સમાસ એટલે શું? સમાસના પ્રકાર ઉદાહરણ સાથે
By-Gujju27-05-2023
સમાસ એટલે શું? સમાસના પ્રકાર ઉદાહરણ સાથે
By Gujju27-05-2023
આ આર્ટીકલમા અમે સમાસ ગુજરાતી વ્યાકરણ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. સમાસ એટલે શું? સમાસના પ્રકારો કેટલા ? સમાસના પ્રકારો ક્યાં ક્યાં ? તે ઉપરાંત દરેક પ્રકારના સમાસ ના ઉદાહરણો પણ અલગ અલગ લિસ્ટ આપ્યું છે.
ગુજરાતી ભાષા એ ખુબ જ વિશાળ અને રસપૂર્ણ છે અને તેમાં ગુજરાતી ભાષા ને તેનું વ્યાકરણ વધુ રસપ્રદ બનાવે છે જેમાં સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, તળપદા શબ્દો, કહેવતો, શબ્દસમૂહો, સમાસ, અલંકાર, રૂઢિપ્રયોગો, જોડણી, છંદ, નિપાત, કૃદંત વગેરે ગુજરાતી ભાષા ને વધુ સુશોભિત કરે છે.
અહીં ગુજરાતી વ્યાકરણના પ્રકરણ વિશેષણ અને તેના પ્રકાર. સંજ્ઞા અને તેના પ્રકાર. છંદ અને તેના પ્રકાર, વાકયના પ્રકાર, સમાસ અને અને તેના પ્રકાર, અલંકાર અને તેના પ્રકાર, કૃદંત અને તેના પ્રકાર, નિપાત, ક્રિયા વિશેષણ અને તેના પ્રકાર અને ગુજરાતી કહેવતો વિશેની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
સમાસ એટલે શું?
સમાસ એટલે બે કે બે થી વધુ શબ્દો નો એક જ શબ્દ માં સમાવેશ થતો હોય તેને સમાસ કહેવાય છે. જેમકે ઉદાહરણ તરીકે રાજાનો અને મહેલ એ બંને શબ્દ ને જોડી ને આપણે રાજમહેલ શબ્દ બનાવીએ છીએ તો તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે.
બે કે વધુ પદો જોડાઈ ને એક શબ્દ કે પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ કહેવાય છે.
સમાસ નો વિગ્રહ એટલે શું?:
સામાસિક પદમાં જ્યારે બે પદો હોય ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહે છે.
જે સામાસિક પદમાં બે થી વધુ પદો તેમાં પહેલા પદને પૂર્વપદ, છેલ્લા પદને ઉત્તરપદ કહે છે. પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચેના પદને મધ્યમપદ કહે છે.
સમાસના બધાય પદોને એમની વચ્ચેનો અને એમનો વાક્ય સાથેનો સબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને સમાસ વિગ્રહ કહે છે.
સમાસનો વિગ્રહ કરતી વખતે તેના પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભક્તિના અનુગ મૂકવામાં આવે છે.
સમાસ ના પ્રકારો નીચે મુજબ છે:
પદ ના આધારે સમાસ ના ત્રણ પ્રકારો પડે છે જે નીચે મુજબ છે.
- એકપદ પ્રધાન સમાસ:
આ પ્રકાર ની સમાસ ની રચનાઓ માં એક પદ પ્રધાન પદ તરીકે હોય જે વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતું હોય જ્યારે અન્ય પદ એટલે કે બીજું પદ પ્રથમ પદ ને આધીન હોય ત્યારે એકપદ પ્રધાન સમાસ બને છે.
- તત્પુરૂષ સમાસ
- કર્મધારય સમાસ
- દ્વિગુ સમાસ
- મધ્યમપદલોપી સમાસ
- સર્વપદ પ્રધાન સમાસ:
આ પ્રકાર ના સમાસ માં જોડાયેલા બંને પદો નું મહત્વ સમાન હોય ત્યારે સર્વપદ પ્રધાન સમાસ ની રચના બને છે જેમાં દ્વંદ સમાસ નો સમાવેશ થાય છે.
- દ્વંદ સમાસ
- અન્યપદ પ્રધાન સમાસ:
વાક્ય માં દર્શાવેલ બંને પદ માં થી કોઈ પણ પદનું વાક્ય સાથે સીધો મહત્વ ના હોય અને ત્રીજો જ અર્થ નીકળતો હોય ત્યારે અન્યપદ પ્રધાન સમાસ બને છે.
- ઉપપદ સમાસ
- બહુવ્રીહિ સમાસ
સમાસ ના પ્રકારો ની વિગતવાર વર્ણન ઉદાહરણ સાથે:
તત્પુરુષ સમાસ:
આ સમાસ એકપદ પ્રધાન સમાસ છે જેમાં પૂર્વપદ ગૌણ અને ઉતરપદ પ્રધાન હોય છે. જ્યારે સમાસ ના બંને પદો વિભક્તિ ના પ્રયત્નો માં થી છુટા પાડે ત્યારે તત્પુરુષ સમાસ બને છે.
આ સમાસ નો વિગ્રહ એ ને, થી, માં, નો, ની, નું, નાં, વડે, માટે જેવા પ્રત્યયો થી છુટા પાડવા માં આવે. તે સિવાય જે શબ્દ નો અર્થ નકાર માં આવતો હોય જેમ કે અભેદ, અનશન, અણગમો, નવસ્ત્ર જેવા શબ્દો નો સમાવેશ પણ તત્પુરુષ સમાસ માં થાય છે.
તત્પુરુષ સમાસ ઉદાહરણ:
- મરણશરણ- મરણને શરણ
- ધર્મ શ્રદ્ધા- ધર્મમાં શ્રદ્ધા
- લોક સેવક- લોકોના સેવક
- વાતવરણ- વાતનું આવરણ
- સ્નેહભર્યા- સ્નેહથી ભર્યા
- રાષ્ટ્રધ્વજ- રાષ્ટ્રનો ધ્વજ
- દેશભક્તિ- દેશની ભક્તિ
કર્મધારય સમાસ
જે સમાસના બંને પદો વિશેષણ-વિશેષ્ય સબંધથી જોડાયેલાં હોય તેને કર્મધાર્ય સમાસ કહે છે. એટલે કે કર્મધાર્ય સમાસનું પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. કર્મધાર્ય સમાસનું પ્રથમપદ વિશેષણ દર્શાવે છે. આ સમાસ એક પદપ્રધાન છે.
કર્મધારય સમાસ ઉદાહરણ:
- નરસિંહ – નર રૂપી સિંહ
- મહાદેવ – મહાન દેવ
- મુખચંદ્ર – ચંદ્ર જેવું મુખ
- વદન કમળ – કમળ જેવું વદન
- નરકેસરી – કેસરી જેવો નર
- વીજળીવેગ – વીજળી જેવો વેગ
- સંસારસાગર – સંસાર રૂપી સાગર
- મહાનલ – મહાન અગ્નિ
- ગોળાકાર – ગોળ આકાર
દ્વિગુ સમાસ
જ્યારે સમાસના બંને પદોનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે ત્યારે દ્વિગુ સમાસ કહેવાય. સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. એટલે કે પ્રથમ પદ સંખ્યા દર્શાવતું હોય છે.
દ્વિગુ સમાસ ઉદાહરણ:
- નવરાત્રિ – નવ રાત્રિ નો સમૂહ
- ત્રિભુવન – ત્રણ ભુવન નો સમૂહ
- સપ્તર્ષિ – સાત ઋષિઓ નો સમૂહ
- દ્રિદલ – બે દલ વાળું
- ચાતુર્માસ – ચાર માસ નો સમૂહ
- સપ્તાહ – સાત દિવસનો સમૂહ
- નવરંગ – નવ રંગ નો સમૂહ
- ત્રિલોક – ત્રણ લોક નો સમૂહ
- પંચતત્વ – પાંચ તત્વો નો સમૂહ
- સહસ્ત્રલિંગ – સહસ્ત્ર લિંગનો સમૂહ
મધ્યમપદલોપી સમાસ
જે સમાસના બે પદોનો વિગ્રહ કરતાં વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે મધ્યમપદલોપી સમાસ બને છે એટલે કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે. આ સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સબંધ પણ જોવા મળે છે.
મધ્યમપદલોપી સમાસ ના ઉદાહરણ:
- આગગાડી – આગ વડે ચાલતી ગાડી
- કાચઘર – કાચ માં થી બનાવેલું ઘર
- કામધેનુ – કામના પુરનારી ધેનુ (ગાય)
- ટપાલ પેટી – ટપાલ નાખવાની પેટી
- શિલાલેખ – શિલા પર કોતરેલ લેખ
- ઊંટલારી – ઊંટ વડે ખેંચાતી લારી
- ઘરજમાઈ – ઘરમાં રહેતો જમાઈ
- દવાખાનું – દવા મેળવવાનું ખાનું
- દીવાદાંડી – દીવો બતાવતી દાંડી
દ્વંદ સમાસ
દ્વન્દ્વ એટલે જોડકું, બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતાં હોય તેવા પદોના બનેલા સમાસને દ્વન્દ્વ સમાસ કહે છે. આ સમાસનો વિગ્રહ ‘અને’, ‘કે’, ‘અથવા’ જેવાં સંયોજકો વડે થાય છે.
દ્વંદ સમાસ ના ઉદાહરણ:
- માતાપિતા – માતા કે પિતા
- સવારસાંજ – સવાર કે સાંજ
- ચઢઉતર – ચઢ અને ઉતર
- ટેબલખુરશી – ટેબલ અને ખુરશી
- તડકોછાંયો – તડકો અને છાંયો
- રાધાકૃષ્ણ – રાધા અને કૃષ્ણ
- પાંચ સાત – પાંચ કે સાત
- સ્ત્રી પુરુષ – સ્ત્રી અને પુરુષ
ઉપપદ સમાસ
આ સમાસ અન્યપદ પ્રધાન સમાસ છે આ સમાસ માં પૂર્વપદ ઉતરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય અને ઉતરપદ ક્રિયાધાતું હોય તેને ઉપપદ સમાસ કહેવાય છે.
શબ્દ નો વિગ્રહ કરતા અંતે કરનાર, હરનાર, જાણનાર, રહેનાર, આપનાર ટુંક માં અંતે ‘નાર’ પ્રત્યય આવે.
ઉપપદ સમાસ ના ઉદાહરણ:
- લેભાગુ – લઈને ભાગનાર
- સોદાગર – સોદો – વેપાર કરનાર
- તકસાધુ – તક ને સાધનાર
- આશાજનક – આશા જન્માવનાર
- ખિસ્સા કાતરૂ – ખિસ્સા ને કાતરનાર
- ગોપાળ – ગાયો ને પાળનાર
- ધર્મજ્ઞ – ધર્મ ને જાણનાર
- નર્મદા – નર્મ (આનંદ) આપનાર
- અન્નપૂર્ણા – અન્નને પૂર્ણ કરનાર
- મનોહર – મન ને હરનાર
બહુવવ્રીહિ સમાસ
કર્મધારય સમાસની જેમ બહુવ્રીહિ સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદવિશેષ્ય હોય છે. છતાં આ બંને પ્રકારના સમાસ વચ્ચે એક તફાવત છે. કર્મધારય સમાસમાં બંને પદો વચ્ચે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે જયારે બહુવ્રીહિ સમાસમાં બંને પદો વચ્ચે પહેલી સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે.
બહુવ્રીહિ સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેમને, જેનાં, જેમનાં, જેમાં, જેમનામાં વગેરે ‘જે’ સર્વનામના રૂપો વપરાય છે.
બહુવ્રીહિ સમાસ ના ઉદાહરણ
- ગજાનન = ગજના જેવું આનન (મુખ) જેનું છે તે
- ધર્મનિષ્ઠ = ધર્મમાં જેમની નિષ્ઠા છે એવો
- હતાશ = જેની આશા હતા (ખતમ) થઇ છે તેવો
- એકચિત્ત = એક છે ચિત્ત જેમનું તે
- નકામું = થી કામ જેનું તે
- ચોપગું = ચાર છે પગ જેના તે
- મુશળધાર = મુશળ જેવી છે ધાર જેની તે
અવ્યવીભાવ સમાસ
જે સમાસ અવ્યય અથવા ક્રિયાવિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યવીભાવ સમાસ કહે છે. પૂર્વપદ અવ્યય પર યથા, પ્રતિ વગેરે હોય અથવા તો આખો સમાસ અવ્યય તરીકે વપરાતો હોય તેવા સમાસને અવ્યયીભાવ કહે છે.
અવ્યયીભાવ સમાસ ના ઉદાહરણ
- યથાશક્તિ = યથાશક્તિ પ્રમાણે
- ચોતરફ = ચારે તરફ
- આબાલવૃદ્ધ = બાળકથી માંડી વૃદ્ધ સુધી
- યથાબુદ્ધિ = બુદ્ધિ પ્રમાણે
- પ્રતિદિન = પ્રત્યેક દિને
- યથાર્થ = યોગ્ય રીતે
પરીક્ષામાં પુછાયેલા સમાસ
અહીં ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં પરીક્ષામાં પુછાઈ ગયેલા સમાસ મુક્યા છે.
- દયાપાત્ર – તપુરુષ
- શશીવદની – બહુવ્રીહિ
- દીવાસળી – મધ્યમપદલોપી
- આવતાંજતાં – ધૂન્દ્ર
- મહોત્સવ – કર્મધારય
- વૃંદાવન – મધ્યમપદલોપી
- ફૂલડાં – કટોરી – મધ્યમપદલોપી
- અજળ – દ્વન્દ્ર
- આગગાડી – મધ્યમપદલોપી
- અમૃતઝારી – મધ્યમપદલોપી
- પગરખું – ઉપપદ
- જશોદા -ઉપપદ
- નિશદિન – દ્વન્દ્ર
- સધવા – બહુવ્રીહિ
- મનગમ્યું – તપુરુષ
- ચઢઊતર – દ્વન્દ્ર
- બ્રહ્મનાદ – તપુરુષ
- પરગામ – કર્મધારય
- અધખૂલી – કર્મધારય
- મહોત્સવ – કર્મધારય
- નખશિખ – બહુવ્રીહિ
- તડકાકુંપળો – કર્મધારય
- ભીનો ભીનો – દ્વન્દ્ર
- મરણપોક – મધ્યમપદલોપી
- મહાદેવ – કર્મધારય
- પંકજ – ઉપપદ તપુરુષ
- શ્યામવર્ણ – કર્મધારય
- તડકાકૂંપળ – કર્મધારય
- મરણપોક – મધ્યમપદલોપી
- જ્ઞાનમાત્ર- કર્મધારય
- ચરણરજ – તપુરુષ
- મહારાજ – કર્મધારય
- ભયંકર – ઉપપદ
- અધખુલી – કર્મધારય
- મહાવીર – કર્મધારય
- ઘોડાગાડી – મધ્યમપદલોપી
- હીનકર્મ – કર્મધારય
- નરહરિ – મધ્યમપદલોપી
- પરદેશ – કર્મધારય
- છિન્નભિન્ન – દ્વન્દ્ર
- નિશદિન – દ્વન્દ્ર
- આગગાડી – મધ્યમપદલોપી
- વિચારવહેણ – કર્મધારય
- દીવાદાંડી – મધ્યમપદલોપી
- વેળુછીપ – મધ્યમપદલોપી
- મનોહર – ઉપપદ
- લોકસભા – મધ્યમપદલોપી
- મૃગનયની – બહુવ્રીહિ
- દંપતી – ધૂન્દ્ર
- મરણપોક – મધ્યમપદલોપી
- દીવાસળી – મધ્યમપદલોપી
- ચીંથરેહાલ – બહુવ્રીહિ
- થાળીવાટકો – દ્વન્દ્ર
- આમંત્રણપત્રિકા – મધ્યમપદલોપી
- લીલી લીલી – દ્વન્દ્ર
- વનવાસ – તપુરુષ
- સુવર્ણકાર – ઉપપદ
- વનવાસ – તત્ પુરુષ
- ચતુર્ભુજ – બહુવ્રીહિ
- વિધવા – બહુવ્રીહિ
- નખશિખ – બહુવ્રીહિ