Sunday, 22 December, 2024

હાં રે વ્હાલા દ્વારિકાના વાસી

341 Views
Share :
હાં રે વ્હાલા દ્વારિકાના વાસી

હાં રે વ્હાલા દ્વારિકાના વાસી

341 Views

હાં રે વ્હાલા દ્વારિકાના વાસી વ્હેલાં આવજો, તમો રાણી રુકિમણિ કેરા કંથ;
દુષ્ટ દુર્યોધન રે પાપી લાગ્યો પીડવા, ચૌદિશ નિહાળું તારો પંથ … ટેક

સોડ વાળીને રે શું સુતો શ્યામળા, આળસ તજીને ઊઠો આજ;
લક્ષ્મીજી તલાશે રે પ્રભુ તારા પાવમાં, વ્હાલા તમો મહેર કરો મહારાજ … ૧

ગ્રાહ મુખમાંથી રે ગજને મુકાવ્યો, કીધી એમ સુધન્વાની સહાય;
નૃસિંહ રૂપે રે હિરણાકંસ માર્યો, વ્હાલે ઉગાર્યો ભક્ત પ્રહ્લાદ … ૨

છપ્પન કોટી રે યાદવ તારા રે, સંગે બલિભદ્ર સરખા ભ્રાત;
કાલિનાગ નાથ્યો ને જરાસંધ જીત્યો, તે બળ ક્યાં ગયું મહારાજ … ૩

ધ્રુવને પ્રહ્લાદે રે ગર્ભમાં તપ કીધાં, તેને વ્હાલે આપ્યાં અવિચલ રાજ;
સાત વર્ષમાં રે હરિએ ગોવર્ધન કર ધર્યો, પૂર્યા વ્રજવનિતાના લાડ … ૪

વસમી વેળાએ રે વ્હારે ચઢજો વિઠ્ઠલા, ધાજો તમે છત્રપતિ મહારાજ;
અસવારી કરજો રે વ્હાલા મારા ગરૂડની, નરસૈંયો વિનવે વારંવાર … ૫

– નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *