Saturday, 27 July, 2024

જ્ઞાનકટારી મારી અમને

201 Views
Share :
જ્ઞાનકટારી મારી અમને

જ્ઞાનકટારી મારી અમને

201 Views

જ્ઞાનકટારી મારી, અમને પ્રેમકટારી મારી.

મારે આંગણે રે તપસીઓ તાપે રે,
કાને કુંડળ જટાધારી રે … રાણાજી, અમને.

મકનોસો હાથી, લાલ અંબાડી રે,
અંકુશ દઈ દઈ હારી રે … રાણાજી, અમને.

ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે,
એવી છે ભક્તિ અમારી રે … રાણાજી, અમને.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,
ચરણકમળ બલિહારી રે … રાણાજી, અમને.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *