Monday, 23 December, 2024

હરિવર મૂક્યો કેમ જાય?

327 Views
Share :
હરિવર મૂક્યો કેમ જાય?

હરિવર મૂક્યો કેમ જાય?

327 Views

હરિવર મૂક્યો કેમ જાય? સાહેલી, હવે હરિવર મૂક્યો કેમ જાય?
નંદકુંવર સાથે નેડલો બંધાયો, પ્રાણ ગયે ન છુટાય … સાહેલી હવે.

ઘેલી કીધી મને ગોકુળના નાથે, મોરલીના શબ્દ સુણાય,
બાલા રે પણથી પ્રીતિ બંધાઈ, હૈયાથી કેમ વિસરાય? … સાહેલી હવે.

મૈયર તજ્યું ને તજ્યું સાસરિયું, ત્યાગ્યાં છે સર્વ સગાંય,
બાંહ્ય ગ્રહ્યાની લાજ રાખજો દયાળુ, સ્નેહીને દુઃખ ન દેવાય. … સાહેલી હવે.

આ અવસર હરિ આવી મળો, તો વ્રેહનો અગ્નિ ઓલાય,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, દર્શન દ્યો વ્રજરાય. … સાહેલી હવે.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *