Saturday, 21 December, 2024

ગુજરાતી ઉખાણાં

631 Views
Share :
ગુજરાતી ઉખાણાં

ગુજરાતી ઉખાણાં

631 Views

ગુજરાતી વ્યાકરણમાં ગુજરાતી ઉખાણાં અત્યારે અમુક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.અમે અહી ગુજરાતી ઉખાણાં વિશે સંપૂર્ણ માહિતી મૂકી છે અને તમામ ગુજરાતી ઉખાણાં જવાબ સાથે પણ મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો.

ઉખાણાં એટલે શું

ઉખાણા એટલે શું ? ઉખાણાં શબ્દો meaning?

ઉખાણાં એટલે સામાન્ય રીતે પ્રશ્નાવલી જ હોય પરંતુ તેને કવિતા ની માફક કે વાક્ય ને એકબીજા ની માફક જોડી ને બનાવવામાં આવ્યા હોય તેને ઉખાણાં કહેવાય છે.

ઉખાણાં એટલે કે જ્યારે કોઈ પ્રશ્ન પૂછવા માં આવ્યો હોય તે પ્રશ્ન ના આધારે થી જ્ઞાન પણ મળી રહે અને ગમ્મત પણ થઈ જતી હોય છે. 

નાના બાળકો ને શાળા દરમ્યાન ઉખાણાં સ્વરૂપે પ્રશ્ન પૂછવામાં આવે છે જેનાથી તેમની તાર્કિક કસોટી નો આધાર પણ મળે છે અને તેમને નવી વસ્તુ ની જાણકારી પણ પ્રાપ્ત થાય છે. 

ગુજરાતી ઉખાણાં જવાબ સાથે બતાવો :

એક જનાવર ઈતું

પૂંછડે પાણી પીતું

જવાબ – દીવો

નાની નાની ઓરડી માં

બત્રીસ બાવા

જવાબ – દાંત

એક લાકડીની સાંભળો કહાણી,

તેમાં ભરેલું છે મીઠું પાણી

જવાબ – શેરડી

વીસ વીસનાં ઉતારી લીધા શીશ,

ના વહ્યું લોહી, ના ચઢી રીસ.

જવાબ – નખ

ના જીવ, ના ખાય, ના પીએ,

રહે ‘મૂળ’ ત્યાં લગી જીવે,

અંધારાથી એ બહુ ડરે,

જોતાં જ છુપે નિજ ઘરે.

જવાબ – પડછાયો

ઘર એક, રહેનારા બે,

સવારે-સાંજે ઝઘડે એ,

રહે ના ખાલી ઘર કદી.

તો કહો એનું નામ જલદી.

જવાબ – પ્રકાશ 

અંધકારઊંચું છે એક પ્રાણી, 

એની પીઠ છે ત્રિકોણી, 

છે રણનું જહાજ-ગાડી, 

એને જોઈએ થોડુંક પાણી.

જવાબ – ઊંટ

આમ જાઉં તેમ જાઉં 

જ્યાં જાઉં ત્યાં પાછળ સંતાવું

જવાબ – પડછાયો

વનવગડામાં લોહીનું ટીપું

જવાબ – ચણોઠી

ધોળા ખેતરમાં

કાળા દાણા

જવાબ – અક્ષરો

ચારે બાજુ ભીંત

અને વચ્ચે પાણી

જવાબ – નાળિયેર

ચાલે પણ ચરણ નહિ

ઉડે પણ પાંખ નહિ

જવાબ – આંખ

માં ધોળી અને

બચ્ચાં કાળા

જવાબ – ઈલાયચી

ઢીંચણ જેટલી ગાય

નીરે એટલું ખાય.

જવાબ – ઘંટી

રાજા કરે રાજ ન

 દરજી સીવે કોટ

જવાબ – રાજકોટ

રાજા જામે

વસાવ્યું નગર

જવાબ ~ જામનગર

એવી કઈ વસ્તુ છે જેને 

પાંખ નથી તો પણ ઉડે છે? 

જવાબ –  પતંગ

એવી કઈ શાકભાજી છે

જેમાં તાળું અને ચાવી બંને આવે છે?

જવાબ – લોકી (દૂધી)

એવું તો કોણ છે જે તમારા

નાક પર બેસીને તમારા કાન ને પકડે છે?

જવાબ – ચશ્માં

લીલું ઝાડ, પીળું 

મકાન તેમાં બેઠા કલ્લુરામ

જવાબ – પપૈયું

રાતા રાતા રાતનજી, 

પેટમાં રાખે પણાં, 

વળી ગામે ગામે થાય, 

એને ખાય રંક ને રાણા!!

જવાબ – બોર

વાણી નહીં પણ બોલી શકે, 

પગ નથી પણ ચાલી શકે, 

વાગે છે પણ કાંટા નહીં, 

એના ઈશારે દુનિયા ચાલે!

જવાબ – ઘડિયાળ

ઘરમાં મહેમાનોને દેવાય, 

વોટમાં નેતાઓને દેવાય, 

આરામ કરવામાં વપરાય!

જવાબ – ખુરશી

ગુજરાતી જુના ઉખાણાં જવાબ સાથે :

અમે અહી ગુજરાતી જુના ઉખાણાં જવાબ સાથે મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો.

પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ 

થોડા ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ!

જવાબ – લીંબુ

એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય?

જવાબ – પડછાયો

એવી કઈ વસ્તુ જે ખાવા માટે

ખરિદિયે પણ તેને ખાતા નથી?

જવાબ – પ્લેટ

એવું શું છે જે વગર પગે ભાગે છે

અને ક્યારેય પાછો નથી આવતો?

જવાબ – સમય

એવી કઈ વસ્તુ છે જે તમે કઈ બોલો તો તૂટી જાય?

જવાબ – મૌન

લીલી માછલીના ઈંડા લીલા પણ,

માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.

જવાબ – વટાણા

એ તો ભાઈ તો છે ભારે બીકણ, 

કાતરી ખાતા પાન ઉંદરભાઈના મામા એ તો, 

એને છે લાંબા કાન.

જવાબ – સસલું

નાના શરીરમાં નાની ગાંઠ, 

જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી, 

આરામનું એને નહીં નામ.

જવાબ – કીડી

એ તો ભાઈ તો ભારે ઊંચા, 

પણ લાગે છે સાવ બૂચા, 

નાની પૂછડી ને ટૂંકા કાન, 

ને ઊંચી ડોકે ચાવે પાન.

જવાબ – ઊંટ

કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી 

આવે દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.

જવાબ – હિપોપોટેમસ

નાનેથી મોટું થાઉં, 

રંગબેરંગી પાંખો લગાવું 

હવાની લહેરોમાં તરતું જાઉં, 

ફૂલો સંગે વાતો કરતું જાઉં.

જવાબ – પતંગિયું

વર્ષાઋતુને સહન કરતી, 

ગરમીને ઘોળી પી જાતી બધાને આરામ આપતી જાતી, 

પણ ઠંડીમાં નકામી બની જાતી.

જવાબ – છત્રી

બાગબગીચે ગાતી રહેતી, 

પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી કોલસાથી વધુ કાળી છે 

પણ સૌની મનભાવન છે.

જવાબ – કોયલ

નાકે નકશે એ નમણું દેખાય, 

પણ ભરતું લાંબી ફાળ આંખો 

એની ચમકીલી ને ઝડપી એની ચાલ.

જવાબ – હરણ

ગુજરાતી નવા ઉખાણાં જવાબ સાથે :

અમે અહી ગુજરાતી નવા ઉખાણાં જવાબ સાથે મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો.

ન તો હું સાંભળી શકું, 

ન તો હું બોલી શકું આંખ તો મારે છે 

પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં.

જવાબ ~ ચોપડી

ટર ટર ટર ટર કરતાં ગાય છે,

જાણે પોતાનું ગીત સંભળાવે છે, 

જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે.

જવાબ ~ દેડકો

આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું, 

જીવોની હું રક્ષા કરી , 

ફળ ફૂલનું દાન આપું છું.

જવાબ ~ વૃક્ષ

પાણી તો પોતાનું ઘર, 

ધીમી જેની ચાલ ભય જોઈને કોકડું વળતો,

 બની જાતો ખુદની ઢાલ.

જવાબ ~ કાચબો

કાન મોટા ને કાયા નાની, 

ને કોમળ એના વાળ કોઈ એને 

પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.

જવાબ ~ સસલું

છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર 

લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર.

જવાબ ~ કરોળિયો

મંદિર, મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુમાન પાતળી કાયા હોવા છતાં મહેંક દ્વારા કરે પાન પાન.

જવાબ ~ અગરબતી

જેવા છો તેવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો જલ્દીથી દઈ દો જવાબ ખુદને ઓછા ન આંકો.

જવાબ ~ અરીસો (દર્પણ)

થાકવાનું ન મારે નામ, 

રાત દિવસ હું ચાલતી રહેતી જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી, 

આગળ વધવાનો સંદેશો હું જાતી.

જવાબ ~ ઘડિયાળ

ખુલ્લા આસમાનમાંથી જનમું છું, 

લીલા ઘાસ પર સૂઈ જાઉં છું, 

મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું.

જવાબ ~ ઝાકળબિંદુ

ન ખાય છે ન પીવે છે, 

બસ અજવાળાને સાથે લઈને ચાલે છે, 

પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે.

જવાબ ~ પડછાયો

શાકભાજીમાં હું છું સૌથી કડવો, 

પણ ગુણ મારા અપાર રોગોને હું ઝટથી કાપું, 

મારું નામ બતાવો ચતુર સુજાણ.

જવાબ ~ કારેલા

તડકો લાગે તો ઊભો થાતો, 

છાયોં આવે તો મરી જાતો જો કોઈ મહેનત કરે તો 

ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો.

જવાબ ~ પરસેવો

જો તે જાય તો પાછો ન આવે, 

પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે, 

આખી દુનિયામાં ચર્ચા એની એ તો 

સૌથી બળવાન ગણાતો.

જવાબ ~ સમય

એક બગીચામાં અનેક ફૂલ, 

ને તે ફૂલોનો છે એક રાજા રાજા જ્યારે 

આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા.

જવાબ ~ ચંદ્ર અને તારા

ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર બંધ ડબ્બાનું તાળું ખોલી, 

સામાન સઘળો લઈ જાતો.

જવાબ ~ પોસ્ટમેન

રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું 

મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું.

જવાબ ~ ચાંદામામા

જેમ જેમ સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે, 

રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું.

જવાબ ~ સાબુ

સુવાની એ વસ્તુ છે પણ 

શાકભાજીવાળો વેચે નહીં ભાવ તો વધારે છે નહી, 

પણ ભારમાં એ ભારી છે.

જવાબ ~ ખાટલો

અડધું છું ફળ ને અડધું છું ફૂલ, 

કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું.

જવાબ ~ ગુલાબ

જાંબુખિલે એક ફૂલ, થાય અંધારું ડૂલ..

જવાબ ~ દીવો

હાથી ઘોડા ફર્યા કરે પણ, 

પગ એમના ચાલે ના સવાર પીઠે ઘૂમ્યા કરે, 

ને ફરવાની મજા લીધા કરે

જવાબ ~ ચકડોળ

કાગળની છે કાયા, 

અક્ષરની છે આંખ અલકમલકની સહેલ કરાવે, 

ખૂલે છે જ્યારે પાંખ

જવાબ ~ પુસ્તક

પંદર દિવસ વધતો જાય, 

પંદર દિવસ ઘટતો જાય સૂરજની તો લઈને સહાય, 

રાત્રીભર પ્રકાશ પાથરતો જાય

જવાબ ~ ચંદ્ર

રંગે બહુ રૂપાળો છું થોડું ખાઉં 

તો ધરાઇ જાઉં વધુ ખાઉં તો ફાટી જાઉં

જવાબ ~ ફુગ્ગો

પાણીનું અબૂકલું ઢબૂકલું છું, 

પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું, 

પાણીમાં જ તરવું મારૂ કામ છે

જવાબ ~ માછલી

અબૂકલું ઢબૂકલું, 

પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું

મારા અનેક રંગ છે, 

નાના મોટાઓનો આનંદ મારી સાથે છે

જવાબ ~ પતંગ

લાલ કિલ્લામાં કાળા સિપાઈ 

લીલી દીવાલમાં ગયા સમાઈ

જવાબ ~ તરબુચ

આટલીક દડી ને હીરે તે જડી 

દિવસે ખોવાણી તે રાત્રે જડી

જવાબ ~ તારા

બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે 

ગોળ ગોળ થાળ ફરતો જાય, 

પણ મોતી તેમાંથી એકપણ ન પડે

જવાબ ~ તારા

વડ જેવા પાન ને શેરડી જેવી 

પેરી મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી

જવાબ ~ આંકડો

ચાલે છે પણ જીવ નથી, 

હલે છે પણ પગ નથી ખવાય છે પણ ખૂટતો નથી, 

બેઠક છે પણ બાજઠ નથી…

જવાબ ~ હિંચકો

ધોળું ખેતરને કાળા ચણા હાથે વાવ્યાં ને મોં એ લણ્યા

જવાબ ~ અક્ષર

પઢતો પણ પંડિત નહિ, 

પાંજરે પૂર્યો પણ ચોર નહિ ચતુર 

હોય તેઓ ચેતજો, મધુરો પણ મોર નહિ

જવાબ ~ પોપટ

સૂરજ સામે મન ભરીને જોયા કરે 

સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને

જવાબ ~ સૂરજમુખી

વનવગડે વસ્તી વગર ઊગી નીકળે,

સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો

એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા રહેતા

જવાબ ~ આંકડો

સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણને મહેકાવતા જાય

રાત જતી ને સુવાસ લઈને નવી સવાર આવતી જાય

જવાબ ~ પારિજાત

ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય જાણે

લાલ રંગી ફૂવારો ઉડતો જાય

જવાબ ~ કેસૂડો

ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય

દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો

આપણી પાસે ખોલતું જાય

જવાબ ~ ટેલિવિઝન (ટીવી)

પાંચ પાડોશી અને

વચ્ચ માં અગાશી

જવાબ ~ હથેળી

વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, 

કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?

જવાબ ~ ચશ્માં

એવું શું છે જે પેદા થતા ની સાથે જ 

ઉડવા નું શરૂ કરી દે છે?

જવાબ ~ ધુમાડો

એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ 

ચાલી શકતું નથી?

જવાબ ~ ટેબલ

એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?

જવાબ ~ તરસ

એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો 

તે પોતાનું મોઢું ખોલી દે છે?

જવાબ ~ કાતર

લીલો ઝંડો, લાલ કમાન, 

તોબા તોબા કરે માણસ

જવાબ ~ મરચાં

એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે

પણ પોતાની જગ્યાએ જ રહે છે?

જવાબ ~ સીડી

ઉડું છું પણ પંખી નહીં,

સૂંઢ છે પણ હાથી નહી,

છ પગ પણ માખી નહી,

ગીત ગાઉં છું પણ ભમરો નહીં.

જવાબ : મચ્છર

ત્રણ નેત્ર પણ શંકર નહીં,

વાળ ઘણા પણ ઘેટું નહીં,

પાણી છે પણ ઘડો નહીં,

સન્યાસી છે પણ ભગવાન નહીં.

જવાબ : નારિયેળ

રંગ બેરંગી લકડક નાર,

વાત કરે ન સમજે સાર,

સૌ ભાષામાં બોલે એ,

ચાલે ત્યાં આંસુની ધાર.

જવાબ : બોલપેન

વડ જેવા પાન ને શેરડી જેવી પેરી

મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી.

જવાબ : આંકડો

દાદા છે પણ દાદી નથી,

ભાઈ છે પણ ભાભી નથી,

નવરો છે પણ નવરી નથી,

રોજી છે પણ રોટી નથી!!!

જવાબ : દાદાભાઈ નવરોજી

Best Gujarati Ukhana With Answer :

ગોળ ગોળ ફરતી જાય,

ફરતી ફરતી ગાતી જાય,

દાણો દાણો ખાતી જાય,

તોય એનુ પેટ ન ભરાય.

જવાબ : ઘંટી

આમ તો નીચી નજરે ચાલે,

રીસાય ત્યારે પગ પછાડે,

લોકોનો એ ભાર વેંઢારે,

તોય કોઇ સારો ન માને.

જવાબ : ગધેડો

તણખલા રૂના સંગાથે,

ઝૂલું ડાળે ડાળ,

જ્યારે પંખી ઊડી જાતા,

બચ્ચાની રાખું સંભાળ.

જવાબ : માળો

બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો,

આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો.

જવાબ : દાદા-દાદી

મા ગોરી રૂપકડી,

ને બચ્ચા કાળાં મેશ,

મા મરે, બચ્ચા જો ભળે,

દૂધ-ચામાં સુગંધ પ્રસરે.

જવાબ : એલચી

લાગે ઢમઢોલ શરીર,

પણ નથી મારો કંઇ ભાર,

દેહ છે મારો રંગબેરંગી,

બાળકોનો છું હું સંગી.

જવાબ : ફુગ્ગો

નદી-સરોવરમાં રહેતી,

પાણીની રાણી કહેવાતી,

રંગબેરંગી જોવા મળતી,

કહો ક્યા નામે ઓળખાતી ?

જવાબ : માછલી

આખો દિવસ ઊંધ્યા કરું,

રાત પડે ને રડ્યા કરું,

જેટલું રડું એટલું ગુમાવું ?

તો બોલો મિત્રો કોણ હું ?

જવાબ : મિણબત્તી

સાત વેંતનું સાપોલિયું,

મુખે લોઢાનાં દાંત,

નારી સાથે રમત રમુ,

જોઇને હસે કાંત.

જવાબ : સાંબેલુ

ચાર ભાઇ આડા

ચાર ભાઈ ઉભા

એક એકના અંગમાં

બબ્બે જણ બેઠા.

જવાબ : ખાટલો

અડધું ફળ ને અડધું ફૂલ,

જોવા મળું ના બાગમાં,

રંગે કાળું પણ મધ મીઠું

તો ઝટપટ કહો હું કોણ..?

જવાબ : ગુલાબ જામુન

એવું શું છે જે આદમી પોતાની

પત્ની અને સાળીની જોઈ શકે

પણ પોતાની સાસુની જોઈ શકતો નથી.

જવાબ : લગ્ન, સગાઈ

વાણી નહીં પણ બોલી શકે,

પગ નથી પણ ચાલી શકે,

વાગે છે પણ કાંટા નહીં,

એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..?

જવાબ : ઘડિયાળ

ચાર ખૂણાનું ચોકઠું,

આભે ઉડ્યુ જાય,

રાજા પૂછે રાણીને,

આ ક્યુ જનાવર જાય.

જવાબ : પતંગ

બે માથાં અને બે પગ,

જાણે એને આખું જગ,

જે કોઈ આવે એની વચમાં,

કપાઈ જાય એની કચ કચ માં

બોલો એ શું..?

જવાબ : કાતર

હવા કરતા હળવો હું,

રંગે બહુ રૂપાળો,

થોડું ખાઉં ને ધરાઈ જાઉં,

વધુ ખાઉં તો ફાટી જાઉં બોલો હું કોણ..?

જવાબ : ફુગ્ગો

ઘરમાં મહેમાનોને દેવાય

વોટમાં નેતાઓને દેવાય

આરામ કરવામાં વપરાય બોલો એ શું..?

જવાબ : ખુરશી

પીળા પીળા પદ્મસી

ને પેટમાં રાખે રસ

થોડા ટીપાં વધુ પડે તો

દાંતનો કાઢે કસ! બોલો એ શું..?

જવાબ : લીંબું

પગ વિના ડુંગરે ચડે,

મુખ વિના ખડ ખાય,

રાણી કહે રળિયામણું,

ક્યુ જનાવર જાય ?

જવાબ : ધુમાડો

ખારા જળમાં બાંધી કાયા

રસોઈમાં રોજ મારી માયા

જન્મ ધર્યાને પારા છોડા,

મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..?

જવાબ : મીઠું

જો તમારી પાસે ચાર ગાય

અને બે બકરી છે તો

તમારી પાસે કેટલા પગ છે..?

જવાબ : બે

એવું શું છે જે પાણીમાં પડે

તોય ભીનું ના થાય..?

જવાબ : પડછાયો

એવું શું છે જે જેનું હોય

એ જ જોઈ શકે

અને માત્ર એક જ વાર જોઈ શકે..?

જવાબ : સપનું

ગુજરાતી કોયડા ઉખાણાં અને જવાબ :

અમે અહી ગુજરાતી કોયડા ઉખાણાં જવાબ સાથે મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો.

પઢતો પણ પંડિત નહી,

પૂર્યો પણ નહી ચોર,

ચતુર હોય તો ચેતજો,

મધૂરો પણ નહી મોર.

જવાબ : ભમરો

મારી બકરી આલો પાલો ખાય,

પાણી પીવે તો ટપ દઈને મરી જાય.

જવાબ : દેતવા

તેર પગાળો તેતરો નેળિયે નાઠો જાય,

રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય.

જવાબ : બળદગાડું

ફાળ ભરે પણ મૃગ નહી,

નહી સસલો નહી શ્વાન.

મો ઉચુ પણ મોર નહી,

ચતુર કરો વિચાર.

જવાબ : દેડકો

એ રાખે પૈસા, દરદાગીના, રક્ષે કપડાં સારાં સૌનાં

તાળું મારી સુખથી સૂએ, લોકો ઘરમાં અચૂક વસાવે

જવાબ : તિજોરી

ચાર પાયા પર ઉપર આડી છત,

કરો તેના ઉપર બસ લખ લખ લખ

જવાબ : ટેબલ

ટન ટન બસ નાદ કરે,

ઘડિયાળ જોઈ સાદ કરે,

સ્કૂલ નિશાળે એ લટકે રણકે તો બાળકો છટકે

જવાબ : ઘંટ

ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો પથરાયું મુજ પર ઘાસ

પશુ પક્ષીનું ઘર હું મને ઓળખો હું કોણ ?

જવાબ : જંગલ

એ આપવાથી વધે છે,

એ આવે ત્યારે જન જાગે છે,

એ જાય ત્યારે જન ઊંઘે છે.

જવાબ : વિદ્યા

એક એવું અચરજ થાય

જોજન દૂર વાતો થાય.

જવાબ : ટેલીફોન, કોમ્પ્યુટર,મોબાઈલ

અગ, મગ ત્રણ પગ,

લક્કડ ખાય અને પાણી પીએ.

જવાબ : ઓરસિયો

એ તો કોણ જે ઘર લઇ લે છે આખું,

પણ જગ્યા જરાપણ નથી રોકતું

જવાબ : પ્રકાશ

ગુજરાતી ફળના ઉખાણાં જવાબ સાથે :

અમે અહી ગુજરાતી ફળના ઉખાણાં જવાબ સાથે મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો.

હું મરું છું,

હું કપાવું છું,

પણ રોવો તમે છો

જવાબ : ડુંગળી

લીલી બસ, લાલ સીટ,

અંદર કાળા બાવા

જવાબ : તરબૂચ

એવું કયું ઝાડ જેમાં

લાકડી નથી હોતી?

જવાબ : કેળાનું ઝાડ

રાતા રાતા રાતનજી

પેટમાં રાખે પણાં

વળી ગામે ગામે થાય

એને ખાય રંક ને રાણા!!

જવાબ : બોર

લીલુ ફળને ધોળું બી,

મારે માથે કાંટા,

ચોમાસામાં મને સેવો તો,

ટળે દવાખાનાના આંટા.

જવાબ : કારેલુ

અબૂકલું ઢબૂકલું, 

લીલું લીલું માટલું અંદર લાલમ લાલ, 

કાપીને બહેનીને આપ…

જવાબ : તરબુચ

ગુજરાતી અઘરા ઉખાણાં જવાબ સાથે :

અમે અહી ગુજરાતીમાં ખુબ અઘરા ઉખાણાં જવાબ સાથે મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો. અને તમારા મિત્રોને પૂછશો તો એમને આવડશે નહી.

એવું શું છે જે

તડકામાં સુકાતું નથી?

જવાબ : પરસેવો

એવી કઈ ચીજ છે

જેટલી ખેંચીએ એટલી નાની થઈ જાય?

જવાબ : સિગરેટ

એવી કઈ વસ્તુ છે

જે સ્ત્રી ખુલ્લું રાખીને ફરે,

પુરુષો સંતાડીને?

જવાબ : પર્સ

એવું શું છે જે

જેટલું વધારે હોય

એટલું ઓછું દેખાય?

જવાબ : અંધારું

સુગંધ છે પણ ફૂલ નથી,

બળે છે પણ ઈર્ષા નથી?

જવાબ : અગરબતી

એ શું છે જે જેનું હોય

એ જ જોઈ શકે?

જવાબ : સપનું

એવું નામ બતાવો જે બીમાર નથી

છતાં તેને ગોળી આપવામાં આવે છે?

જવાબ : બંદૂક

એવું શું છે જેને

છોકરી બઉ પસંદ કરે,

છોકરાઓ તેનાથી દૂર ભાગે?

જવાબ : શોપિંગ

એવું શું છે જેને

પકડ્યા વગર રોકી શકાય?

જવાબ : શ્વાસ

એવી કઈ વસ્તુ

જે તૂટે તો જ કામ આવે?

જવાબ : ઈંડું

એવી કઈ જેલ છે

જ્યાં બધા કેદી બેગુનાહ છે?

જવાબ : Zoo (પ્રાણી સંગ્રાલય)

હું એક વ્યક્તિને

બે બનાવી દઉં

બતાવો કોણ?

જવાબ : અરીસો

એ શું છે જે આવે તો

લોકો થુક્વાનું કહે છે?

જવાબ : ગુસ્સો

એવું કોણ છે

જેને ડૂબતો જોઈ

કોઈ બચાવતું નથી?

જવાબ : સૂરજ

એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય

પણ છતાં જવાન જ રહે છે?

જવાબ : સૈનિક (દેશના જવાન)

વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, 

કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?

જવાબ : ચશ્મા

એ કઈ વસ્તુ છે જે પાણી પીતા 

જ મરી જાય છે?

જવાબ : તરસ

ન ભોજન લે છે ન વેતન લે છે છતાં 

રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?

જવાબ : તાળું

એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને 

મહિલા દેખાડીને ચાલે છે?

જવાબ : પર્સ

એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં

એક વખત ખરીદે છે

જવાબ : રાખડી

કાળો ઘોડો સફેદ સવારી

એક ઊતર્યું બીજાનો વારો?

જવાબ : તવો અને રોટલી

પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી

અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે….

તરસ લાગે તો પી લેજે અને 

ઠંડી લાગે તો સળગાવી લે છે…. એ ગિફ્ટ શું છે?

જવાબ : નારિયેળ

એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે,

પણ ભીનું થઈ શકતું નથી?

જવાબ : પાણી

એ શું છે જેની આંખોમાં જો 

આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે?

જવાબ : કાતર

અજયના માતાપિતાના ત્રણ બાળકો છે : 

પહેલો વિજય, બીજો વિશાલ અને ત્રીજા દીકરાનું નામ શું છે?

જવાબ : અજય, અજય પોતે એ ત્રીજો દીકરો છે.

લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ

જવાબ : મરચાં

એક લાકડીની સાંભળો કહાણી, 

તેમાં ભરેલું છે મીઠું પાણી

જવાબ : શેરડી

વર્ષના કયા મહિનામાં 28 દિવસો હોય છે?

જવાબ : દરેક મહિનામાં

કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ 

જમણા હાથમાં નહીં ?

જવાબ : તમારી જમણી કોણી

એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે 

પણ પોતાની જગ્યાએ જ રહે છે?

જવાબ : સીઢી

જો આપને કોઈ ઉખાણાં ધ્યાનમા હોય અથવા આપ કોઈ ઉખાણાં જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટ મા જણાવી શકો છો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *