Saturday, 27 July, 2024

વેઇટ લોસની સાથે તકમરિયા ના ફાયદા

338 Views
Share :
વેઇટ લોસની સાથે તકમરિયા ના ફાયદા

વેઇટ લોસની સાથે તકમરિયા ના ફાયદા

338 Views

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સમય દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવાની ખૂબ જ જરૂરિયાત હોય છે. જો આ સમય દરમિયાન શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો ડીહાઇડ્રેશન થઈ શકે છે. ડીહાઇડ્રેશનની અસર ઓવરઓલ હેલ્થ ઉપર પણ પડે છે. ગરમીના દિવસોમાં ડીહાઇડ્રેશનથી બચવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સાથે છાશ, લીંબુ પાણી, જ્યુસ જેવી વસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ. આ સિવાય એક એવી વસ્તુ પણ છે જેને દિવસ દરમિયાન તમે લઈ શકો છો અને તેનાથી શરીરને ખૂબ જ ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વજન ઝડપથી ઘટે છે. આ વસ્તુ છે નાળિયેર પાણી અને તકમરીયા. તકમરીયા કે જેને ચીયા સીડ્સ પણ કહેવાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે એક ગ્લાસ નાળિયેર પાણીમાં એક ચમચી તકમરીયા પલાળીને પીવાથી વજન ઝડપથી ઘટે છે અને સાથે જ અન્ય ફાયદા પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં આ વસ્તુ પીવાથી કેટલા ફાયદા થાય છે.

શરીરને મળે છે ઠંડક

તકમરીયા નેચરલ બોડી કુલંટ છે. ઉનાળામાં નાળિયેરના પાણી સાથે તેને લેવાથી શરીરની ગરમી દૂર થાય છે અને પેટ સંબંધિત સમસ્યા મટે છે. 

આંતરડા માટે ફાયદાકારક

નાળિયેર પાણીમાં તકમરીયા ઉમેરીને પીવાથી પાચનમાં સુધારો થાય છે તેનાથી આંતરડા પણ સ્વચ્છ રહે છે અને તેનું સ્વાસ્થ્ય સુધરે છે. જોકે તકમરીયા ને તમે ફક્ત નાળિયેરના પાણી સાથે જ નહીં પરંતુ છાશ, સત્તું અને તાજા ફળ સાથે પણ લઈ શકો છો.

વેઇટ લોસમાં તકમરિયા કારગર

તકમરિયા ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. તેને ખાલી પેટ પીવાથી વેઇટ લોસમાં મદદ મળે છે.  દરરોજ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઘણા લોકો માને છે કે ચિયા બીજ અને સબજા બીજ એક છે, પરંતુ એવું નથી. ચાલો જાણીએ કે તમે તમારા આહારમાં સબજાના બીજને કેવી રીતે સામેલ કરશો અને તેના  ફાયદા શું છે.

કેવી રીતે કરશો સેવન

તકમરિયાના  બીજને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. જો તમે ઈચ્છો તો સ્મૂધી બનાવીને તેમાં મધ અને લીંબુ મિક્સ કરીને પી શકો છો. તેના બીજને ખાલી પેટ પીવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી એસિડિટી, અપચો અને પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. આ સિવાય તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘણા ન્યુટ્રિશનિસ્ટ તેને પીવાની સલાહ આપે છે.

જરૂરી ફેટી એસિડ હોય છે

તકમરીયાના બીજમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને જાળવવામાં મદદ કરે છે. સોજા  વિરોધી ગુણ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ફાઇબરની માત્રા વધુ હોય છે

તકમરિયાના  બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. આહારમાં તેનો સમાવેશ કરવાથી ભૂખ ઓછી લાગે છે.  તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાને કારણે તે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીને જમા થવા દેતા નથી. આ સિવાય તે પાચન તંત્રને દુરસ્ત રાખે છે.

બ્લડ શુગર મેઇન્ટેઇન કરે છે

તકરમિયા આપના બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તકમરીયા  ખાવાથી પાચનતંત્ર સારું કામ કરે છે અને શરીરમાં શુગર લેવલ વધવા દેતું નથી.

ભૂખ ઓછી લાગે છે

તકમરિયાને આખી રાત પલાળી રાખવાથી પાચન ઉત્સેચકો બહાર આવે છે. આને ખાવાથી વધારે  ભૂખ ઓછી લાગે છે. જેથી તમે ક્રેવિગથી બચો છો અને જેથી પણ વેઇટ લોસમાં મદદ મળે છે.

તકમરીયા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી થાય છે. નાળિયેર પાણી સાથે તેને લેવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને શરીરમાં જતી કેલેરીનું પ્રમાણ પણ ઓછું થાય છે 

લો કેલેરી હાઇ પ્રોટીન

તકમરિયામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, તો લો કેલરી હોય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *