Friday, 20 September, 2024

ગુજરાતના લોકનૃત્યો, નૃત્ય સાથે જોડાયેલાં વ્યક્તિઓ

1542 Views
Share :
ગુજરાતના લોકનૃત્યો

ગુજરાતના લોકનૃત્યો, નૃત્ય સાથે જોડાયેલાં વ્યક્તિઓ

1542 Views

ગુજરાતના નૃત્યો, ગુજરાતના લોકનૃત્યો, નૃત્ય સાથે જોડાયેલાં અન્ય વ્યક્તિઓ, ગરબા (ગરબો), ગરબી, રાસ, આલેણી – હાલેણી નૃત્ય, ગુજરાતના જાતિગત સાંસ્કૃતિક લોકનૃત્યો એ આદિવાસી નૃત્યનું સંવર્ધિત સ્વરૂપ છે. લોકનૃત્ય શીખવા માટે કોઈપણ જાતની ખાસ તાલીમ લેવી પડતી નથી. લોકો અનુકરણ કે સંસ્કારથી શીખે છે. ગુજરાતમાં લોકજાતિઓ, લોકબોલીઓ અને વસ્ત્રાભૂષણોમાં જેટલું વૈવિધ્ય છે એટલું જ વૈવિધ્ય એનાં લોકગીતો, લોકઉત્સવો અને લોકનૃત્યોમાં પણ જોવા મળે છે. વિવિધ જાતિનાં લોકનૃત્યોમાં સામ્ય હોવા છતાં વિવિધ પંથકોની બોલી, ઉત્સવો, વાઘો અને વસ્ત્રાભૂષણોને કારણે સ્થાનિક રંગોની છાંટ સાથે લોકનૃત્યોમાં ભારે વિવિધતા જોવા મળે છે.

ગુજરાતના લોકનૃત્યો, નૃત્ય સાથે જોડાયેલાં અન્ય વ્યક્તિઓ

૧. ગરબા (ગરબો)

ગરબો ગુજરાતના અતિ પ્રાચીન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે. ગરબો એટલે ગર્ભદીપ – ઘડામાં મૂકાયેલો દીવો. દેવીની માનતારૂપે પ્રગટાવાતો નવ દિવસના અખંડ દીવો ગરબો કહેવાય છે. આ દીવાને છિદ્રોવાળી માટલીમાં પ્રગટાવવામાં આવે છે. દીવો ઓલવાઈ ન જાય તે રીતે તેને સુરક્ષિત ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથે લઈને મહિલાઓ ગીતો ગાઈ નૃત્ય કરે છે.

તળ ગુજરાતમાં ગરબો લોકનૃત્યના અંગ સાથે સાથે શિષ્ટ સાહિત્ય અને સંગીતના અવનવા તત્વો પ્રદર્શિત થાય છે જ્યારે ગામડાંમાં કે સમાજના ઉપલા થર સિવાય એ લોકવાણીમાં રજૂ થાય છે. એક તાળી, ત્રણ તાળી, તાળી ચપટી વગેરે ગરબાના પ્રકારો છે. ગરબામાં સારંગ, કાલિંગડો, ધનશ્રી, કાફી, પીલુ, હાડ વગેરે રાગોનું મિશ્રણ હોય છે. વલ્લભ મેવાડાના ગરબા પ્રખ્યાત છે. નરસિંહ, દયારામ, સુંદરમ્, ઉમાશંકર અને અવિનાશ વ્યાસના ગીતોનો ગરબામાં ભરચક ઉપયોગ થયો છે.

ર. ગરબી

ગરબો અને ગરબી – બન્ને નૃત્ય પ્રકારો નવરાત્રિના ઉત્સવ સાથે સંકળાયેલા છે. ગરબો એ સ્ત્રીઓનું નૃત્ય છે, તો ગરબી એ પુરુષોનું નૃત્ય છે. એ બંને સંઘનૃત્યના જ પ્રકારો છે. ગરબી નૃત્ય સાદા પગલાં અને તાળીઓથી સમૂહમાં ગીત ગાતાં ગાતાં પુરુષી વર્તુળમાં કરે છે.

ગરબી એટલે લાકડાની માંડવડી (માંડવી). ગરબાની આરાધના માતાજીની આરાધનાથી જ રારૂ થઈ, પરંતુ ગરબીનો સંબંધ વિશેષ કૃષ્ણભક્તિ સાથે જોડાયેલો છે, કારણકે જે ગરબીઓ ઉપલબ્ધ છે તેમાંના મોટાભાગમાં કૃષ્ણ ગોપીનો શ્રૃંગાર સારા પ્રમાણમાં આલેખાયો છે. ગુજરાતના ભકતકવિ પાવર્ષ’ કૃષ્ણને ઉદ્દેશીને ગરબીની રચનાઓ કરેલો. વલ્લભ કવિએ પણ માતાની ગરબી રચી હતી. ગરબી નવરાત્રિ ઉપરાંત જન્માષ્ટમી, જળતી અગિયારસ જેવા ઉત્સવોના પ્રસંગે ગવાય છે. તેમાં દાંડિયા, ઢોલ, નરઘાને મંજીરાનો ઉપયોગ થાય છે.

૩. રાસ

રાસ એ સૌરાષ્ટ્રનું એક આગવું અને સર્વોત્તમ લોકનૃત્ય છે. રાસના એ પ્રકારે મહાભારતમાં વર્ણવાયેલાં છે .

(૧) ધસિક રામ (૨) દાંડિયા રાસ સૌપ્રથમ દડિયા રાસ શ્રી કૃષ્ણની લીલાના રાસ ગોપ-ગોપીઓ ભેગાં મળીને કરતાં, પાછળથી જુદી-જુદી જાતિઓ આ રાસમાં પોતાની વિશેષતાઓ ઉમેરતી ગઈ.

નવરાત્રી, શરદપૂર્ણિમા, જળકૂલની અગિયારસ, સાતમ-આઠમ પ્રસંગે, ગુરુની પધરામણી વખત વગેરે તહેવારોમાં આ નૃત્ય ગોળાકારમાં થતું હોય છે. નર્તનકારોનાં બંને હાથમાં દાંડિયા હોય છે. આ દડિયા જોડીઓ સાથે તાલબદ્ધ રીતે ઠોકી કોઈવાર જોડી બદલી અથવા તો જુદી-જુદી જોડીઓની અદલાબદલી કરી ગોળ ફરતાં જઈ નૃત્ય કરતા ધ્યેય છે. આ રાસ સાથે વાજિંત્રોમાં ઢોલ, નરઘાં, પાવો, ઝાંઝ, તબલાં, મોટાં મંજીરા અને શરણાઈનો ઉપયોગ થાય છે. દાંડિયારાસમાં દોઢિયા, પંચિયા, અઠિયા, બારિયા, ભેટિયા, નમન, મંડલ લેવાય છે.

રસમાં બીજી પણ એ ખાસિયત જોવા મળે છે કે જે કોમ દ્વારા એ પ્રદર્શિત થાય તેનું આગવું અંગ એમાં ઉમે″, જેમ નળકાંઠાના પઢારોના રાસમાં સમુદ્રની સ્ફૂર્તિ જોવાં મળે, તો કાઠિયાવાડના કોળી કૌમ વ્યવસાયે શિકારી હોઇ તેમાં ચાંચપણું અચૂક જેવા મળે. આમ જ આયરો, કણબી, રજપૂતો, રારામાં અવળાંસવળાં ચલન લઈ બેઠક મારી ફુદરડાંઓ લગાવે છે ત્યારે તેમના રાસમાંની પ્રચ્છન્ન છટા બહાર આવી ખીલી ઊઠે છે. જન્માષ્ટમી પ્રસંગે ભરવાડ અને રબારીનો દાંડિયારાસને ગીતો વિના રમે છે જેમાં ઢોલ અને શરણાઈ જ વગાડવામાં આવે છે.

રાસ દાંડિયા સાથે અને દાંડિયા વિના પગના ઠેકા અને હાથના હિલોળા અને અંગ મરોડ સાથે પણ લેવાય છે.

૪. રાસડા

લોવનમાં ખૂબ જાણીતા રાસ અને રાસડા વચ્ચે ભેદ છે. રાસમાં નૃત્યનું પ્રાધાન્ય હોય છે, ધારે રાસડામાં સંગીતનું સૌરાષ્ટ્રમાં રાસ મોટે ભાગે પુરુષો લે છે જ્યારે રાસડા સ્ત્રીઓ લે છે. સ્ત્રીઓમાં આજે એક તાલીના અને ત્રણ તાલીના રાસડા વધુ જાણીતા છે.

ગરખા જેવો જ એક પ્રકાર રાસડા છે. તેમાં સામાન્ય સામાજિક વિષયને લઈ ગીત રચાયું હોય છે અને તે ગીત ગાતાં ગાતાં સીઓ નૃત્ય કરે છે. એક ગવડાવેને બીજા બધાં ઝીલે. નૃત્યમાં સ્ત્રીઓ ગોળ ફરતી જઈ તાળીઓ અને ચપટીઓ વગાડતી જુદી-જુદી રીતે આકારો કરતી નૃત્ય કરે છે. રાસ અને ગરબી પુરુષ્પધાન, જ્યારે રાસડા નારીપ્રધાન નૃત્યો છે. શરદપૂર્ણિમા, જન્માષ્ટમી, લગ્નપ્રસંગે, મેળાઓમાં અને વ્રતોત્સવ પ્રસંગે સ્ત્રીઓ રાસડાની રંગત જમાવે છે. કોળી અને ભરવાડ કોમમાં સ્ત્રી-પુરુષો સાથે રાસડા લે છે.

૫. મેર નૃત્ય

સૌરાષ્ટ્રના મેર જાતિના નૃત્યનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ નિરાળું છે. ઢોલ અને શરણાઇ પણ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય તેમ લાગે.મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ધ હોવા છતાં તરલતા ઓછી છે. શિસ્તબદ્ધ સિપાઈની જેમ તેમનાં પગલાં ઉપકે છે. મેર લોકોના દાંડિયા ઘડા પરોણાના હોય છે. તેમના દાંડિયા રાસ ઢોલને શરણાઈના તાલે તાલે ચાલે છે તેમાં સમૂહગીતો હોતાં નથી. મેરની દોડિયા વીઝવાની છટા એ તલવારના ઝાટકાની કલામય છટા છે. તેઓ હાથની તાળીઓથી પણ રાસ લે છે.

દાંડિયારાસમાં લેવાતી ફુદરડીઓએ મેરના દાંડિયારાસનું આગવું આર્ષણ છે. એક સાથે પચાસ પચાસ આદમીનાં મરદાનગીભર્યા મરોડો ખેંચાઈ રહે છે. કયારેક કયારેક એકથી દોઢ મીટર જેટલાં ઊંચા તેઓ ઊછળે છે ત્યારે અનોખું દૃશ્ય ઊભું કરે છે.

૬. હાલી નૃત્ય

આ નૃત્ય સુરત અને તાપી જિલ્લાના ‘દૂબળા જાતિ’ ના લોકો કરે છે. આ નૃત્યમાં જુદી-જુદી વાર્તાના પ્રસંગ હોય છે, આ નૃત્યમાં બે ટુકડીઓ હોય છે એક પુરુષ અને એક સ્ત્રી એવી ગોઠવણીમાં એકબીજાની કમરે હાથ રાખી નૃત્ય કરે છે.

સાયમાં ઢોલ અને પાળીઓ કે પુંગીની અધવા ભૂંગળીનો સૂર કાઠી સાથ આપવામાં આવે છે.

૭. ચાળો નૃત્ય ડાંગ

વિસ્તારના આદિવાસીઓનું નૃત્યને ‘ચાળો’ કહેવામાં આવે છે. ડાંગી નૃત્યના ૨૭ જાતના તાલ છે. તેઓ મોર, ચકલી, મરથી કે કાચબા જેવા પંખીઓ કે પ્રાણીઓની નકલ નૃત્ય સ્વરૂપે કરી દેખાડે છે. માળીનો ગાળો નૃત્યમાં ડાંગી પુરુષો ગોળાકારે ઊભા રહી જાય છે. તેમના ખભા પર બે જુદી-જુદી સ્ત્રીઓના એક એક પગ હોય છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામના વાજિંત્રોમાંથી સૂરો વહેતા થાય એટલે સ્ત્રી-પુરુષો નાચવા માંડે.

૮. ઘેરિયા નૃત્ય (ઘેર નૃત્ય)

દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે. આ લોકોને માતા કાલિકા અને માતા અંબાજીમાં ગાઢ શ્રદ્ધા હોય છે તેથી નવરાત્રિના સમયે તેઓ ‘ઘેર નૃત્ય’ કરે છે. ઘેર એટલે કે માતાજીની આસપાસ ઘેરો કરીને કરવામાં આવતું નૃત્ય. ઘેર બાંધનાર માતાના ખેરા કહેવાય છે.

આ સમયે વીસ-પચીસ જુવાનિયાઓ તેમજ પ્રૌઢ પુરુષો સ્ત્રીઓનાં કપડાં પહેરે છે. ગળામાં, હાથમાં, કાંડા ઉપર તેમજ પગની પાનીએ સ્ત્રીઓ જેવાં ઘરેણાં પહેરે છે. કાનમાં ગલગોટાના ફૂલોનો શણગાર કરે છે. કેડ ઉપર ચામડાનો પટ્ટો બાંધે છે અને તેની ઉપર પિત્તળની ચૂંધરીઓ બાંધેલી હોય છે. ઘેરના પ્રથમ દિવસે માતાને મરઘાનો ભોગ આપી ભૂવો કહે ત્યાં મરઘાનું માથું દાટી નૃત્ય કરવામાં આવે છે તેમના એક હાથમાં મોરના પીછાં અને બીજા હાથમાં તલવાર પકડેલી હોય છે. ઘરના નૃત્યનો આ પ્રકાર યુદ્ધના નૃત્યને મળતો આવે છે.

૯. તડવીઓનું ઘેરિયા નૃત્ય

ઘેરિયા નૃત્ય પંચમહાલ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત જિલ્લામાં વસતા તડવીઓનું ખૂબ લોકપ્રિય નૃત્ય ગણાય છે. હોળીને બીજે દિવસે એટલે કે ધૂળેટીના દિવસે, તડવી જાતિના કેટલાક જુવાનિયા શરીરે આગલા દિવસની હોળીની રાસ ચોળીને ધરિયા બને છે.

કોઈ શરીરે ચૂનાનાં તલકાં કરે છે, કેટલાક ભોઈરીંગણીનાં બીની માળા બનાવીને ગળામાં પહેરે છે, કોઈ લીમડાના પાનનો ટોપો બનાવીને માથે પહેરે છે, કેટલાક નાની મોટી ઘંટડીઓ કે પરાઓ હાથે તથા કેડે બાંધીને વિવિધ વેશ ધારણ કરી નૃત્ય કરતા કરતાં પાંચ દિવસ સુધી ગામેગામ ફરે છે અને હાસ્યરસ પણ ઉત્પન્ન કરે છે.

આ નૃત્યપ્રસંગે એક-બે પાત્રો શરીરે મેશ ચોપડીને પોતાનું મોં કાળુ કરીને કાલીમાસી બને છે. તે ફાટેલાં – તૂટેલાં કપડા અને ઘાઘરો પહેરી હાથમાં સૂપડું લઈને નાચે છે. કોઈ ઘેર ન આપે તો તે સૂપડું લઈ તેની પાછળ પડે છે.

૧૦. તલવાર નૃત્ય

પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસીઓ આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં તલવારથી યુદ્ધ કરતા હોય નૃત્યાભિનયનો ભાસ થાય છે. યુદ્ધ એ તેનો મુખ્ય પ્રસંગ છે. આદિવાસી પુરુષો તીણી ચિચિયારીઓ પાડતાં, માથે પોળો ફેંટો અને શરીરે કાળી બંડી પહેરી, મોઢે બોકાની બાંધી હાથમાં ઉઘાડી તલવારો લઈ ઢોલના અવાજ સાથે આ નૃત્ય કરે છે. આ નૃત્ય સૌરાષ્ટ્રના શૂરાઓના તલવાર રાસને લગભગ મળતું છે.

૧૧. શિકાર નૃત્ય

શિકર નૃત્ય ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું નૃત્ય છે. શિકારની પ્રાચીન પ્રથામાંથી આ નૃત્ય ઊતરી આવ્યું છે. આદિવાસી પુરુષો તીરકાંમઠું (ધનુષબાણ) અને ભાલા લઈને શિકારે જતા હોય તેવા હાકા, પડકારાને ચિચિયારા કરતાં કરતાં ઢોલ, મંજીરા અને પુંગી સાથે નૃત્ય કરે છે. આ નૃત્ય સીદીઓની ધમાલ નૃત્ય સાથે કંઈક અંશે મળતું આવે છે.

૧૨. માંડવા નૃત્ય

માંડવા નૃત્ય વડોદરા અને નર્મદા જીલ્લાના તડવી આદિવાસીઓનું જાણીતું લોકનૃત્ય છે. આ નૃત્ય વખતે કેટલાંક પુરુષો ગોળ કૂંડાળું કરીને બેસી જાય છે. આ બેઠેલા લોકોને ખભે એક-એક પગ મૂકીને એક એક · પુરુષ ઊભો રહે છે. ખભે ઊભેલાના હાથમાં છત્રી કે રૂમાલ હોય છે. પછી ઢોલના તાલે તાલે બેઠેલા બધા ઊભા થાય છે ત્યારે આ આખો માંડવો જાણે નૃત્ય કરતો હોય તેમ લાગે છે.

૧૩. ટિપ્પણી નૃત્ય

સૌરાષ્ટ્રના ટિપ્પણી નૃત્યે દેશભરમાં ઘણી મોટી પ્રસિદ્ધિ મેળવી છે. શ્રમજીવી વર્ગના જીવન સાથે સંકળાયેલું આ નૃત્ય અસલમાં સૌરાષ્ટ્રના ચોરવાડની કોળી સ્ત્રીઓ અને વેરાવળની ખારવણ બહેનોનું છે. ટિપ્પણી એક એવી લાકડી છે, જેની નીચેના છેડા પર વજનવાળો ચોરસ અગર ગોળાકાર લાકડાનો કકડો લગાડેલો હોય છે. જૂના વખતમાં કોઈ ઘર ચણાતું તો ઘરના પાયામાં ચૂનાનો ધ્રાબો ધરખાતો. એ ધ્રાબાને પાકો કરી ત્યાં જમીન પર છો બેસાડવા માટે આ ટિપ્પણીથી ટીપવાનું હોય છે.

મજૂર સ્ત્રીઓ આ કામ કરતી વખતે ઢોલ, ઝાંઝ, મંજીરા, અને શરણાઈની સાથે સાથે ગાઈ તાલબદ્ધ રીતે પોતાની ટિપ્પણી પછાડતી નૃત્ય કરે છે. રાજકોટની ભીલ બહેનોની ટિપ્પણી આજે પણ જોવા જેવી છે. તેઓ અનેક પ્રકારે એ પ્રદર્શિત કરે છે. આ નૃત્ય કરનારીઓનાં જોમ, જુસ્સો, અતૂટ, તાલબદ્ધતા, ત્વરિત ચંચળ, અંગ મરોડ અને વિદ્યુત ગતિએ આ નૃત્યની વિશિષ્ટતા છે.

૧૪. પઢાર નૃત્ય કે મંજીરા નૃત્ય

મંજીરા નૃત્ય એ ભાલ પ્રદેશમાં આવેલા નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ લોકનૃત્ય છે.વાસ્તવમાં પઢાર નૃત્યને જ સૌરાષ્ટ્રમાં સાચા મૂળ નૃત્યનો પ્રકાર ગણાવી શકાય છે, પઢાર એ સૌરાષ્ટ્રની માછીમાર જેવી કોળીની આદિજાતિ છે. આ નૃત્યમાં દરિયાકાંઠે વસનારા માછીમારોના જીવનનું આબેહૂબ વાતાવરણ જોવાં મળે છે. વારતહેવારે આ નૃત્ય કરતી વખતે પઢાર યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરતાં બે પગ પહોળા કરી બેસી હલેસાં મારતા હોય એવો અભિનય કરે છે. કોઈવાર અડધા ઘૂંટણ પર ઊભા રહી પગેથી મંજીરા વગાડતા હોય છે. આ નૃત્ય પુરુષો કરે છે સાથે સમૂહમાં ગાય પણ છે સાથે એકતારો, તબલાં, બગલિયું, કાંસીજોડાં અને મોટા મંજીરાઓ વગેરે વાદ્યો પણ વગાડતા હોય છે.

૧૫. ગોફગૂંથણ નૃત્ય

ગોફગૂંથણ નૃત્ય સોળંગારાસ’ ના નામે પણ પ્રખ્યાત છે. રાસ જેવું છતાં જરી જુદા પ્રકારનું આ એક જાણીતું નૃત્ય છે. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્યમાં માંડવો, વૃક્ષ કે સ્તંભની મદદ લેવામાં આવે છે. આ નૃત્યમાં દોરી કે રાશ વપરાય છે અને તે ખુલ્લા મેદાનમાં રમાય છે. આમાં રંગીન કપડાંની પેટીઓ કે જાડી દોરીઓ અધ્ધર બાંધેલી એક કડીમાંથી પસાર કરી ગુચ્છામાં બાંધી એનો એક એક છેડો નીચે સમૂહમાં ગોળ ઊભેલા નૃત્યકારો એક હાથમાં પકડી બીજા હાથમાં દાંડિયો પકડી વેલ આકારમાં એક અંદર અને એક બહારથી જઈ ગોળ ફરતાં ફરતાં ગીત ગાતાં ગાતાં નૃત્ય કરે.

આ નૃત્યમાં થતાં વ્યવસ્થિત હલનચલનને કારણે ઉપર રહેલી દોરીઓની સુંદર ગૂંથણી બંધાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણીને ઉકેલવામાં આવે છે.

આ રાસમાં અનેક પ્રકારનાં નર્તન રચાય છે. તેમાં સ્વસ્તિક વગેરે જાતજાતના અનેક આકારો રચાય છે. ગૂંથણીએ આ નૃત્યનું મુખ્ય અંગ બને છે. એની સુંદર રંગબેરંગી ગૂંથણી અને છૂટતી ગૂંથણી બંને નૃત્ય સાથે ખૂબ જ આકર્ષક લાગે છે.

૧૬. મેરાયો નૃત્ય

મેરાથી યુદ્ધ સાંઠાના વાવ તાલુકાના ઘોર કોમના લોકોનું લોકનૃત્ય છે. આમાં સરખેડ અથવા ઝૂઝોળી ગામના ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને આ મેરાપો બનાવવામાં આવે છે. આ ઝૂમખાને ‘નાગલી’ કહેવામાં આવે છે. આવા અનેક ઝાંખી એક લાકડીની આસપાસ, એક ચોરસ પાટિયાને આધારે લટકાવવામાં આવે છે. ઉપરના ચાર છેડે મોર પોપટ બેસાડવામાં આવે છે. આ મેરાયા પર દીવો પ્રગટાવવામાં આવે છે. આ મેરાયો યુપાવતી ટોળી મેળાના ચાળે ઊપડે છે સાથે ફૂંકવાનો ઢોલ વાગતો હોય છે. પછી ખુલ્લી તલવારે બે મોટિયાર વચ્ચે કેંદ્ર પાર્થ છે. આ યુદ્ધ જોનારનું હ્રદય થંભી જાય તેવું લાગે છે પણ અંતે બંને લડવૈયા એકબીજાને ભેટે છે અને ” ગવાય છે.

આ વિલા’ એ બનાઠા વિસ્તારનું શૌર્યવાન છે. “સાંકળી’ અને ‘કાનુડા’ નામમાં બે લોકનૃત્યના પ્રકારો પણ બનાસકાંઠા વિસ્તારમાં પ્રચલિત છે.

૧૭. ધમાલ નૃત્ય

ધમાલ નૃત્ય, ‘દેશીરા નૃત્ય’ ને નામે પણ જાણીતું છે. રારા ન હોય તેવું એક નૃત્ય છે સીદીઓનું ધમાલ નૃત્ય આ સીડી પ્રજા મૂળ આફ્રિકાની છે જે ૧૬મી સદીમાં પોર્ટુગીઝોની સાથે આફ્રિકાથી આવીને અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે જાંબુર ગામમાં વસેલાં છે. જાંબુર ગામમાં ૫૦૦ થી ૭૦૦ સીદીની વસતિ છે. આ ગામ સૌરાષ્ટ્રના ગામા આફ્રિકા નામે પણ નોખાય છે.

આફ્રિકાની આદિ સંસ્કૃતિનું જ કોઈ વિશેષ તત્વ જળવાયુ હોય તો તે સીદીઓના ધમાલ નૃત્યમાં જળવાયુ છે.

આહિકામાં વસતા આદિવાસીઓ શિકાર કરવા જાય ત્યારે અને શિકાર મળ્યા પછી આનંદમાં આવી જઈને જે પ્રકારનું નૃત્ય કરે છે તેની ઝાંખી સીદીઓની ધમાલમાં જોવા મળે છે. આમ, તેમને મૂળ આફ્રિકાનું ‘ગિલ નૃત્ય’ નું સ્વરૂપે જાળવી રાખ્યું છે.

૧૮. જાગ નૃત્ય

અમદાવાદ, બનાસકાંઠા, રાધનપુર, ગાંધીનગર વિસ્તારમાં ઠાકોરો, રાજપૂતો અને પાટીદાર વગેરે કોમની બહેનો દ્વારા જાળ નૃત્ય થાય છે. આ નૃત્ય નવરાત્રી દરમિયાન થતું નૃત્ય છે. કેટલીક જ્ઞાતિઓમાં લગ્ન, જનોઈ કે શ્રીમંત પ્રસંગે જાય છે. સીઓ માતાજીની ઉત્સવ કરવામાં આવે છે. આ પ્રસંગે માતાના જાગ તેડે છે. જેના પર આ ઉત્સવ હોય તે ઘરની સ્ત્રી આ જાગ માથે મૂકી વાજતેગાજતે માતાજીના મઢે બાતાજીના ગરબા ગોથે અને માથે જાગ મૂકેલ સ્ત્રી ગરબાની વચમાં પગના ઠેકા સાથે જાગ નૃત્ય કરે છે.

૧૯. હીંચ નૃત્ય

ભાલ પ્રદેશ અને કાઠિયાવામાં ગાગરની હીચ ખૂબ જાણીતી છે. કચ્છની કોળણો (કોળી સ્ત્રીઓ), ઢિયારની રજપુતાણીઓ હાથમાં ગાગર લઈને ઢોલે રમતી રમતી હીંચ લે છે.

કોડીનાર બાજુની કારડિયા રજપૂતની સીઓ માથે સાત બેડાંની હેલ લઈ ફરતી ફરતી હિંચ લે છે અને નીચા નમી તાળીઓનો તાલ સરસ રીતે આપે છે. હાથમાં થાળી કે છડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે.

૨૦. ઠાગા નૃત્ય

ઠાગા નૃત્ય એ ઉત્તર ગુજરાત ઠાકોરોનું આગવું અને અનુપમ લોકનૃત્ય છે. કોઈ પ્રસંગે કે વાર તહેવારે ઠાકોરો ઊંચી એડીના લટકીવાળા બૂટ, ગળે હાંસડી, કાનમાં મરકી, પગમાં તોડો પહેરીને હાથમાં ઉઘાડી તલવારો લઈને જીવન મોતનો સંગ્રામખેલાતો હોય તે રીતે નૃત્ય કરે છે. ઠાકોરોના આ નૃત્યમાં સૌરાષ્ટ્રના લોકમેળાઓમાં શૂરાઓના તલવાર રાસમાં જે ખમીર અને જોમ જોવા મળે છે તેવું દેશ્ય સર્જાય છે.

૨૧. ઢોલો રાણો

ઢોલો રાણો નૃત્ય ગોહિલવાડ વિસ્તારના કોળીઓ દ્વારા થાય છે. આ નૃત્યને પાક બાળવામાં આવે તે સમયે ગોહિલવાડના કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, પડિયું, સાવરણી, સૂંડલા, ડાલાં, સાંબેલું વગેરે લઈને અનાજ ઊણપતાં ઊણપનાં, ઝાટકતાં – ખાંડતાં વર્તુળાકારે મંજીરા, કાંસીજોડા અને તબલાંના તાલે નાચે અને ગાય છે. ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી આ નૃત્ય માટે જાણીતી છે.

૨૨. અશ્વ નૃત્ય

અશ્વ નૃત્ય ઉત્તર ગુજરાતના કોળીઓનું લોકનૃત્ય છે. જે કારતક માસની પૂર્ણિમા (પૂનમ)ના દિવસે કરવામાં આવે છે. આ નૃત્યમાં શૌર્યરસનું વર્ણન કરવામાં આવે છે. ગામના કોળી પુરુષો જે જુવાન હોય કે ઘરડા પોતપોતાના થોડા સાથે હાથમાં તલવાર લઈને ગામની પાદરે થોડા દોડાવે છે. આ સમયે જાણે એવું દેશ્ય દૃષ્ટિગોચર થાય છે કે તેઓ તલવાર વડે દુશ્મનદળને કાપતા હોય.

૨૩. વણજારાનું હોળી નૃત્ય

જન્માષ્ટમી અને હોળીના તહેવાર પર ગુજરાતમાં વસતા મારવાડીઓ આ નૃત્ય કરે છે. પુરુષો ખભે મોટું યંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને ઢારવો લે છે.

૨૪. રૂમાલ નૃત્ય

રૂમાલ નૃત્ય મહેસાણા જીલ્લાનાં ઠાકોરો સાથે સંકળાયેલ નૃત્ય છે. આ નૃત્ય હોળી અને મેળાનાં પ્રસંગે હાથમાં રૂમાલ રાખીને થાય છે.

૨૫. મરચી નૃત્ય

મરચી નૃત્ય તુરી સમાજની બહેનોનું લોકનૃત્ય છે જે લગ્ન પ્રસંગે કરવામાં આવે છે.

આ નૃત્ય તાળી પાડ્યા વિના હાથની અંગચેષ્ટાઓ વડે થાય છે.

૨૬. તૂર નૃત્ય

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું નૂર નૃત્ય જાણીતું છે. તૂર વાઘ ઊંટના ચામડાથી મઢેલું માટીનું બનાવેલું હોય છે. તે નળાકાર હોય છે. હોળી કે લગ્ન જેવા ઉત્સવ પ્રસંગે તૂર સાથે લાકડીની ડંડીકા વડે કાંસીની થાળી વગાડી તૂર અને થાળીના અવાજ સાથે એકબીજાની કમરે હાથ ભીડી ગોળ ગોળ ફરીને વિવિધ ચાળાઓમાં તેઓ નૃત્ય કરે છે. આ નૃત્ય કરતાં – કરતાં તેઓ તમાકુ ચાવતા હોય છે તેમજ બીડી પણ પીતા હોય છે. આ નૃત્ય રાતોની રાતો ચાલે છે.

૨૭. આલેણી – હાલેણી નૃત્ય

આલેણી-હાલેણી એ વડોદરા અને છોટા ઉદેપુર જીલ્લાની તડવી જાતિની આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે કરવામાં આવે છે. આ નૃત્યમાં તડવી જાતિની કન્યાઓ સહિયરો સાથે એકબીજાને કેડે હાથના કંદોરા કરી ગીતો ગાતી નાચે છે.

નૃત્ય સાથે જોડાયેલાં અન્ય વ્યક્તિઓ

૧. સ્મિતા શાસ્રી

સ્મિતા શાસ્ત્રીએ ભરતનાટયમઅને કુચીપુડી નૃત્ય શૈલીનાં પ્રખ્યાત કલાકાર છે. તેમણે વિશ્વવિખ્યાત નૃત્યવિદ મૃણાલિની સારાભાઈ પાસે દર્પણ સંસ્થામાંથી તાલીમ લીધી હતી.

તેમણે કલાગુરુઓ ચાતુની પદ્ધિકર અને આચાર્યબુ જેવાં વિદ્વાનો પાસેથી શિશા પ્રાપ્ત કરી છે. તેમણે ઈ.સ. ૧૯૭૧ માં અમદાવાદમાં ‘નર્તન સ્કૂલ ઑફ કલાસિકલ ડાન્સ’ નામે એક સંસ્થાની સ્થાપના કરી છે. તેમણે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનાં અધ્યક્ષા તરીકે પણ સેવાઓ આપી હતી. સ્મિતાબહેનને કલાક્ષેત્રે સિદ્ધિ બદલ ગુજરાત સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

૨. સોનલ માનસિંગ

જન્મ- ૩૦ એપ્રિલ, ૧૯૪૪ના રોજ દાદા – મંગળદાસ પકવાસા (સ્વાતંત્ર્ય સેનાની)

પિતા – અરવિંદ પકાવસા માતા – પૂર્ણિમા પકવાસા (સમાજસેવિકા)

કટક સ્થિત ઓડિસી શૈલીના ગુરુ કેલુચરણ મહાપાત્ર પાસે તાલીમલીધી.

નવી પેઢીને બહોળી જાણકારી એક જ છત્ર નીચે મળે તે માટે ૧૯૭૭ની સાલમાં દિલ્હી ખાતે “સેન્ટર ફોર ઈન્ડિયન કલાસિકલ ડાન્સ”ની સ્થાપના કરી.

ભરતનાટયમ અને ઓડિસી નૃત્ય શૈલીની સુપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના.

૩. ઈલાક્ષી ઠાકોર

જન્મ- ૨૧ એપ્રિલ, ૧૯૩૬ના રોજ

પતિ – અરુણભાઈ ઠાકોર

ઈ.સ.૧૯૬૦માં અમદાવાદમાં ‘નૃત્યભારતી’ સંસ્થાની સ્થાપના કરી. નૃત્યભારતી સંસ્થાની શાખાઓ માત્ર ભારતમાં જ નહિ,પણ અમેરિકા, કેનેડા,ન્યૂઝીલેન્ડ અને જાપાનમાં આવેલી છે.

ઈલાક્ષીબહેનની સિદ્ધિ એ છે કે તેમણે ગુજરાતી ભાષામાં ભરતનાટયમ નૃત્યની રચનાઓ રજૂ કરી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *