ગુરુ ગોવિંદસિહ
By-Gujju15-09-2023
ગુરુ ગોવિંદસિહ
By Gujju15-09-2023
આપણા દેશ ભારતમાં ધર્મ બાબતની વાત કરો તો વિવિધતામાં અકતા ધરાવતો દેશ એટલે ભારત, ભારત ના ગુજરાતને સંતો ને સુરાની ભૂમિ કહેવામા આવે છે. આપણે અહિયાં શીખ ધર્મ ની વાત કરવાની છે. ભારત એક એવો દેશ છે કે ત્યાં દરેક ધર્મનો દબદબો જોરદાર છે. વળી જુદાજુદા ધર્મો હોવાથી અહિયાં ધાર્મિક તહેવારો પણ વધારે આવે છે. અને વળી આ તહેવારો દરેક ધર્મના લોકો સાથે હળી મળી ને ઉજવે છે.
આ એક એવો દેશ છે કે તેમનું કેલેન્ડર જોવો તોપણ લાગે કે આતો ધર્મની નગરી લાગે છે. આપણે વાત કરવાની છે. શીખ ધર્મના ધર્મગુરુ ગુરુ ગોવિંદસિહ ની જે શીખ ધર્મના ૧૦ માં ગુરુ હતા. તેમનો જન્મ પટણા માં (જેનું નામ ઐતિહાસિક નગર પાટલિપુત્ર કહેવામા આવતું.) તેમના પિતાનું નામ ગુરુ તેગબહાદુરજી અને તેમના માતા નું નામ ગુરુ ગુજરી હતું. તેમનાં પત્ની નું નામ માતા જીતો , માતા સુંદરી, માતા સાહિબદેવન આમ તેની ૩ પત્નીના નામ નો ઉલેખ કરેલ છે. તેને સંતનમાં ૪ પુત્રોનો ઉલ્લેખ કરેલ છે. જેમાં અજીતસિહ, જીઇહારસિહ, જોરાવરસીહ અને ચોથા પુત્ર ફતેહસિહ હતા.
તેમનો જન્મ ૫ જાન્યુઆરી ૧૬૬૬ મ પટણા (ભારત ) મ થયો હતો,તેઓ મહાન તપસ્વી , મહાનયોદ્ધા, મહાન કવિ , ધાર્મિક અને સામાજિક બાબત મ એકતાના પૂજારી હતા. ધર્મના સન્માન માટે મરી જવાની ભાવના જગાડનાર હતા. તેઓ નાનપણ થીજ ધર્મમાં વધારે રસ હતો. તેઓ ઉતરમાં હિમાલય દક્ષિણમાં ગોદાવરી સુધી તેમનાં જીવન યાત્રા ના પ્રસંગો વણાએલા છે. તેમની યાત્રા ભારતની વિવિધતામાં એકતા દેશમાં સસ્કૃતિક ચેતના અને એકતા નું પ્રતિક છે.
આવા ગુરુ ગોવિંદસિહ નું જન્મ નું પર્વ નાનકસાહી કેલેન્ડર મુજબ ૫ મી જાન્યુઆરી ના રોજ મનાવવામાં આવે છે. તેમનાં જન્મ વખતેજ લુધિયાના ના એક મુસ્લિમ પીર ભિખનશાહે ત્યાં ગયા અને બે કુંજા રાખ્યા અને તમના બંને હાથ એક એક કુંજા પરરખાવી જે બે કુંજા બંને કોમના પ્રતિક હતા અને વધામણી આપતા કહયું કે ગોવિંદ રાયે જન્મતા જ ધાર્મિક રાસ્ટ્રીય એકતાનો સંદેશો લઈને આવ્યા છે. આથી ગોવિંદરાયે જન્મ થીજ આવો સંદેશ આપ્યો હાતો. તેઓ માત્ર ૯ વર્ષ ના હતા ત્યારે તેમણે એક કાશ્મીરી પંડિત પાસેથી ધાર્મીક અને રાસ્ટ્રીય એકતાનો સંદેશ આપતા કહયુ કે સમગ્ર દેશની પ્રજાને ધર્મ ના રક્ષણ માટે પિતાની બલિદાનની વાત કરી હતી. જ્યારે તેને સમજણું કે ધર્મનું રક્ષણ માત્ર ભક્તિ કે બલિદાન થી નહીં થાય ત્યારે તેને એક એવી પ્રજા તૈયાર કરવાની શરૂઆત કરી દીધી કે જે અન્યાય અને હત્યાચાર સામે શૂરવીરતા લડે. તેમજ ધર્મ અને દેશ માટે મરીપરવા તૈયાર થાય તેવા ગુણો ધરાવતી પ્રજા તૈયાર કરી.
આવા ગુરુ ગોવિંદસિહે સાદું જીવન જીવતા જીવતા ધર્મમાટે કર્યા કરવાનું શીખવ્યું. તેમની પંજાબી, ફારશી, અવધી, અને વ્રજ જેવી ભાષાઓની રચના કરી. જેમાં જાપસાહેબ, અકાલઉસ્તતી, ચન્ડી દી વાર, ચોવીશઅવતાર અને સાસ્ત્રનામ માલા વગેરે રચના કરી. જેમાં “દસમ ગ્રંથ” ગુરુજી દ્વારા રચિત મહાન ગ્રંથ છે. તેને ભગવાન પાસેથી શક્તિ અને વીરતા માંગવાનુ કહયું છે. ધર્મ માટે યુદ્ધ કરવું, દેશ માટે યુદ્ધ કરવું, દિન દુઃખીય માટે યુદ્ધ કરવું. કોઈના રક્ષણ માટેના યુદ્ધમાં જીત મેળવવી કે તેમાં ખપી જવું તે અહોભાગ્ય માનતા. તેઓએ પોતાના જીવનમાં અનેક ધર્મયુદ્ધ કર્યા અને તેમાં વિજયપણ મેળવ્યો.
આવા આપણાં ગુરુ ગોવિંદસિહે માત્ર ૯ વર્ષ ની નાની ઉમરે સંસાકૃતિ ની રક્ષા માટે પોતાના પિતનું બલિદન આપ્યું. તેમજ ૩૮ વર્ષની નાની ઉમરે તેમણે ટી ચાર પુત્રોનું બલિદન આપ્યું. આથી તેને “સર્વવંશ દાની ” કહેતા. પુત્રોની સહાદતના સમાચાર મળવાથી તે વિચલીત ન થતાં તેમણે કહ્યું કે આપણો દેશ જાત જાત ના હિન્દુ મુસ્લિમ ના વાડામાં વહેચાયેલો છે તે યોગ્ય નથી ને માનવમાત્ર એકજ છે તેવો ઉપદેશ જનતાને આપ્યો.
આગળ જતાં સમય મુજબ હયાતગુરુ ને ગુરુ બનાવવાની પ્રથા બંધ કરી અને તેઓએ “ગુરુ ગ્રંથ સાહેબ”ને ગુરુપદે સ્થાપ્યા. આના દ્વારા તેમણે કોઈ વ્યક્તિ નહીં પણ ગ્નાન અને ભક્તિ નું મહત્વ સમજવ્યું.
ગુરુ ગોવિંદસિહે સવંત ૧૭૫૬ ને કારતક સુદ ૫ ના દિવસે પોતાનું કર્યા આ દિવસેથી અવિચળનગર હજૂરસાહેબમાં તેમણે પોતાની કયા ને કયાં માટે સંકેલી લીધી.
ગુરુ ગોવિંદસિહ ની થોડી વધુ વાતો
શિખના ૧૦ મ ગુરુ એવા ગોવિંદસિહે ૧૬૬૯ માં ખાલસા પંથની સ્થાપના કરી હતી, તેમજ તેને મુઘલ બાદસાહ સાથે ઘણા યુદ્ધ કર્યા હતા. જેમાં વિજય થયા હતા. તેમનાં પિતા શિખધર્મના ૯ માં ગુરુ હતા ૧૬૯૯ માં ખાલસા પંથની સ્થાપના કરી હતી.
ગુરુ ગોવિંદસિહ ના જન્મ સમયે મુઘલ બદશાહ ઔરંગજેબનું રાજ્ય હતું.તેમની સેના ભારત ની પ્રજા પર ખુબજ જુલમ કરતી હતી. તે સમયે એમને દેશમાં પોતાના સૂબેદારો ને હુકમ કર્યો કે હિન્દુ ઓના તમામ મંદિરો તોડીનાખો. એવિ નાજુક સ્થિતિમાં પુત્ર ગોવિંદસિહે પોતાના પિતાને કહયુકે ધર્મની રક્ષા માટે આપ થી મોટો મહાપુરુષ કોણ હોય શકે. તેમ કહી બાળ ઉમરે પોતાનાં પિતા ની શહીદી વ્હોરીલીધી હતી.
આમ પિતાની શહીદી પછી ૯ વર્ષા ની નાની ઉમરે ગાડી સાંભળી લીધી અને પોતાનાં નામ પાછળ ગોવિંદરાય ની જગ્યાએ ગોવિંદસિહ લાગાડિયું. અને તમામ શીખોને કહયું કે બધાયે પોતાના નામ પાછળ સિહ લગાડવું.
ગુરૂગોવિંદસિહે ૧૭૦૪ માં આનંદપૂરનો કિલ્લો છોડી દીધો. જેના કારણે તેનો આખો પરિવાર વિખરાય ગયો. અને મુઘલ સેનાનો સામનો કરતાં તેના બે મોટા પુત્રો બાબા અજીતસિહ અને બાબા જીઇહાર સિહ શાહિદ થયા.
ગુરૂ ગોવિંદ્સિહ ૧૭૦૭ માં મહારાસ્ટ્ર ના નાંદેર ગયા, જ્યાં તેમણે માધોદાસ ને અમ્રુત સંસાર કરીને બંદાસિહ બનાવ્યા અને જુલમનો સામનો કરવા પંજાબ મોકલ્યા. નાંદેર માં બે બે પઠાણો એ વિશ્વાસઘાટ કરી મારી નાખીયા ત્યારે બીજા શીખો દ્વારા પઠાણને મારીનાખવામાં આવ્યો આ સમયે ગુરુ ગોવિંદસિહ જખમી થયા અને ૧૭૦૮ માં જ્યોતમાં સમાય ગયા.
તે ત્યાગની મુર્તિ હતા.
તે ઉદાર હદય ના હતા.
તે મર્યાદિત જીવન માટે અવતર્યા હતા.
આવા ગુરુ ગોવિંદસિહ ના જન્મસ્થાન પર ગુરુદ્વાર બન્યું છે.