Saturday, 21 December, 2024

હિન્દુ નવા વર્ષ સાથે શરુ થશે ચૈત્ર નવરાત્રી

273 Views
Share :
hindu new year sathe sharu thase chaitra navratri

હિન્દુ નવા વર્ષ સાથે શરુ થશે ચૈત્ર નવરાત્રી

273 Views

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના નવ દિવસોમાં દેવી દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાને સુખ સમૃદ્ધિ અને ધનની દેવી કહેવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવા વાળા ભક્તો પર માતા રાણીની કૃપા રહે છે. 9 દિવસ સુધી ચાલવા વાળી ચૈત્ર નવરાત્રી મંગળવાર 9 એપ્રિલ 2024થી શરુ થઇ રહી છે. એની સાથે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રી હિન્દુ નવ વર્ષના પ્રથમ દિવસથી આરંભ થાય છે. મંગળવારે કળશ સ્થાપના થશે. ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શુભ મુહૂર્તમાં ઘટસ્થાપનાનું વિધાન છે. શુભ મુહૂર્તમાં માતા દુર્ગાની પૂજા-અર્ચનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રી ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરુ થાય છે. ચૈત્ર નવરાત્રીનું સમાપન 17 એપ્રિલ 2024ના રોજ થશે. તો ચાલો જાણીએ આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં માતા રાણીના પૂજનમાં કઈ કઈ પૂજા સામગ્રી જમા કરવી જોઈએ, ઘટસ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ…

પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ની રાતે 11 વાગ્યાને 50 મિનિટ પર શરુ થશે અને બીજા દિવસે 9 એપ્રિલે 2024ના રોજ સાંજે 8 વાગ્યાને 30 મિનિટ પર સમાપ્ત થશે.

ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપના મુહૂર્ત

ઘટસ્થાપના મુહૂર્ત – 6.12 AMથી 10.23 AM
સમય – 4 કલાક 11 મિનિટ્સ
ઘટસ્થાપના અભિજીત મુહૂર્ત – 12.03 PM થી 12.53 PM
સમય – 50 મિનિટ

ચૈત્ર નવરાત્રી પર માતાની સવારી

આ વર્ષે ચૈત્રી નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમિયાન દેવી માતા મંગળવાર અને શનિવારે ઘોડા પર આવે છે જે અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે ચૈત્ર નવરાત્રી 2024માં માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને ધરતી પર આવશે. માતાનું વાહન, ઘોડો, કુદરતી આફતોનું પ્રતીક છે. નિષ્ણાતોના મતે, આનો અર્થ એ છે કે આપણે વર્તમાનમાંથી જ ભવિષ્યની કટોકટીઓ વિશે જાગૃત થવું જોઈએ.

ચૈત્ર નવરાત્રીની 9 દેવીઓ

ચૈત્ર નવરાત્રિ દરમિયાન, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. રામ નવમીનો તહેવાર ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે નવમી તિથિએ ઉજવવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિ પર ઘટસ્થાપનની રીત

જે જગ્યાએ ઘટની સ્થાપના કરવામાં આવનાર છે. સૌ પ્રથમ તે જગ્યાને ગાયના છાણથી લિપિ લો. માટીના મોટા દીવામાં જવ વાવો. આ દીવો પૂજા સ્થાન પર સ્થાપિત કરો. હવે તમારી ઈચ્છા મુજબ માટી, તાંબા, ચાંદી અથવા સોનાનો બનેલો કળશ લો. પાણી ભરો અને તેમાં સોપારી, સિક્કો અને હળદરનો ગઠ્ઠો નાખો. હવે આ કળશની ઉપર સોપારી અથવા અશોકના પાન સાથે નારિયેળ મૂકો. આ કળશને પૂજા સ્થાન પર સ્થાપિત કરો. કળશની નીચે થોડા ઘઉં પણ રાખો. અબીલ, કુમકુમ, ફૂલ અને ચોખાથી કળશની પૂજા કરો. સૌ પ્રથમ ગણપતિની પૂજા કરો, પછી માતા દેવીનું આહ્વાન કરો અને તમામ ગ્રહોની પૂજા કરો.

મા દુર્ગાની પૂજા સામગ્રી-

આંબાના પાન, ચોખા, લાલ દોરો, ગંગાજળ, ચંદન, નારિયેળ, કપૂર, જવ, ગુલાલ, લવિંગ, એલચી, 5 પાન, સોપારી, માટીના વાસણ, ફળો, શ્રુંગારની વસ્તુઓ, આસન, કમલગટ્ટા વગેરે.

કળશ સ્થાપના માટે જરૂરી સામગ્રી-

કળશ સ્થાપના માટે અનાજ, માટીનું વાસણ, પવિત્ર માટી, કળશ, ગંગાજળ, આંબા અથવા અશોકના પાન, સોપારી, નાળિયેર, લાલ દોરો, મોલી, એલચી, લવિંગ, કપૂર, રોલી, અક્ષત, લાલ કાપડ અને ફૂલો વગેરે.

નવરાત્રી હવન માટેની પૂજા સામગ્રી-

પીપળની ડાળી અને છાલ, વેલો, લીમડો, પલાશ, ચંદન, અશ્વગંધા, મુલેઠીની મૂળ, તલ, ચોખા, લવિંગ, ગુલરની છાલ, ગાયનું ઘી, લોબન, એલચી, ખાંડ, જવ વગેરે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *