરત

221 Views
Share :
ગુજરાતનો ઈતિહાસ અને સુંદર શહેર સુરત

ગુજરાતનો ઈતિહાસ અને સુંદર શહેર સુરત

221 Views

સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર પહેલા મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. ઐતિહાસીક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરા થી દ્વારકા જતાં હતાં ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુર ને લાટ પ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાતવાહનનું સામ્રાજ્ય દખ્ખણ પ્રદેશ થી લાટ તરફ વિસ્તર્યુ હતુ, પણ તે ફક્ત દમણની આસપાસ ના મહાળ ક્ષેત્ર પુરતુ સીમીત હતું. તેમની ઇચ્છા સુર્યપુરને મેળવવાની હતી પણ તે થઇ શક્યું નહીં.

image 50

ત્યાર બાદ સોલંકીકાળ દરમિયાન તે ગુજરાતનું એક મહત્વનું બંદર બની રહ્યું. ૧૬ મી સદી દરમ્યાન મુઘલકાળમાં સુરત તો ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયું, તેથી તેની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચો કોટ બાંધવામાં આવ્યો જેનું નામ આપવામાં આવ્યું “શેહરે પનાહ” જેને સ્થાનિક લોકો નાનાં કોટ તરીકે પણ ઓળખતા હતાં. વખત જતાં શહેર વિસ્તરતું ગયું અને તે “શેહેરે પનાહ”ની બહાર નીકળી ગયું, સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો, તેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને નામ આપવામાં આવ્યું, આલમ પનાહ જેને સ્થાનિક લોકો “મોટા કોટ” તરીકે ઓળખતાં હતાં.

image 51

સુર્યપુત્રી તાપી નદીના કિનારે વિકસેલ સુરત શહેરનો ઇતિહાસ અતિ ભવ્ય છે.. સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. આમ ભુતકાળમાં સુરત એક અગત્‍યનું બંદર હતું. વલંદાઓએ સુરત શહેરમાં કોઠી પણ સ્થાપેલી. ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી અને ઇ.સ. ૧૬૧૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારના હક્કો મેળવેલ.

image 52

સુરતના ઇતિહાસ સંદર્ભે વધુ ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરીએ તો જણાય છે કે સુરતના સ્પષ્ટ ઉલ્લેખો પંદરમી સદીની શરૂઆતથી જ મળી આવ્‍યા છે. તે પૂર્વે સદીઓના ઐતિહાસિક અનુભવમાંથી સુરત જિલ્લાનો ભૂમિ વિસ્તાર પસાર થયો હતો.. આ પ્રદેશ ઉપર અનેક રાજકુલોએ શાસન કર્યુ હતું. સેંકડોની સંખ્‍યામાં મળી આવેલા તામ્રપત્રો દ્વારા રાજવીકુલો દ્વારા પ્રચલિત પ્રાંત/ધર્મની પરંપરા સ્થાપિત થઇ ચુકી હતી. સુરત વિશ્વભરના વેપારીઓ નિકાસકારો માટે વસવાટનું મુખ્‍ય આકર્ષણ બની રહ્યું હતું.

સુરત નગરનો ઐતિહાસિક ઉલ્લેખ જ્યારથી મળ્યો છે ત્‍યારથી નગરના બે નામે સુરત અને સુર્યપુરની પરંપરા જોવા મળેલ છે. સુર્યપુર શબ્દ પ્રયોગ સૌ પ્રથમ જૈન ધાતુ પ્રતિમાલેખમાં મળે છે.. સુરત નામોલ્લેખ પણ છેક પંદરમી સદીના મઘ્યભાગથી મળે છે. ઉપરાંત જૈન સાહિતકિ કૃતિઓમાં, ફારસી ઇતિહાસ ગ્રંથોમાં સુરત શબ્દ પ્રયોગ સતત થયેલો જોવા મળે છે. પંદરમી સદીના પૂર્વાધ દરમ્યાન મુસ્લિમ સલ્તનત નીચે રહેલા આ નગર બંદર માટે સુરત શબ્દ રૂઢ થઇ ગયેલો.

સુરત કયારે વસ્‍યું એ વિશે મુસ્લિમ ઇતિહાસકારો નોંધે છે કે, કુત્બુદિન અયબકે ઇ.સ. ૧૧૯૪માં અને મહંમદ તુગલકે ઇ.સ. ૧૩૪૭માં સુરતની મુલાકાત લીધી હતી. ઇ.સ. ૧૩૭૩માં સુલતાન ફિરોઝ તુગલકે સુરતના રક્ષણ માટે નાનો કિલ્લો બંધાવો હતો. અને ૧૩૯૧માં ગુજરાતના ગર્વનર ઝફરખાને એના પુત્ર મસ્તીખાનને રાંદેર તથા સુરતના ગર્વનર તરીકે નીમ્‍યો હતો. મુળ સુરત દરિયામહેલ, શાહપોર, નાણાવટ, સોદાગરવાડ વિગેરે વિસ્તાર પૂરતું મર્યાદિત હતું. પરંતુ ઇસુની પંદરમી સદીના અંતમાં મલિક ગોપી નામના શ્રીમંત અમીરે ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ બંધાવી તેનો વિસ્તાર કર્યો. તેની પત્નીની સ્મૃતિમાં તેણે રાણીતળાવ બંધાવું એ પછી સુરતના ગર્વનર તરીકે તેની નિમણૂંક થઇ હતી. પરંતુ ૧પ૧પની આસપાસ ગુજરાતના સુલતાનની ખફગીનો ભોગ બનવાથી તેને મારી નાંખવામાં આવ્‍યો.

સોળમી સદીના શરૂઆતમાં પોર્ટુગીઝોને સુરતના બંદર ઉપર કબજો જમાવ્‍યો. એમણે શહેર લૂંટાયું તથા જાહોજલાલીનો નાશ કર્યો. પોર્ટુગીઝોના હુમલાથી બચવા સુરતના નાઝીમ ખ્વાજા સફર સલમાનીએ ઇ.સ. ૧પ૪૦માં જુના નાના કિલ્લાને સ્થાને નવો મજબૂત ઉંચો અને વિશાળ કિલ્લો બંધાવો. જે આજે પણ તાપી નદીના હોપપુલ પાસે મોજુદ છે. સુરત જીતવા મોગલ બાદશાહ અકબર પોતે અહીં આવી અને દોઢ માસના ઘેરા પછી ફેબ્રુઆરી-૧પ૭૩માં એણે સુરતના કિલ્લા ઉપર કબજો મેળવ્યો હતો.

મોગલ યુગ દરમાન સુરતની વસ્તી વિસ્તાર વેપાર સંબંધી અને જાહોજલાલીમાં ખૂબવધારો થયો. પશ્ચિમ ભારતનું એ મુખ્ય આંતરરાષ્ટ્રીય બંદર બનું. મક્કા જવા માટેના વહાણો સુરતથી જ ઉપડતા. આજે એ સ્થળ મક્કાઇપુલ તરીકે ઓળખાય છે. અંગ્રેજોએ એમની સૌ પ્રથમ કોઠી ઇ.સ. ૧૬૧૩માં સુરતમાં નાખી. એ પછી ડચ લોકો, ફ્રેન્ચ લોકો અને આર્મેનિયનો પણ આવ્‍યા. એના કબ્રસ્તાનો કતારગામ દરવાજા પાસે છે. ૧૬૪૪માં મક્કા જતા આવતા મુસ્લિમોની સગવડ માટે એક ભવ્ય અને વિશાળ મોગલસરાઇ (મુસ્લિમોની ધર્મશાળા) બાંધવામાં આવી. જેનો ઉ૫યોગ આજે સુરત મુનિસિપલ કોર્પોરેશનના મુખ્‍ય કાર્યાલય તરીકે થાય છે અને એની આસપાસનો વિસ્તાર મુગલીસરા તરીકે ઓળખાય છે.

મોગલ યુગ દરમાન વીરજી વોરા, કૃષ્ણ અર્જુન ત્રવાદી, આત્મારામ ભૂખણ વિગેરે કરોડપતિઓ સુરતમાં હતા. અહીં વેપાર માટે દેશ-પરદેશના અનેક વહાણો આવતા તેથી ચૌર્યાસી બંદરના વાવટા અહીં ઉડતા એમ કહેવાતું. કુરજા સામે એક ટંકશાળ હતી. જયાં સોનાચાંદીના સિક્કા પાડવામાં આવતા. ઔરંગઝેબના સમયમાં તેની બહેન જહાન આરાને સુરતની જાગીર આપવામાં આવી હતી. તે જ્યાં રહેતી તે વિસ્તાર આજે બેગમવાડી અને બેગમપુરા તરીકે ઓળખાય છે.

મોગલ યુગમાં સુરતની જે સમૃદ્ધિને જાહોજલાલી હતી તેમાં મરાઠા યુગ દરમ્‍યાન ઓટ આવી. સુરત ઉપર મરાઠાઓનું વિધિસરનું વર્ચસ્વ સ્થપાયું ન હતું પણ શિવાજીએ ચોથ ઉઘરાવવા સુરતને ૧૬૪૪માં અને ૧૬૭૮માં એમ બે વખત લૂંટ્યું. અંગ્રેજોને સુરત અસલામત લાગતાં તેમણે એમનું મુખ્‍ય મથક સુરતથી મુંબઇ ખસેડાયું. તે પછી મુંબઇનો વિકાસ થયો. સુરતના ઘણા વેપારીઓ પણ મુંબઇ જઇ વસ્યા.

અંગ્રેજી શાસન સ્થપાયા પછી સુરતમાં ભૌતિક સગવડ સુધારા દાખલ થયા અને આધુનિક સંસ્થાની સ્થાપના થઇ. ઇ.સ. ૧૮પ૦માં એન્ડુસ લાયબ્રેરીની અને ૧૮પરમાં સુરત શહેર સુધરાઇની સ્થાપના થઇ. ૧૮૬૪માં સુરત રેલવે સાથે જોડાયું અને ૧૮૭૭માં હોપપુલ બંધાયો. સમય જતાં રસ્તાઓ, વીજળી, તાર-ટપાલ, શાળા કોલેજો વિગેરેના બાંધકામ થયા. દરમ્યાન સુરતને કેટલીક મોટી આગ અને રેલે ભયંકર નુકશાન કર્યુ. ૧૮૩૭ની મોટી આગમાં સુરતના મઘ્ય ભાગના ઘણાખરા મકાનો નાશ પામ્યા હતા.

આઝાદીની ચળવળમાં સુરતે મહત્વનો ફાળો નોંધાવો છે.૧૮૮પમાં કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં સુરતના છ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.. ૧૯૦૭માં કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન સુરતના અઠવાગેટ પાસેના દિવાળીબાગ પાસેના વિસ્તારમાં યોજાયું ત્‍યારે દેશના તમામ નેતાઓ સુરત આવ્‍યા હતા. ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈએ અનેક વખત સુરતની મુલાકાત લીધી હતી. પાટીદાર આશ્રમ અને દયાળજી આશ્રમ સુરતની સ્વાતંત્ર ચળવળના બે મુખ્‍ય કેન્દ્ગો હતા.

ગુજરાતમાં સમાજ સુધારાની ચળવળની શરૂઆત સુરતથી થઇ હતી. દુર્ગારામ મહેતાજી, નર્મદાશંકર વિગેરેએ મહત્વનો ફાળો આપો હતો. સુરતે નંદશંકર, નર્મદાશંકર, નવલરામ, મહીપતરામ નીલકંઠ, રમણભાઈ નીલકંઠ, જયોતિન્દ્ગ દવે, ચં.ચી. મહેતા જેવા મકાન સાહિત્‍યકાર આપ્‍યા છે. શિક્ષણ, કલા, સંગીત, ઉદ્યોગ, વાપાર અને ધર્મના ક્ષેત્રે સુરતનું નોંધપાત્ર પ્રદાન છે. સુરતમાં આર્ટ, સિલક, જરી, હીરાના ઉદ્યોગો વિકસ્‍યા છે. હજીરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પ્રોજેકટ શરૂ કર્યા છે. 

સુરત અને આસપાસના મુખ્ય આકર્ષણો 

1. દાંડી ઇતિહાસ

દાંડી એ સ્થળ છે જ્યાં 1930માં મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા લોકપ્રિય દાંડી કૂચ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન દરમિયાન મીઠા પર લાદવામાં આવેલા કર સામે સાબરમતીથી દાંડી સુધી કૂચ કરી હતી. દાંડી માર્ચ અથવા સોલ્ટ માર્ચમાં ગાંધીજીના ઘણા અનુયાયીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અગ્રણી ચળવળ હતી.  

image 53

2. કાળી રેતી ડુમસ બીચ

ડુમસ બીચ સુરત જિલ્લાની દક્ષિણ બાજુએ આવેલું છે અને દરિયા કિનારે તેની કાળી રેતી માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ જગ્યાનો ઉપયોગ હિન્દુઓ દ્વારા ઘણા વર્ષો પહેલા સ્મશાન ભૂમિ તરીકે કરવામાં આવતો હતો અને તેથી જ રેતી કાળી થઈ ગઈ છે.

image 54

જો કે, ઘણા લોકો માને છે કે જમીનમાં આયર્નની વધુ સાંદ્રતાને કારણે રેતી કાળી અને ભૂખરી થઈ ગઈ છે. ડુમસ બીચની આસપાસ ઘણી ભૂત વાર્તાઓ અને પેરાનોર્મલ પ્રવૃત્તિઓ નોંધવામાં આવી છે જે તેને ભૂતિયા સ્થળ બનાવે છે.

3. સુવાલી બીચ

સુવાલી બીચ અથવા સ્વાલી બીચ સુરતથી લગભગ 20 કિમી દૂર આવેલું છે અને કોઈ પણ સ્થાનિક પરિવહન જેમ કે ટેક્સી અથવા બસ દ્વારા ત્યાં જઈ શકે છે. બીચ કાળા અને રાખોડી રંગની રેતીથી ઢંકાયેલો છે જે મુલાકાતીઓ માટે મનોરંજનનું એક દૃશ્ય છે. આ બીચ ભારતના તમામ બીચમાં સૌથી સ્વચ્છ તરીકે ઓળખાય છે. સુવાલી બીચ તેમાંથી એક છે ગુજરાતમાં જોવા માટે શ્રેષ્ઠ પર્યટન સ્થળો.

image 55

4. સુરત કેસલ

સુરત કેસલ એ 16મી સદીનો કિલ્લો છે જેનું નિર્માણ રાજા સુલતાન મેહમૂદ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું. કિલ્લાના નિર્માણ પાછળનો હેતુ મૂળ વતનીઓ અને રાજવી પરિવારને આક્રમણકારોથી સુરક્ષિત સ્વર્ગ પ્રદાન કરવાનો હતો. આ મહાન બાંધકામના સાક્ષી બનવા દેશભરમાંથી પ્રવાસીઓ અહીં આવે છે.    

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *