Sunday, 22 December, 2024

હરિ મને પાર ઉતાર

333 Views
Share :
હરિ મને પાર ઉતાર

હરિ મને પાર ઉતાર

333 Views

હરિ મને પાર ઉતાર
નમી નમી વિનતી કરું છું.

જગતમાં જન્મીને બહુ દુઃખ દેખ્યાં,
સંસારશોક નિવાર … નમી નમી.  

કષ્ટ આપે મને કર્મનાં બંધન,
દૂર તું કર કિરતાર … નમી નમી.

આ સંસાર વહ્યો વહ્યો જાય છે,
લક્ષ ચોરાશી ધાર … નમી નમી.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
આવાગમન નિવાર … નમી નમી.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *