Sunday, 22 December, 2024

હાં રે કોઈ માધવ લ્યો

413 Views
Share :
હાં રે કોઈ માધવ લ્યો

હાં રે કોઈ માધવ લ્યો

413 Views

હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો,
વેચંતી વ્રજનારી રે … હાં રે કોઈ માધવ લ્યો

માધવને મટુકીમાં ઘાલી,
ગોપી લટકે લટકે ચાલી રે,
હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય,
મટુકીમાં ન સમાય રે .. હાં રે કોઈ માધવ લ્યો

નવ માનો તો જુઓ ઉતારી,
માંહી જુઓ તો કુંજબિહારી રે,
વૃંદાવનમાં જાતા દહાડી,
વા’લો ગૌ ચારે છે ગિરધારી રે … હાં રે કોઈ માધવ લ્યો

ગોપી ચાલી વૃંદાવન વાટે,
સૌ વ્રજની ગોપીઓ સાથ રે,
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર,
જેનાં ચરણકમલ સુખસાગર રે .. હાં રે કોઈ માધવ લ્યો

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *