ગુરુ ગોવિંદસિંહ
By-Gujju08-11-2023
ગુરુ ગોવિંદસિંહ
By Gujju08-11-2023
શિખોના દસમાં ગુરુ ગોવિંદસિંહ ની બોલબોલા ઘણી જ હતી. યોધ્ધા, કવિ અને વિચારક ગોવિંદસિંહે ૧૬૬૯માં ખાલસા પંથીની સ્થાપના કરી હતી. એમણે મુગલ બાદશાહ સાથે ઘણા યુધ્ધો કર્યા અને તેમાં ઘણા બધામાં એમને વિજય હાંસલ કર્યો. એમનાં પિતા શીખ ધર્મના નવમાં ગુરુ તેગબહાદુર અને માતા ગુજરી દેવી હતા. એમણે ૧૬૯૯મા વૈસાખી વાળા દિવસે આનંદપુર સાહિબમાં એક મોટી સભાનું આયોજન કરીને ખાલસા પંથની સ્થાપના પણ કરી હતી
નવ વર્ષની ઉંમરે ગાદી સંભાળી
શિખ ગુરુ ગોવિંદસિંહનો જન્મ ૧૬૬૬ માં પટના સાહિબમાં શ્રીતેગ બહાદુરજીના ઘરે માતા ગુજરીજીની કોખમાં થયો હતો. શ્રી તેગબહાદુરજી એ સમયે શીખોના પ્રચાર માટે દેશનું ભ્રમણ કરી રહ્યા હતાં. એમણે પોતાના પરિવારને પટના સાહેબમાં રોકાવાનું કહ્યું અને સ્વયં આસામ તરફ ચાલ્યાં ગયા. ગુરુજી જયારે બાંગલા દેશ પહોંચ્યા તો એમને ગુરુ ગોવિંદસિંહના જન્મની સુચના મળી. શ્રી ગુરુ ગોવિંદસિંહજી નાનકડી જ ઉંમરનાં જ હતાં જ્યારે તેગબહાદુરજીએ શ્રી આનંદપુર સાહિબ આવીને પરિવારને બોલાવી દીધો !!!
જે સમયે એમનો જન્મ થયો એ સમયે મુગલ બાદશાહ ઔરંગઝેબનું રાજ્ય હતું. એમની શાહી સેના ભારતીય જનતા પર બહુજ જુલમ કરતી હતી અને એમના દેશભરમાં પોતાનાં બધા જ સુબેદારો ને આદેશ આપ્યો કે હિન્દુઓના બધાંજ મંદિરો તોડી નાંખો. કાશ્મીરના ગવર્નર ઇફ્તિખાર ખાન હતાં. જેમણે બાદશાહના આદેશોને લાગુ કરવાનું નક્કી જ કરી લીધું હતું. કાશ્મીરમાં મંદિર પાડવાં લાગ્યા અને હિંદુઓને મુસલમાન બનવવા માંડ્યા !!!
એવી નાજુક સ્થિતિમાં જયારે કાશ્મીરી પંડિતો નું એક દળ તેગબહાદુરને સહાયતાની યાચન કરી. તો પુત્ર ગોવિંદ ગોવિંદસિંહે પિતાને કહ્યું ” પિતાજી ધર્મની રક્ષા માટે આપથી મોટો મહાપુરુષ કોણ હોઈ શકે છે. આવી રીતે હિન્દુસ્તાનમાં હિંદુ ધર્મ ની રક્ષા માટે શ્રી ગોવિંદસિંહજીને બાળઉમ્રમાં જ પોતાના પિતાજીને દિલ્હી તરફ ચલાવ્યા. ઔરંગઝેબના આદેશ પર શ્રી તેગબહાદુરજી ને શહીદ કરી દીધાં !!!!
ગુરુજીની શહીદી ઉપરાંત શ્રી ગુરુ ગોવિંદસિંહે બધાં શિખોને શસ્ત્રધારણ કરવાં તથા સારાં ગોળાઓ રાખવા માટે એમણે એક આદેશ જારી કર્યો. જેવી રીતે શ્રી અર્જુનદેવજીની શહીદી પછી શ્રી ગુરુ હરગોવિંદ સાહિબજીએ કર્યો હતો. પિતા ગુરુ તેગબહાદુરજીની શહાદત પછી ગોવિંદરાયને નવ વર્ષની ઉંમરમાં ૧૧ નવેમ્બર ૧૬૭૫માં વિધિવત રૂપમાં ગાદીપર બેસાડયો હતો એના પછી સૌથી પહેલાં ગોવિંદરાયે પોતાના નામની સાથે સિંહ જોડી દીધું અને સમસ્ત શિખોને પોતાનાં નામની પાછળ સિંહ જોડવાનું કહ્યું !!!
ખાલસા પંથની સ્થાપના
ગુરુ ગોવિંદ સિંહ દ્વારા ૧૬૯૯માં ખાલસા પંથ ની સ્થાપના કરવામાં આવી. ખાલસા શબ્દ શુદ્ધતાનો પર્યાય છે. અર્થાત જે મન, વચન અને કર્મથી શુદ્ધ છે અને સમાજ પ્રતિ સમર્પણનો ભાવ રાખતો હોય, એજ માણસ ખાલસા પંથનો સ્વીકાર કરી શકે છે. એમણે પંજ પ્યારની નવી વાત કરી. પંજ પ્યારે દેશના વિભિન્ન ભાગોમાંથી આવેલાં સમાજની અલગ અલગ જાતિઓને સંપ્રદાયનાં પાંચ બહાફૂર લોકો હતા. જેમને એક કટોરામાં પ્રસાદ પીવડાવીને શિખો વચ્ચે સમાનતા અને આત્મસમ્માનની ભાવના જાગૃત કરી અને એકતાના સૂત્રમાં બાંધવાની કોશિશ કરી !!! એમણે કહ્યું “મનુષ્ય જાતિ બધી એકજ છે !!!”
શ્રી આનંદપુર સાહિબમાં રહેતાં રહેતાં પહાડી રાજાઓ સાથે ગુરુજીએ લડાઈ ચાલુ રાખી પણ પણ જીત હંમેશા ગુરુજીની જ થતી હતી. ઇસવીસન ૧૭૦૪માં જયારે ગુરુજીએ શ્રી આનંદપુરનો કિલ્લો છોડી દીધો. જેના કારણે ગુરુજીનો આખો પરિવાર વિખરાઈ ગયો. ચમકૌર સાહિબની ર કાચી ગલીમાં ગુરુજીએ પોતાના ૪૦ સિંહો સાથે ૧૦ લાખની મુગલસેનાનો સામનો કર્યો. જ્યાં ગુરુજીના બે મોટાં પુત્રો બાબા અજીતસિંહ તથા બાબા ઝુઆરસિંહ શહીદ થયાં !!!
ગુરુજીના નાના દીકરાઓ બાબા જોરાવરસિંહ તથા બાબા ફતેહસિંહજી ને સરહિંદના વજીરખાનનાં આદેશથી જીવતાં દીવાલોમાં ચણી દીધાં પછીથી બાબા ચંદાસિંહે નાંદેડનાથી પન્જાબ જઈને સાહીબજાદાઓનો બદલો લીધો. ગુરુજીએ સાબોની તલવંડીમાં શ્રી ગુરૂ ગ્રંથ સાહિબને પુન: સંપાદન કર્યો
તથા પોતાનાં પિતાશ્રી તેગબહાદુરજીની વાણીને અલગ અલગ રાગોમાં દર્જ કરી.
ગુરુ ગોવિંદસિંહના અંતિમ દિવસો
ઇસવીસન ૧૭૦૭માં ગુરુ ગોવિંદ સિંહ મહારાષ્ટ્રના નાંદેડ ગયાં. જ્યાં એમણે માધોદાસ વૈરાગીનો અમૃત સંચાર કરીને બાબા બંદાસિંહ બહાદુર બનાવ્યા તથા જુલ્મનો સામનો કરવા માટે એમને પંજાબ તરફ મોકલ્યા. નાંદેડમાં ૨ વિશ્વાસઘાતી પઠાણોએ ગુરુજી પર છુરાથી વાર કરી દીધો. ગુરુજીએ પોતાની તલવાર થી એક પઠાણને તો ત્યાને ત્યાં જ મારી નાંખ્યો. જયારે બીજો શિખો દ્વારા માર્યો ગયો !!!
ગોવિંદસિંહજીન જખ્મો ઘણાં ઊંડા હતાં તથા ઈસ્વીસન ૧૭૦૮માં જ્યોતમા સમાઈ ગયા તથા શ્રી ગુરુ ગ્રંથ સાહિબની ગુરુપદી આપી ગયાં.
ત્યાગની ભાવનાથી પૂર્ણ
ગુરુ ગોવિંદસિંહજી સંસ્કૃત, ફારસી, પંજાબી અને અરબી ભાષાનાં જાણકાર હતાં. એ કવિ હતાં ……..જેમણે પંજાબી ભાષામાં તો માત્ર એક રચના “ચંડી દીવાર” લખી. શેષ કઈ કેટલીયે રચનાઓ હિન્દી ભાષામાં રચી હતી …… મહત્વપૂર્ણ રચનાઓ જફરનામા અને વિચિત્ર નાટક છે. એમણેજીવનમાં ઘણી લડાઈઓ લડી. એમાં ભંગાનીનુ યુદ્ધ, ચમકૌર યુદ્ધ, મુક્તસર યુદ્ધ અને આનંદ સાહિબનું યુદ્ધ પ્રસિદ્ધ છે. ચમકૌર યુધ્ધમાં ગુરુજીના ૪૦ શીખોની ફોજે મુગલ સાહી સેનાનાં ૧૦ લાખ સૈનિકો જોડે દિલેરી સાથે ટક્કર લીધી. એમાં બે મોટાંપુત્રો અજીતસિહ અને કુમારસિંહ શહીદ થઇ ગયાં. પછી જયારે તક પ્રાપ્ત થઇ ત્યારે દુશ્મનોએ એ બે પુત્રોને દીવાલમાં પણ ચણાવી દીધાં. આ દરમિયાન માતા ગુજરીદેવીનું પણ અવસાન થઇ ગયું !!!
મર્યાદિત આવરણની શીખ
ગુરુજીની પ્રતિભા અને સાહસથી ઔરંગઝેબ તથા નાય સુબેદાર સદૈવ આતંકિત રહેતાં હતાં. મોકો પ્રાપ્ત થતાં જ ગુરુ ગોવિંદસિંહને સરહિન્દના નવાબ વજીરશાહ ને ધોખાથી મારી નાંખ્યા. લગભગ ૪૧ વર્ષની ઉંમરમાં જયારે એમણે અનુમાન લગાવ્યું કે એમનો અંતિમ સમય આવી ગયો છે. તો એમણે શિખ સંગતને બોલાવી અને સ્થામાં ગુરુ ગ્રંથ સાહિબ (શિખોનો ધાર્મિક ગ્રંથ ) લાવવાનું કહ્યું !!!! પછી ખાલસા પંથના લોકોને સદાય માર્યાદિત આવરણ કરવાનું ,દેશપ્રેમ કરવાનું કહ્યું અને દીન-દુખિયારાની સહાયતા કરવાની સલાહ આપી. એમણે કહ્યું
” સંતો …… મારાં પછી …… હવે કોઈ પણ જીવિત વ્યક્તિ આ ગુરુની ગાદી પર વિરાજમાન નહીં થાય. આ ગુરૂ ગાદીપર ગુરુ ગ્રંથ સાહિબ બિરાજમાન રહેશે. હવે તમે લોકો એમની પાસેથી જ માર્ગદર્શન લેજો અને એમની પાસેથીજ આદેશ પ્રાપ્ત કરજો !!!!
ઉદાર હૃદયના વ્યક્તિ
શક્તિસંપન્ન વ્યક્તિ સામાન્ય સંજોગોમાં અભિમાની થઇ જાય છે. પરંતુ ગુરુ ગોવિંદસિંહજી વીર હોવાની સાથે ઉદાર હૃદયનાં વ્યક્તિ હતાં. સહૃદયતા એમનામાં બાળપણથી જ મોજુદ હતી
એમના બાળપણની એક રોચક ઘટના છે. જે ગુરુ ગોવિંદ સિહનેની ઉદારતા અને દયાને પ્રદર્શિત કરેછે. એક નિ:સંતાન વૃદ્ધ સ્ત્રી હતી. બાળક ગોવિંદ રોજ જ વૃદ્ધ સ્ત્રીની સુત કાપવાં માટે રાખેલી ચુનિય વિખેર દેતો હતો. માતા ગુજરી પૈસા આપીને એને ખુશ કરી દેતી. માતા ગુજારીએ ગોવિંદસિંહને પૂછ્યું “તું વૃદ્ધ સ્ત્રીને કેમ હેરાન-પરેશાન કરે છે. જવાબમાં ગોવિંદસિંહે કહ્યું એમની ગરીબી દૂર કરવાં માટે…… જો હું એને પરેશાન ના કરું તો તું એમને પૈસા કેવી રીતે આપત !!!! ગુરુ ગોવિંદસિંહ ની આજ ઉદારતા મોટાં થયા પછી પણ એ જળવાઈ રહી. મુગલો સાથેના યુદ્ધ સમય દરમિયાન એમણે પોતાના સંતાનો પણ ખોવા પડયા. તેમ છતાં પણ એમણે આ બધુ ભૂલી જઈને અંતિમ મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરને દિલ્હીના તખ્ત પર બેસાડવા એમને સહાયતા કરી !!!!!
જન્મસ્થાન પર બન્યું ગુરુદ્વારા
બાળપણથી જ બાળક ગોવિંદસિંહ તથા અન્ય બધાં બાળકોથી અલગ સ્વભાવનો હતો. એ ધનુષ બાણ, કુષાણ, કટાર , ભાલો, તલવાર આદિ હથિયારોને રમકડાં જ સમજતાં હતાં અને બહુજ નાનકળી જ ઉંમરમાં એને ચલાવવાની ક્ષમતા એમનામાં આવી ગઈ હતી. એ જે હવેલીમાં રહેતાં હતાં એમાં એક કુવો હતો !!! એના પર આસપાસની સ્ત્રીઓ પાણી ભરવા માટે ઘડો લઈને આવતી હતી. બાળક ગોવિંદને એમને તંગ કરવામાં બહુજ મજા આવતી હતી. તેઓ ઘણીવાર એમનો ઘડો ફોડી દેતાં હતાં. બિલકુલ ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ સ્તો. આમેય શ્રીકૃૃષ્ણનું એક નામ ગોવિંદ પણ છે જ ને !!! એટલે એ ગુણ તો એમનામાં આવવાનો જ હતો !!!!
ગુરુ ગોવિંદસિંહનાં બાળપણનો શરૂઆતનો હિસ્સો એમના નૈનીહાલ પટનામાં વીત્યો હતો. પટનામાં એમનાં જન્મસ્થાન પર ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ તખ્ત શ્રી હરમંદિર સાહિબ પટના સાહિબના નામથી મશહૂર છે. શિખોના દસમાં ગુરુના જન્મ સ્થાનના દર્શન કરવાં માટે આખી દેશ -દુનિયામાંથી શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. આ ગુરુદ્વારનું નિર્માણ શિખ રાજવંશના પહેલા મહારાજા રણજીતસિંહે કારવ્યું હતું. પહેલી વાર એનું નિર્માણ ૧૮મી શતાબ્દીમાં કરવમાં આવ્યું હતું !!!!
ના કોઈ અંગત વેર માત્ર અને માત્ર દેશપ્રેમ. ઘણું ગુમાવ્યું છતાં પણ શત્રુ પ્રત્યે કોઈજ વેરભાવ નહીં, સાહસ, ઉદારતા, ટીખળ, પ્રેમ , ધર્મ અને સાહિત્ય નો સુભગ સમાન્ય એટલે ગુરુ ગોવિંદસિંહ. આવા અંતિમ ગુરુ શ્રી ગોવિંદસિંહને શત શત નમન !!!!