Saturday, 27 July, 2024

હરિને ભજતાં હજી કોઇની લાજ

207 Views
Share :
હરિને ભજતાં હજી કોઇની લાજ

હરિને ભજતાં હજી કોઇની લાજ

207 Views

હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે … હરિને ભજતાં

વહાલે ઊગાર્યો પ્રહલાદ, હરણાકંસ (હિરણ્યાકશ્યપ) માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે … હરિને ભજતાં

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે … હરિને ભજતાં

વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે;
પાંચાલીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે … હરિને ભજતાં

આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે;
કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે … હરિને ભજતાં

– પ્રેમળદાસ

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *