Haveli Bandhavi Dau Lyrics in Gujarati
By-Gujju14-06-2023
272 Views

Haveli Bandhavi Dau Lyrics in Gujarati
By Gujju14-06-2023
272 Views
હવેલી બંધાવી દઉ શ્રીજી તારા નામની
ધજા ઓ ફરકાવી દઉ હરી તારા નામની
હવેલી બંધાવી દઉ શ્રીજી તારા નામની
રેતીય પ્રેમની લાવી, હુતો લાવી સ્નેહની ઇટો
રેડીને લાગણીઓ મે,ચણાવી છે ભાવની ભીતો
દીવાલો રંગાવી દઉ, ગોકુલિયા ગામની
ધજા ઓ ફરકાવી દઊ હરી તારા નામની
હવેલી બંધાવી દઉ શ્રીજી તારા નામની
માનવ તણા ફળીયે આ, બોલ્યા મે બે બોલે
સત્સંગ ને અપનાવી ને, છોડી મે કુટેવોને
હદય મા કંડારી દઉ ,મુરત શ્રીનાથની
ધજા ઓ ફરકાવી દઉ હરી તારા નામની
હવેલી બંધાવી દઉ શ્રીજી તારા નામની